તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ છે? તો ખાસ રાખજો આ ધ્યાન, ખુલી જશે કિસ્મતના દ્રાર

લોકો ઘરને સુંદર બનાવવા માટે ઘણી વ્યવસ્થા કરે છે. કોઈ પણ પ્રકારની વાસ્તુ દોષથી બચવા માટે, તેઓ તેમના ઘરની અંદર ખાસ પ્રકારના વૃક્ષો અને છોડ રોપતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં એક ખાસ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમારા ઘરની સુંદરતામાં વધારો કરે છે. આ સિવાય તે ઘરની પ્રગતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

image source

આ પ્લાન્ટનું નામ મની પ્લાન્ટ છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. લોકો હંમેશાં આ છોડને તેમના ઘરની કોઈ પણ જગ્યાએ રાખે છે, જે ખોટું છે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે મકાનમાં મની પ્લાન્ટ લગાવવા માટે વાસ્તુમાં કેટલાક વિશેષ નિયમો આપવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું યોગ્ય પાલન કરીને આ છોડને ઘરમાં રોપશો, તો તમારું નસીબ પણ જાગી શકે છે. તો ચાલો આ નિયમો વિષે જાણીએ.

image source

મની પ્લાન્ટને ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખેલો હોય તો આર્થિક સદ્ધરતા અને સુખ-શાંતિ પણ જીવનભર સાથ છોડતી નથી. મની પ્લાન્ટના આ મહત્વના કારણે અનેક ઘરમાં આ છોડ જોવા પણ મળશે. લોકો પોતાના નસીબ ને ચમકાવવા માટે અનેક ઉપાયો કરે છે.

પરંતુ જો તેનાથી લાભ ન થતો હોય તો તેનું કારણ અજાણતા થયેલી ભુલ હોય શકે છે. મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ તેના માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડે છે. તો જાણી લો તમે પણ કયા કયા છે, આ નિયમો જે મની પ્લાન્ટ ને બનાવે છે પ્રભાવશાળી.

image source

મની પ્લાન્ટને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો, તેનાથી ઘરમાં નકારત્મક ઊર્જા પ્રવેશે છે. સાથે જ ઘરના સભ્યોના મનમાં ભયની લાગણી ઉત્પન્ન થાય છે. મની પ્લાન્ટ ની વેલને ક્યારેય જમીન પર પથરાવા ન દેવી, તે ઉપરની તરફ વધે તેવી વ્યવસ્થા રાખવી. જો જમીન પર વેલ પથરાયેલી રહેશે તો ધનહાનિ થાય છે. આ વેલ ક્યારેય સુકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. તેમાં નિયમિત રીતે પાણી આપવું.

image source

પૂર્વ-પશ્ચિમ ની તરફ પણ તેને ન રાખવો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. મની પ્લાન્ટ ની આસપાસ ગંદકી ન રાખવી, તે સ્થાન ને હંમેશા સાફ રાખવું. મની પ્લાન્ટ ને દક્ષિણ-પૂર્વ દિશા તરફ જ રાખવો જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ ઘરની અગ્નિ દિશામાં રાખવો જોઈએ. આને કારણે, ઘર ની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે, અને આર્થિક પ્રવૃત્તિઓમાં ઘણો ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટને ઘરની દક્ષિણપૂર્વ દિશામાં રાખવો ખૂબ જ શુભ છે. ચાલો તમને જણાવી દઇએ કે દક્ષિણપૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે. મની પ્લાન્ટને આ દિશામાં રાખવાથી ઘરના સભ્યોનું નસીબ સુધરે છે ,અને આર્થિક લાભ મળે છે.