“આ રાજ્યની સરકાર આપશે ભરપેટ પૌષ્ટિક અને સંપૂર્ણ ભોજન, એ પણ માત્ર 8 રૂપિયામાં, જાણો વધુ માહિતી આ યોજના વિશે “

માત્ર 8 રૂ.માં મળશે ભરપેટ ગરમાગરમ ભોજન જાણો આ યોજના વિષે વિગતે, આ રાજ્યની સરકાર આપશે ભરપેટ પૌષ્ટિક અને સંપૂર્ણ ભોજન તે પણ માત્ર 8 રૂપિયામાં.

એક અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં હાજર માણસના ખાવાલાયક જેટલું ભોજન ઉત્પન્ન થાય છે તેનાં ત્રીજા ભાગનાં ભોજનનો વેસ્ટેજ થાય છે. એક વર્ષમાં લગભગ 1.3 બિલિયન ટન્સ ભોજનનો દર વર્ષે બગાડ થાય છે. અને વિરોધાભાસ તો જુઓ કે આખાએ જગતમાં હાજર દરેક વ્યક્તિને પુરતું ભોજન મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેમ છતાં. વૈશ્વિક વસ્તીના લગભગ 8.9 ટકા લોકોએ રોજ ભુખ્યા રહેવું પડે છે.

image source

ભારતમાં પણ હજારો-લાખો લોકોને બે ટંકનું ભોજન પણ નસીબ નથી થતું. તો વળી લગ્નોમાં કંઈક સેંકડો કીલો ભોજનનો બગાડ પણ થતો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ગરીબોને ભોજન મળી રહે તે માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમ છતાં લોકો ભુખ્યા રહે છે તે હકીકત છે.

તાજેતરમાં રાજસ્થાનની સરકારે એક નવી જ પહેલ શરુ કરી છે. જો કે હાલ રાજસ્થાનની રાજનીતીમાં ઘણી ઉથલપાથલો જોવા મળી છે. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત આજકાલ પોતાના રાજકીય દાવપેચ માટે ઘણા ચર્ચામાં રહે છે. પણ તેમણે તાજેતરમાં રાજ્યમાં એક નવી યોજના શરૂ કરી છે.

image source

20મી ઓગસ્ટના રોજ રાજીવ ગાંધી જયંતિના દિવસે તેમણે ભોજન માટેની એક યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનું નામ છે ઇંદિરા રસોઈ યોજના. આ યોજનાની જવાબદારી ખાસ વિભાગને આપવામા આવી છે. આ યોજના માટે રાજસ્થાન સરકાર દ્વારા સ્થાનિક એનજીઓની મદદ પણ લેવામાં આવી છે.

આ યોજના હેઠળ સ્થાનિક એનજીઓની મદદથી સરકાર લોકોને ગરમાગરમ ભોજન પીરસવાનું કામ કરશે. ઇન્દિરા રસોઈ યોજના માટે વાર્ષિક 100 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના હુકમ પ્રમાણે આ યોજનાની શરૂઆત કરવામાં આવશે.

image source

શું છે આ ભોજન યોજનાની ખાસીયત

અશોક ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવનાર આ ઇંદિરા રસોઈ યોજનાની ખાસીયત એ છે કે તેમાં વ્યક્તિને માત્ર 8 રૂપિયામાં સંપૂર્ણ ભોજન પીરસવામા આવશે. સરકાર દ્વારા ગરમાગરમ પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે.

સંપુર્ણ રાજસ્થાન રાજ્યમાં લાગુ પડાવામાં આવશે આ યોજના

સંપુર્ણ રાજસ્થાનમાં આવેલા લગભગ 213 શહેરોમાં એક સાથે જ ઇન્દિરા રસોઈ યોજનાની શરૂઆત 20મી ઓગસ્ટથી કરવામાં આવશે. આ યોજના હેઠળ રસોઈના સ્થાન, એનજીઓની પસંદગીઓ, તેમજ રસોડાની સ્થાપનાના સંચાલનથી લઈને બધી જ જવાબદારી જેતે જિલ્લાના કલેક્ટરની રહેશે. અને તેમને જ આ યોજનાના નોડલ ઓફિસર પણ બનાવવામાં આવ્યા છે. જિલ્લાના કલેક્ટર તેમના જિલ્લાના રસોડાના સંચાલનની પર દેખરેખ રાખશે. આ આદેશ સરકાર દ્વારા જ રાજ્યના દરેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા છે. રાજસ્થાનના કુલ 213 શહેરોમાં આશરે 358 જેટલા રસોડાઓ તૈયાર કરવામાં આવશે.

image source

શું હશે 8 રૂપિયાની થાળીના ભોજનમાં ?

ઉપર તમને જણાવ્યું કે આ એક પૌષ્ટિક ગરમાગરમ ભાણું હશે. જોકે ઇન્દિરા ગાંધી રસોઈ યોજના હેઠળનું મેનું રોજ બદલાતુ રહેશે જેથી કરીને જમવા આવતા લોકો તેનાથી કંટાળી ન જાય. સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે દરેક થાળીમાં 100 ગ્રામ દાળ, 100 ગ્રામ શાક, 250 ગ્રામ રોટલી, અને સાથે સાથે એક અથાણું પણ પીરસવામાં આવશે. આ રસોડાને મેનેજ કરી રહેલી એનજીઓ સંસ્થા રસોડાના સમય તેમજ તેના મેનુમાં સમયાંતરે ફેરફાર કરતી રહેશે.

image source

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા એક અન્નપુર્ણા યોજના પણ ચાલી રહી છે. તેનું જ આ એક નવું સ્વરૂપ છે. અન્નપૂર્ણા યોજના હેઠળ કેટલીક જગ્યાએ ભોજન વેનની મદદથી પણ પહોંચાડવામાં આવે છે. પણ તે અંગે અત્યાર સુધીમાં સરકારને ઘણી બધી ફરિયાદો મળી ચુકી છે આ ફરિયાદને ધ્યાનમાં રાખીને પણ આ નવી ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે જેનો લાભ ગરીબ અને જરૂરિયાતવાળા લોકો ઉઠાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત