જો તમે પણ શનિવારના દિવસે આ વસ્તુઓ ખરીદતા હોવ તો કરી દેજો બંધ, નહિં તો શનિદેવના પ્રકોપથી પાયમાલ થઇ જશો

મિત્રો, એવી માન્યતા છે કે, અમુક વિશેષ દિવસોએ અમુક વસ્તુઓને ઘરની અંદર ના લાવવી જોઈએ. જો તમે આ દિવસે આવી કોઈ વસ્તુઓ તમારા ઘરે લાવો છો તો પ્રભુ શનિના ક્રોધનો તમારે સામનો કરવો પડી શકે છે. આ વસ્તુઓ ઘરે લાવવાના કારણે તમારે અનેકવિધ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે આ લેખમા જાણી લઈએ કે, આ દિવસે કઈ વસ્તુઓને ઘરે લાવવાની ટાળવી અને તેને ઘરે લાવવાથી આપણે કેવા-કેવા પરિણામ ભોગવવા પડી શકે છે.

image source

શનિવારના રોજ પ્રભુ શનિની પૂજા કરવાની એક પૌરાણિક માન્યતા છે. પ્રભુ શનિની આ દિવસે પૂજા કરવાથી તમારા ભક્તોના સંકટ દૂર થઇ જાય છે. એવુ માનવામા આવે છે કે, આ નિયમોનુ પાલન અને પૂજા તથા વ્રત કરવાથી તમારા પર પ્રભુ શનિની કૃપા બની રહે છે. જો પ્રભુ શનિના ક્રોધથી રક્ષણ મેળવવુ હોય તો આ નીતિ-નિયમોનુ પાલન કરવુ અત્યંત આવશ્યક છે.

image source

એવી માન્યતા છે કે, આ દિવસે જો કોઈપણ અનિષ્ટ વસ્તુઓ ઘરમા આવે તો તેના કારણે પણ પ્રભુ શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જો તમે એવી કોઈ ચીજો આ દિવસે ઘરમા લાવો છો તો તેનાથી ઘરમા ધનની હાનિ થઈ શકે છે. આ સિવાય તમારે દુર્ભાગ્યનો પણ સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે શનિવારના દિવસે કઈ એવી વસ્તુઓ છે, જેને ઘરે લાવવી નહિ.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, શનિવારના દિવસે કાળા કપડા કે કાળા બૂટ જો ઘરે લઈને આવો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે અને તેના ઘરમા આગમનથી શનિદેવ કુપિત થઇ શકે છે. આ કાર્યના લીધે તમને તમારા કાર્યમા અસફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે અને નસીબનો સાથ પણ આપણને મળતો નથી.

image source

આ સિવાય જો તમે શનિવારના દિવસ દરમિયાન નમકની ખરીદી કરો તો તે પણ તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. અમુક માન્યતાઓ મુજબ આ દિવસે નમકની ખરીદી તમને દેવાદાર પણ બનાવી શકે છે અને તે તમને બીમાર પણ કરી શકે છે. આ ઉપરાંત શનિવારનો દિવસ કાળા તલની ખરીદી માટે પણ અશુભ સાબિત થઇ શકે છે. એવી માન્યતા છે કે, આ દિવસે તલની ખરીદી તમારા કાર્યોમા બાધારૂપ સાબિત થઇ શકે છે.

image source

આ દિવસે ઘરે કાતર લઇ આવવી પણ ટાળવી જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે કાતરની ખરીદી તમારા સંબંધો બગાડવા માટે જવાબદાર સાબિત થઇ શકે છે અને તમારે ધનહાની ની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. માટે શક્ય બને તો આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાનુ ટાળવુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ