જર્મનીથી લઇને આ દેશોમાં ચાલે છે ભારતનું લાયસન્સ, જ્યાં તમે આરામથી કરી શકો છો ડ્રાઇવિંગ

આમ તો આપણે બસ, ટ્રેન અને વિમાન દ્વારા મુસાફરી કરીએ છીએ પરંતુ કાર ચલાવવાની જે મજા છે તે બીજા શૅમાંય નથી. આપણા ભારત દેશમાં તો આપણે ગમે ત્યાં કાર ચલાવીને જઈ શકીએ છીએ પરંતુ જ્યારે આપણે વિદેશ જઈએ ત્યારે ત્યાં પણ આપણને કાર ચલાવવાની ઈચ્છા થતી હોય છે પણ લાયસન્સની માથાકૂટને કારણે આવું શક્ય નથી થતું. પરંતુ શું તમે જાણો છો કે અમુક દેશો એવા પણ છે જ્યાં તમે ભારત દેશની જેમ જ કાર ચલાવી શકો છો બસ તેના માટે તમારી પાસે અંગ્રેજી અથવા સ્થાનિક ભાષામાં બનેલું ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે અને તમને ડ્રાઇવિંગ કરતા આવડવું જોઈએ. તો ચાલો આજે એ દેશો વિશે જાણીએ જ્યાં ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સને માન્ય ગણવામાં આવે છે.

ઇંગ્લેન્ડ

image source

ભારત દેશમાં તો તમે ઘણી જગ્યાએ ગાડી ચલાવીને ગયા હશો પરંતુ તમે ઇંગ્લેન્ડ જેવા દેશમાં ડ્રાઇવિંગ કરવા ઇચ્છતા હોય તો તમે તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. ભારતમાં બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ ઇંગ્લેન્ડમાં પણ એક વર્ષ સુધી માન્ય રહે છે જેના કારણે તમે ત્યાં ડ્રાઇવિંગ કરી શકો છો. અહીં તમે વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં ગાડી ચલાવી શકો છો. હા, તમારે અહીંના ટ્રાફિક નિયમોનું પાલન કરવું આવશ્યક છે અને એ કરી શકો તો તમે આરામથી ઇંગ્લેન્ડમાં લોન્ગડ્રાઇવ પર જઈ શકો છો.

જર્મની

image source

આ લિસ્ટમાં વધુ એક દેશ છે જ્યાં તમે ડ્રાઇવિંગનો આનંદ લઈ શકો છો અને તે દેશ છે જર્મની. જો તમારી પાસે ભારતમાં બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તમે આરામથી જર્મનીમાં કાર ચલાવી શકો છો. તમારે એના માટે જર્મની આવીને અહીંની સ્થાનિક આરટીઓનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ તમે જર્મનીમાં ગાડી ચલાવી શકો છો. જર્મનીમાં તમારા લાયસન્સની મુદ્દત છ મહિના સુધી માન્ય રહે છે.

સ્વિત્ઝરલેન્ડ

image source

સ્વિત્ઝરલેન્ડ હરવા ફરવા માટે એક સારી અને લોકપ્રિય જગ્યા ગણવામાં આવે છે. અહીં દેશ અને વિદેશના અનેક પર્યટકો આવતા રહે છે. પરંતુ જો તમે અહીં ગાડી ચલાવવા ઇચ્છતા હોય તો તમે એક વર્ષ સુધી આરામથી ગાડી ચલાવી શકો છો. અને આ માટે પણ ઉપર વાત કરી તેમ તમારી પાસે ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. અને તે માટે અહીંના સ્થાનિક આરટીઓ વિભાગની પરવાનગી લેવાની રહે છે.

નોર્વે અને સિંગાપુર

image source

તમે નોર્વેમાં પણ ગાડી ચલાવી શકો છો. જો કે તેના માટે તમારું ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. આ માટે તમારે નોર્વેની જે તે સ્થાનિક આરટીઓ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે અને તેની સૂચના મુજબ પાલન કરવું પડશે. અહીં તમારા લાયસન્સની મુદ્દત ત્રણ મહિના માટે માન્ય ગણાય છે. એ સિવાય તમે સિંગાપુરમાં પણ એક વર્ષ સુધી ભારતના ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા ગાડી ચલાવી શકો છો અને અહીં પણ તમારું લાયસન્સ અંગ્રેજી ભાષામાં હોવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!