જો તમારે આ બધી બીમારીઓને સટાસટ ભગાડવી હોય તો ખાઓ મસાલેદાર ભોજન, જાણો આ માટે શું કરવું પડશે

શિયાળામાં વ્યક્તિ ખાણી પીણીનો વધારે જ ઉપયોગ કરે છે. આ સમયે ભારતની વાત કરીએ તો અહીં હળદર, મરચું, જીરું અને અન્ય ગરમ મસાલા વિના સ્વાદિષ્ટ ભોજનની કલ્પના પણ કરી શકાતી નથી. ભારતમાં અનેક એેવા મસાલા છે જે રોજના ભોજનમાં ઉપયોગમાં લેવાય છે. આ મસાલા ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થ સાથે સંબંધ ધરાવે છે. તે શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. જો સંતુલિત રીતે આ મસાલાનો ઉપયોગ કરાય તો તમે સ્વાદિષ્ટ ભોજનની સાથે ઇમ્યુન સિસ્ટમને પણ સારી રાખી શકો છો. તો જાણો કઈ રીતે આ મસાલા તમને મદદ કરી શકે છે અને તેના શું ફાયદા છે.

લાલ મરચા ખાવાના ફાયદા

image source

મસાલેદાર ખોરાકમાં સૌથી વધારે ઉપયોગ લાલ મરચાનો કરાય છે. તેમાં કૈપસાઈસિન તત્વ વધારે પ્રમાણમાં હોય છે. કૈપસાઈસિન શરીરમાં તાપમાનનો મેળ જાળવી રાખનારી કોશિકાઓના સંપર્કમાં આવે છે અને મગજને ગરમી આરવાની સૂચના આપે છે. આ કૈપસાઈસીન વ્યક્તિને લાંબા સમય સુધી જીવિત રાખવામાં મદદ કરે છે.

image source

એક રિસર્ચમમાં કહેવાયું છે કે જે લોકો અઠવાડિયામાં 4 દિવસ લાલ મરચાનું ભોજન કરે છે તેમને મોતનો ખતરો ઓછો રહે છે. રોજ મરચાંનું સેવન કરનારાની ઉંમર વધારે રહે છે. મરચાના સેવનથી કેન્સર, દિલની બીમારીઓ અને શ્વાસની તકલીફનું જોખમ ઘટે છે.

વધારે મરચાં ખાવાથી થઈ શકે છે નુકસાન

રિસર્ચમાં કહેવાયું છે કે મરચાં ઓબેસીટીની ફરિયાદને દૂર કરે છે. સાથે હાઈ બીપીની તકલીફમાં મદદ કરે છે. જે લોકો વધારે મરચાનું સેવન કરે છે તેમનું મગજ જલ્દી કામ કરતું નથી. સાથે તેમની યાદ શક્તિ ખરાબ થાય છે. રોજ 50 ગ્રામ મરચું ખાનારાને પણ આ ખતરો વધારે રહે છે.

હળદર કરે છે અઢળક ફાયદા

image source

હળદરમાં ક્યોરક્યૂમિન વધારે પ્રમાણમાં મળે છે. તેના નાના અણુ જલન, ચિંતા, દર્દની સાથે અન્ય તકલીફોને દૂર કરે છે. ક્યોરક્યૂમિનમાં કેન્સર જેવી બીમારી સામે લડવાની ક્ષમતા પણ હોય છે. તે પાણીમાં સરળતાથી ઓગળતી નથી. તેને ખાવાથી ફાયદો આખા શરીરને થાય છે.

દવાનો વિકલ્પ નથી મસાલેદાર ખાવાનું

image source

રિસર્ચ કહે છે કે જ્યારે હળદરને મસાલામાં મિક્સ કરાય છે ત્યારે તેના રાસાયણિક ગુણો બદલાઈ જાય છે. હળદર નુકસાન કારક નથી પણ તેને દવાના રૂપમાં ઉપયોગ કરવો નહીં.અન્ય વાત એ પણ છે કે તેને અન્ય મસાલા સાથે વાપરવાથી શરીરને પૂર્ણરૂપથી ફાયદા મળતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત