તારક મહેતાના આ એક્ટરને નહિ ઓળખી શકો તમે? રિયલ લાઈફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

ટીવીનો જાણીતો શો તારક મહેતા કા ઉલટા ચશ્મા દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલટા ચશ્માનું લાંબુ પહેલું સ્ટારકાસ્ટ છે અને બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ રોજેરોજ સોશિયલ મીડિયા પર એમના વિશે કંઈક ને કંઈક શોધતા રહે છે. એવામાં અમે તમારા માટે શોના એક એક્ટરનો જૂનો ફોટો લઈને આવ્યા છે હવે એ જોવા જેવી વાત હશે કે તમે એમને ઓળખી શકો છો કે નહીં?

image soucre

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના એક પાત્રએ ઘણા વર્ષો સુધી ચાર્લી ચેપ્લિનનો રોલ કર્યો છે. એ અન્ય કોઈ નહિ પણ બધાના ફેવરિટ અબ્દુલ એટલે કે શરદ સાંકલા છે. શરદ સાંકલા શોના શરૂઆતના દિવસથી શો સાથે જોડાયેલા છે. શરદ સાંકલાએ ઘણી બૉલીવુડ ફિલ્મો અને ડેઇલી શોપમાં કામ કર્યું છે. એ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી છે અને લોકો એમને ખૂબ જ પસંદ પણ કરે છે.

image source

ભલે શરદ સાંકલાને અસલ ઓળખ તારક મહેતા કા ઉલટા ચશ્માંના અબ્દુલથી મળી હોય પણ એ પહેલાં પણ એ ઘણા યાદગાર પાત્રો કરી ચુક્યા છે. આ પાત્રમાં સૌથી ખાસ રહ્યું ચાર્લી ચેપ્લિનનું પાત્ર, જેને એમને 20થી પણ વધુ વાર અલગ અલગ ફિલ્મો, ડેઇલી શોપ અને થિયેટર એક્ટસમાં કર્યો છે. શરદ સાંકલાએ આ પાત્રને એટલી વાર ભજવ્યું છે કે એમને ઇન્ડિયન ચાર્લી ચેપ્લિન પણ કહેવામાં આવવા લાગ્યા.

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફેન્સી ડ્રેસ કાર્યક્રમમાં’ પણ એ ચાર્લી ચેપ્લિન બન્યા હતા, એટલું જ નહીં, શરદ સાંકલા ફિલ્મ ‘બાઝીગર’ માં ‘ચાર્લી ચેપ્લિન’ તરીકે પણ જોવા મળ્યો હતો. તેણે અક્ષય કુમાર, શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યું. શરદ સાંકલાએ આ પાત્ર એટલી બધી વખત ભજવ્યું કે ઘણા લોકો તેને ‘ચાર્લી ચેપ્લિન’ સમજવા લાગ્યા હતા. શરદ સાંકલાએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે પણ કામ કર્યું હતું. બંને સીરિયલ ‘કભી યે કભી વો’માં સાથે દેખાયા હતા. તે પણ એક કોમેડી શો હતો.