એલોવેરા સાથે આ બે વસ્તુઓનો કરો ઉપયોગ, અને માથામાં આવતી ખંજવાળમાંથી મેળવો રાહત

માથામાં જો ખંજવાળ આવે તો તે સામાન્ય વાત છે. જ્યારે તમારા વાળ સૂકા હોય અથવા તેમાં ખોડો હોય ત્યારે આવી સમસ્યા થઈ શકે છે. આવી સમસ્યા ઘણા લોકોને થતી હોય છે તેના માટે તે અનેક ઉપાયો પણ કરતાં હોય છે પરંતુ તેનાથી આ સમસ્યા દૂર થતી નથી અને તેમાં કેમિકલ હોવાથી વાળને ઘણું નુકશાન થાય છે.

image source

તમને પણ આવી સમસ્યા હોય ત્યારે તમારે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ તેનાથી તમારા વાળમાં ક્યારેય પણ ખંજવાળ નહીં આવે અને તેનાથી તમારા વાળને બીજા પણ ઘણા લાભ થશે. જ્યારે આપના માથામાં ખંજવાળ આવે ત્યારે આપણે બીજા કોઈ કામમાં ધ્યાન નથી આપી શકતા. આપણને માથામાં ખંજવાળ ઘણા કારણો સર આવે છે. તેમાં સૌથી મુખ્ય કારણ હોય છે કે આપના વાળમાં શુષ્કતા વધારે હોવાથે આ સમસ્યા વધતી જાય છે.

image source

તમારા વાળમાં વધારે શુષ્કતા હોય ત્યારે તમે તેની યોગ્ય સારવાર ન કરો તો તમારા માથામાં ખોડા જેવી સમસ્યા થવા લાગે છે અને તેનાથી પણ તમને ઘણી પરેશાની થઈ શકે છે. જ્યારે ખોડો હોય ત્યારે તેની સારવાર ન કરવામાં આવે તો માઈક્રોબિયલ ઇન્ફેક્સન પણ થઈ શકે છે. તેથી તમારે ટાળવાને ક્યારેય પણ સૂકું ન રહેવા દેવું જોઈએ. તેના માટે આજે આપણે કેટલાક ઉપાય જોઈએ તેનાથી તમારા તાલવામાં શુષ્કતા પણ નહીં રહે અને તેની સાથે માથામાં ખંજવાળ પણ નહીં આવે તેનાથી તમને ઘણી રાહત મળશે.

ટી ટ્રી ઓઇલ :

image source

આખું દુનિયામાં આનો ઉપયોગ લોકો સુંદરતા વધારવા માટે કરે છે. તેનાથી આપણની સુંદરતામાં ઘઓ વધારો થાય છે. તેમાં ટરપિન્સ નામનું યૌગિક રહેલું હોય છે. તે એન્ટી બેક્ટેરિયળ, એન્ટી ફંગલ ગુણોથી સમૃદ્ધ હોય છે. તેનો ઉપયોગ કરવાથી આપના વાળના મૂળમાં ભેજ બની રહે છે. તેનાથી તમને ખંજવાળથી રાહત મળી શકે છે. આના માટે તમારે બે ચમચી ટી ટ્રી ઓઇલને એક ચમચી ઓલિવ ઓઇલમાં ભેળવી લેવી અને તેને રૂ અથવા કોટનની મદદ વળે તેને આમાં ડૂબોડી વાળના મૂળમાં લગાવો અને તેને મસાજ કરો આ કરવાથી તમને એક જ સપ્તાહમાં આનાથી રાહત મળશે.

એલોવેરા :

image source

આપણે સૌ જાણીએ જ છીએ કે આમાં ભરપૂર માત્રામાં ઔષધિય ગુણ રહેલા છે. તેનાથી આપણને ઘણી સમસ્યા દૂર કરી શકીએ છે તેનાથી આપના વાળ સુંદર, મજબૂત અને ખોડો જેવી અનેક સમસ્યા દૂર કરે છે. તેના માટે તમારે આના જેલને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને માલીસ કરવી આ પછી તેને ૧૫ મિનિટ રહેવા દેવું અને તે પછી તમારે તેને હળવા શેમ્પુથી ધોઈ લેવું આનાથી તમને રાહત મળશે.

એપલ વિનેગર :

image source

સફરજનનું વિનેગર આપણને ઘણી રીતે ઉપયોગમાં આવી શકે છે તેનાથી માથામાં રહેલી ગંદકી દૂર થાય છે. તેની સાથે વાળને લગતી બધી સમસ્યા અન દૂર થશે. તેના માટે તમારે ૩/૪ કપ પાણી લેવી અને ૧/૪ કપ એપલ વિનેગર ભેળવીને તેને વાળના મૂળમાં લગાવીને તેને મસાજ કરવાથી તમારી આ સમસ્યા માથી તમને હમેશા માટે છૂટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત