જો તમે તમારી રાશિ અનુસાર પ્રપોઝ કરશો તો તમને મળશે મોટી સફળતા, જાણો રીત

વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ચૂકી છે. જો તમે પણ આ ખાસ વીકમાં તમારા પાર્ટનરને પ્રેમનો એકરાર કરવા ઈચ્છો છો તો તમે આ રીતે તમારી રાશિ અનુસાર તેમને પ્રપોઝ કરી શકો છો. તેનાથી તમારી ઈમ્પ્રેશન સારી પડશે અને તમને સફળતા પણ મળી રહેશે.

image source

પ્રેમ કરો છો તો તેનો એકરાર પણ ખઆસ અને યાદગાર રીતે કરાય તે જરૂરી છે. તો તમે પણ આ સંયોગ સાથે જાણો કે તમારી રાશિને માટે સોમવાર અને પ્રપોઝ ડેની કેવી અસર રહેશે.

મેષ રાશિ

image source

પ્રપોઝ ડે પર લવ પાર્ટનરથી કંઈ પણ છુપાવો નહીં. દિલની વાત સરળ રીતે પાર્ટનરને કહી દો જો તમને કહેવામાં સંકોચ થતો હોય તો તમે આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનું સ્મરણ કરો. તમારી નર્વસનેસ દૂર થશે અને તમે તમારા પ્રેમનો એકરાર કરી શકશો.

વૃષભ

તમે જેવા છો તેવી જ રીતે તમારા પ્રેમને વ્યક્ત કરો. પ્રેમમાં ઈમાનદારી જરૂરી છે. દિલની વાત દિલમાં ન રાખો કેમકે દિલની વાત કહેવાનો આ સારો અવસર છે. ડરને દૂર કરીને ભગવાન શિવનો અભિષેક કરીને પુષ્પ અર્પિત કરો.

મિથુન

કોઈ પણ પ્રકારની ચિંતા લઈને પાર્ટનર પારેસ પ્રપોઝ કરતી સમયે ન જાઓ, કોઈ પણ ચર્ચામાં ભૂલથી પણ ન ઉતરશો. દિલથી પ્રપોઝ કરો. આ દિવસને સારી રીતે સેલિબ્રેટ કરો.

કર્ક

image source

સુંદર કપડાં પહેરીને તૈયાર થઈને પાર્ટનરને પ્રપોઝ કરો જેથી તમારા બંનેનો દિવસ યાદગાર બની રહે. જેને પ્રપોઝ કરવા જઈ રહ્યા છો તેની ખુશીનો ખ્યાલ રાખો, આ દિવસે ગણેશજીની પૂજા કરો અને મિઠાઈનો ભોગ ધરો. તમને તમારો પ્રેમ અવશ્ય મળશે.

સિંહ

મનને શાંત રાખીને પાર્ટનરને પ્રપોઝ કરો, કોઈની વાતમાં આવીને તમારો દિવસ ખરાબ ન કરો. મંદિરમાં પૂજા કરો અને ભગવાનને ધૂપ કરો. કોઈ પણ પ્રકારનું વ્યસન કરીને પાર્ટનર પાસે ન જાઓ. તમને સફળતા મળશે.

કન્યા

દિવસની શરૂઆત સારી થશે. ભગવાન ગણેશજીના આર્શિવાદ તમારી સાથે છે. તમારું દિલ ખોલીને પાર્ટનરને તમારા મનની વાત રહી જો. તમને સફળતા મળશે, પાર્ટનર પાસે જતાં પહેલાં રસ્તામાં ગાયને ચારો ખવડાવો.

તુલા

image source

જો તમે પાર્ટનરને પ્રપો કરવાથી ગભરાઈ રહ્યા છો તો કૃષ્ણ ભગવાનની પૂજા કરો. સાફ વસ્ત્રો પહેરીને ઘરેથી નીકળો. યાદ રાખો ભૂખ્યા પેટે ન નીકળશો. આ દિવસને પાર્ટનરને વિનમ્રતા સાથે પ્રપોઝ કરો.

વૃશ્વિક

આજનો દિવસ તમારા માટે ખાસ છે. આ દિવસે પાર્ટનરને પ્રપોઝ કરવામાં મોડું ન કરો. આ દિવસે સુંદર ગિફ્ટ લઈને પાર્ટનર પાસે જાઓ. તેમની સાથે ફરવાનો પ્લાન બનાવો અને પ્રપોઝ કરો.

ધન

આ દિવસે ગુસ્સો ન કરો. આ સાથે જ પ્રપોઝ ડેને યાદગાર બનાવી લેવાનું વિચારો, આ સમયે તમે પાર્ટનર સાથે લોન્ગ ડ્રાઈવનો પ્લાન બનાવી શકો છો. અને ખાસ જગ્યાએ જઈને તેમને પ્રપોઝ કરી શકો છો.

મકર

આજના દિવસે તમને સફળતા મળશે. તમે જેમને પ્રેમ કરો છો તેને ખોટા વાયદા ભૂલથી પણ ન કરશો. અન્યની ભાવનાનું ખાસ ધ્યાન રાખો. કોઈ સારી જગ્યાએ ફરવાની સાથે પીળા ફૂલની સાથે પ્રપોઝ કરવું લાભદાયી બનશે.

કુંભ

image source

ભૂલથી પણ પ્રપોઝ કરવામાં ઉતાવળ ન કરશો. આમ કરવાથી બનતી વાત બગડી શકે છે. પ્રપોઝ કરવા જાઓ તો એકલા જ જજો. દિલમાં આત્મવિશ્વાસ રાખજો. ઈમાનદારી સાથે પ્રપોઝ કરશો અને સાથે શાલીનતા દાખવજો તો વાત બની જશે.

મીન

વ્યવહારને થોડો લચીલો રાખો. પ્રેમ કોમળતાની ભાષા સમજે છે. પ્રપોઝ કરવાના સમયે મૂડ સારો રાખો, હિંમત રાખો અને દિલની વાત અચૂક સાંભળો. આ એક સારો અવસર છે. તેનો લાભ લો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ