2021ની શરૂઆતમાં જ કુદરતે બતાવ્યું વિકરાળ સ્વરૂપ, ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતાં તબાહી મચી ગઇ, 200 લોકોના મોતની આશંકા

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જીલ્લામાં ગ્લેશિયર તૂટી જવાથી ભારે તારાજી સર્જાઈ છે. ચમોલી જીલ્લાના રેણી ગામની નજીક ગ્લેશિયર તૂટી પડ્યું છે. પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચવા માટે રવાના કરી દેવામાં આવી છે એમાં આ તારાજીમાં કેટલાક ગ્રામજનોના ઘરો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. આ ગ્લેશિયર ધોલી નદીના કિનારે કિનારે વહી રહ્યું છે. આ ગ્લેશિયરના તૂટી જવાથી તેની સાથે ૨૦૦ વ્યક્તિઓ તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

image source

-ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટી પડવાથી ભારે તારાજી થઈ.

-ચમોલી જીલ્લામાં તૂટ્યું ગ્લેશિયર, બચાવ કામગીરી શરુ કરીદેવામાં આવી.

image source

-ચમોલી જીલ્લાના નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી દેવામાં આવ્યા.

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જીલ્લામાં ગ્લેશિયર તૂટી પડવાથી ભારે તારાજી સર્જાઈ છે. ચમોલી જીલ્લાના રેણી ગામની નજીક ગ્લેશિયર તૂટી પડ્યું છે. પ્રશાસનની ટીમ ઘટના સ્થળે મદદ કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. આ તારાજીમાં ગામમાં રહેતા કેટલાક લોકોના ઘર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. આ ગ્લેશિયર ધોલી નદીના કિનારે કિનારે વહી રહ્યું છે. આ વહેણમાં અંદાજીત ૨૦૦ લોકો તણાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઈટીબીપીના ૨૦૦ કરતા વધારે જવાનો બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. SDRG ની ૧૦ રિમ પણ ઘટના =સ્થળે પહોચી ગઈ છે. હરિદ્વાર, ઋષિકેશ અને શ્રીનગરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

image source

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જીલ્લાના રૈણી ગામની ઉપર વાળી ગલી માંથી ગ્લેશિયર તૂટી પડ્યું છે જેના કારણે અહિયાં પાવર પ્રોજેક્ટ ઋષિગંગાને ભારે નુકસાન થયું છે. આ સાથે જ ધૌલીગંગા ગ્લેશિયરની તારાજીની સાથે તપોવનમાં બૈરાજને પણ ભારે નુકસાન થયાની સુચના મળી રહી છે. પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચવા માટે રવાના થઈ ગઈ છે. હજી પણ સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ થઈ શકી નથી કે, આ તારાજીમાં કેટલું નુકસાન થઈ ગયું છે.

image source

આ ઘટનામાં જાનમાલનું મોટી સંખ્યામાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના સવારના આઠ વાગ્યાથી નવ વાગ્યાની વચ્ચે બની છે. આ ઘટનાને લઈને પ્રશાસન સાવધાન થઈ ગયું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચવાનું શરુ થઈ ગયું છે.

આ ગ્લેશિયર ચમોલી જીલ્લાથી આગળ વધતા ઋષિકેશ સુધી પહોચી ગયું છે. જોશીમઠ, શ્રીનગર સુધી હાઈ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે.

લોકોને સુરક્ષિત સ્થાન પર જવાની અપીલ

ચમોલી જીલ્લાધિકારીએ અધિકારીઓને ધૌલીગંગા નદીના કિનારે વસેલ ગામડાઓમાં રહેતા લોકોને બહાર નીકળવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. જીલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોચવા માટે નીકળી ગયા છે. ચમોલી પોલીસએ લોકોને એલર્ટ કરી દીધા છે.

પોલીસનું કહેવું છે કે, આ સામાન્ય જનમાનસને સૂચિત કરવામાં આવ્યું છે કે, તપોવન રેણી ક્ષેત્રમાં ગ્લેશિયર આવવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ખુબ જ નુકસાન થયું છે. એનાથી નદીનું જળસ્તર સતત વધતું જ જઈ રહ્યું છે, જેના કારણે અલકનંદા નદીના કિનારે રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જલ્દીથી જલ્દી સુરક્ષિત સ્થાનો પર ચાલ્યા જાય.

સીએમએ બચાવ કાર્યના નિર્દેશ આપ્યા.

આ દરમિયાન ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિહ રાવતએ કહ્યું છે કે, ‘ચમોલી જિલ્લાને એક આપત્તિની સુચના મળી છે. જીલ્લા પ્રશાસન, પોલીસ અને આપત્તિ પ્રબંધન વિભાગોને સ્થિતિ માંથી બહાર નીકળવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. કોઇપણ પ્રકારની અફવાહો પર ધ્યાન આપવું નહી. સરકાર તરફથી તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સીએમ દ્વારા સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યો.

સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતએ ટ્વીટ કર્યું છે કે, ‘જો આપ પ્રભાવિત વિસ્તારમાં ફસાઈ ગયા છો તો આપને કોઇપણ પ્રકારની મદદની જરૂરિયાત છે તો કૃપા કરીને આપત્તિ પરિચાલન કેન્દ્ર નંબર ૧૦૭૦ કે પછી ૯૫૫૭૪૪૪૪૮૬ પર સંપર્ક કરો. કૃપા ઘટના વિષે જુના વિડીયોની મદદથી અફવાહો ફેલાવી નહી. હું પોતે ઘટના સ્થળે પહોચવા માટે રવાના થઈ રહ્યો છું- મારી બધાને વિનંતી છે કે, કોઇપણ જુના વિડીયોને શેર કરીને ભયજનક વાતો ફેલાવી નહી. સ્થિતિથી મુક્ત થવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે આપ બધા જ ધીરજ જાળવી રાખો.’

સ્થિતિ પર ગૃહમંત્રાલયની નજર.

image source

ગૃહમંત્રાલય આ પૂરી સ્થિતિને મોનીટર કરી રહ્યું છે. આઈટીબીપી ગૃહમંત્રાલયના સંપર્કમાં છે. આઈટીબીપીના રીઝનલ રિસ્પોન્સ સેન્ટર, ગોચરથી એક મોટી ટીમને રવાના કરવામાં આવી છે. આઈટીબીપીની પર્વતારોહી રીમની સાથે જ તાત્કાલિક બ્રીજ બનાવવામાં માહિર જવાનોને રવાના કરવામાં આવ્યા છે. ૨૦૦ જેટલા જવાનો પહેલા જ જોશીમઠથી રવાના કરી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત