સફેદ વાળને છુપાવવા માટે વાળ પર લગાવો મહેંદી, સાથે જાણો આ વાત

મહેંદી વાળ માટે એક પ્રકારના કંડિશનરનું કામ કરે છે. આ વાળને શાઈની બનાવે છે અને વાળને મજબૂત કરે છે. તે વાળનો ગ્રોથ વધારે છે. મોટાભાગના લોકો સફેદ વાળને છૂપાવવાની કોશિશ કરતા રહે છે. તેમાં જો મહેંદીનો ઉપયોગ કરી લેવામાં આવે તો ફાયદો થાય છે. આ ફક્ત વાળને કલર આપવાનું કામ કરે છે તેવું નથી. તેમાં અનેક ઔષધિય ગુણો હોય છે અને સાથે તેમાં એન્ટી બેક્ટેરિલ ગુણ પણ હોય છે. જે વાળને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે. જો તમે વાળને કલર કરવાની સાથે સાથે લાંબા, મજબૂત, ઘેરા અને મુલાયમ બનાવવા ઇચ્છો છો તો માર્કેટમાં મળતા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે વાળમાં મહેંદી લગાવવાની કોશિશ કરો.

image source

તમારે એ જાણી લેવું જરૂરી છે કે મહેંદી વાળને માટે એક તરફથી કંડીશનરનું કામ કરે છે. આ વાળને શાઈની બનાવે છે અને સાથે વાળને મજબૂત કરે છે. તેમનો ગ્રોથ પણ વધારે છે. વાળ પર તેનું એક લેયર બનાવો અને સાથે જ વાળને તડકા અને પર્યાવરણથી થતા નુકસાનથી પણ બચાવે છે. વાળ ખરતા અટકાવે છે અને આ સિવાય જો તમને વાળમાં ડેન્ડ્રફની સમસ્યા રહે છે તો તેનાથી પણ છૂટકારો મળી શકે છે. જો તમે વાળ પર પહેલી વાર મહેંદી લગાવો છો તો સૌથી પહેલા જાણો કે મહેંદીના મિશ્રણને કેવી રીતે તૈયાર કરવું જોઈએ.

આ રીતે તૈયાર કરો મહેંદીનું મિશ્રણ

image source

મહેંદીનું મિશ્રણ તૈયાર કરવા માટે તમારે ચાના પાણીની જરૂર રહે છે. એક વાસણમાં થોડું પાણી ઉકાળો અને તેમાં 2 ચમચી ચાની પત્તી નાંખો. તેના 2-3 ઉભરા આવવા દો. હવે આ પાણીને ગાળીને તેને હૂંફાળું ગરમ રહેવા દો. તેમાં મહેંદીનો પાવડર મિક્સ કરી લો. તેને વાળ પર લગાવવા જેવું લિક્વિડ બનાવો. લિક્વિડ એવું રાખજો કે વાળ પર લગાવવાથી તેના ટપકાં ન પડે. આ પેસ્ટને ઓછામાં ઓછા 8 કલાક એટલે કે એક રાત પલાળીને રાખો. મહેંદીને વાળમાં લગાવો તે પહેલાં તેમાં એક લીંબુનો રસ અને આમળાનો પાવડર મિક્સ કરી લો.

આ રીતે લગાવો વાળમાં મહેંદી

image source

જે બાઉલમાં મહેંદીને પલાળી છે તેને પેપર પર રાખો. જેથી જે તે જગ્યા પર મહેંદીના ડાઘ ન પડે.

તમારા ખભાને જૂના કપડાંની મદદથી શોલની જેમ લપેટી લો.

હાથમાં મોજા પહેરી લો.

બ્રશની પાછળના ભાગથી કે આંગળીની મદદથી થોડા થઓડા વાળની લટ લો અને તેની પર મહેંદી લગાવતા જાઓ.

જ્યારે બધા વાળમાં મહેંદી લગાવી લો ત્યારે તમે વાળ પર શાવર કેપ પહેરી લો.

image source

અનેક લોકો એક દિવસ આખો મહેંદી વાળમાં લગાવી રાખે છે. આવી ભૂલ ન કરો. 2 કલાક બાદ વાળને સારી રીતે સામાન્ય શએમ્પૂથી ધોઈ લો.

ઉનાળામાં વાળને સફેદ દેખાવવાથી બચવાની સાથે ઠંડક મેળવવા માટે પણ આ ઉપાય કમાલ કરે છે. તો તમે પણ તેને કરી લો ટ્રાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *