સ્માર્ટફોન છે અને ઇન્ટરનેટનો યુઝ કરો છો? તો ફટાફટ વાંચી લો આ ન્યુઝ, નહિં તો…

મોબાઈલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સ્પીડના મામલે ભારતની રેન્કિંગ ફરી ખરાબ સ્થિતિએ પહોંચી ગઈ છે. Ookla ના ડિસેમ્બર 2020 ગ્લોબલ ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ઇન્ડેક્સમાં ભારતને મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં છેક 129 મુ સ્થાન મળ્યું છે જ્યારે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડના મામલે ભારત 65 માં નંબરે છે. નવી ઇન્ડેક્સ લિસ્ટમાં કતાર દેશે લાંબી છલાંગ મારી છે. કતારે ઇન્ટરનેટ સ્પીડના મામલે દક્ષિણ કોરિયા અને સંયુક્ત અરબ અમીરાતને પણ પાછળ છોડી દીધા છે. જ્યારે થાઈલેન્ડએ હોંગકોંગ અને સિંગાપુરને પાછળ મૂકી દીધા છે.

ભારતમાં એવરેજ મોબાઈલ સ્પીડ કેટલી છે ?

image source

ઉકલાના ડિસેમ્બર 2020 ના રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટની એવરેજ ડાઉનલોડ સ્પીડ 4.4 ટકા ઓછી થઈને 12.91 Mbps પર આવી ગઈ છે જે પહેલા એટલે કે નવેમ્બર 2020 માં 13.51 Mbps હતી. જો કે ભારતમાં મોબાઈલ અપલોડીંગ સ્પીડમાં સુધારો જોવા મળ્યો છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં ભારતમાં મોબાઈલ અપલોડીંગ સ્પીડ 1.4 ટકા વધી હતી. નવેમ્બરમાં મોબાઈલ અપલોડીંગ સ્પીડ 4.90 Mbps હતી જે ડિસેમ્બરમાં 4.90 Mbps સુધી પહોંચી હતી.

કતારમાં મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 178.01 Mbps

image source

Speedtest Global Index મુજબ કતારમાં એવરેજ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 178.01 Mbps રહી છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાતમાં એવરેજ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 177.52 Mbps હતી. એવરેજ મોબાઈલ ડાઉનલોડ સ્પીડના મામલે દક્ષિણ કોરિયા 169.03 Mbps સાથે ત્રીજા ક્રમે છે જ્યારે ચીન અને ઓસ્ટ્રેલિયા ત્યારબાદ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને યથાવત છે. આ બન્ને દેશોમાં એવરેજ મોબાઈલ.ડાઉનલોડ સ્પીડ અનુક્રમે 155.89 Mbps અને 112.68 Mbps હતી.

image source

બ્રોડબેન્ડ સ્પીડમાં ભારતનું સ્થાન 65 મું

image source

ગ્લોબલ બ્રોડબેન્ડ સ્પીડ રેન્કિંગમાં ભારત 65 માં નંબર પર છે. ભારતમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની એવરેજ સ્પીડ 53.90 Mbps છે, જ્યારે એવરેજ અપલોડીંગ સ્પીડ 50.75 Mbps રહી છે. નોંધનીય છે કે નવેમ્બરમાં ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડ 52.02 Mbps જ્યારે અપલોડીંગ સ્પીડ 48.57 Mbps હતી. એટલે એક રીતે જોવા જઈએ તો બંને સ્પીડમાં વધારો જોવા મળ્યો છે.

image source

બ્રોડબેન્ડ સ્પીડના મામલે થાઈલેન્ડ આગળ છે. થાઈલેન્ડમાં ડિસેમ્બર 2020 માં બ્રોડબેન્ડની એવરેજ ડાઉનલોડ સ્પીડ 308.35 Mbps રહી જે નવેમ્બરમાં 260.86 Mbps હતી. સિંગાપુર 245.31 Mbps ની સ્પીડ સાથે બીજા નંબરે સ્થિત છે. જો કે હોંગકોંગ ઈન્ટરનેટ મામલે પાછળ રહી ગયું છે. હોંગકોંગ 226.80 Mbps ની એવરેજ સ્પીડ સાથે બીજાથી ત્રીજા નંબરે ઉતર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત