જીંદગીની આઠ મિનિટ ઘટાડી દેશે આ વસ્તુઓ, કેળા વધારશે ઉંમર.

ઘટતું અપેક્ષિત જીવન અને હાલની લાઇફસ્ટાઇલને જોતા ખાણીપીણીની વસ્તુઓને લઈને ગંભીર રહેવું જરૂરી થઈ ગયું છે. શુ તમે જાણો છો કે બજારમાં મોંઘા ભાવે વેચાતા પીઝા તમારી ઉંમર ઘટાડી રહ્યા ફહે. એક સ્ટડી અનુસાર પીઝાની એક સ્લાઈસ ખાવાથી માણસના જીવનની લગભગ 7- 8 મીનીટ ઘટી શકે છે.

image source

યુનિવર્સિટી ઓફ મિશિગનના એક્સપર્ટે ખાવાની અમુક વસ્તુઓનું કેલ્ક્યુલેશન કાર્બન ફૂટપ્રિન્ટસ અને પોષણના આધારે કર્યું છે ટેલિગ્રાફની એક રિપોર્ટ અનુસાર બદામ ખાવાથી તમારા જીવનના ખાતામાં 26 મિનિટ જોડાઈ શકે છે.

image source

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીનટ બટર અને જેમ સેન્ડવીચ ખાવાથી કોઇ માણસની ઉંમરમાં અડધા કલાકથી વધુ ફાયદો થઈ શકે છે. તો પીઝા સહિત બેકોન અને બર્ગર જેવી વસ્તુઓ માણસની જિંદગીને ટૂંકી કરવાનું કામ કરી રહી છે. એક્સપર્ટ કહે છે કે પીઝા ખાવાથી કોઈ માણસની જિંદગીની લગભગ 10 મિનિટ ખતમ થઈ જાય છે.

image source

જર્નલ નેચર ફૂડમાં પ્રકાશિત આ સ્ટડી સ્વસ્થ અપેક્ષિત જીવન પર આધારિત છે. વૈજ્ઞાનિકોએ લગભગ 6000 કેસમાં જાત જાતના ફૂડ, સ્નેક્સ અને ડ્રિન્કસની ડાયરેકટ અસરને કેલ્ક્યુલેટ કરી છે. સ્ટડીનાં લેખકોએ લખ્યું કે અમે જાણ્યું કે અમેરિકામાં પ્રતિગ્રામ પ્રોસેસ્ડ મીટનું સેવન કરનાર લોકોની એવરેજ ઉંમર 0.45 મિનિટ ઘટી રહી છે.

image source

એ રીતે એક હોટડોગ સેન્ડવીચમાં રહેલા 61 ગ્રામ પ્રોસેસ્ડ મીટ માણસની જીંદગીની 27 મિનિટ ઓછી કરી શકે છે. જ્યારે એમાં રહેલા સોડિયમ અને ટ્રાન્સ ફેટની અત્યાધિક માત્રા એક અલગ ચિંતાનો વિષય છે. એમાં રહેલા પોલીસેચુરેટેડ ફેટ આજે ફાઈબરથી થતા ફાયદાને કેલ્ક્યુલેટ કરી લો તો પણ ફાઈનલ વેલ્યુમાં હોટડોગ આપણી જિંદગીની 36 મિનિટ ઓછી કરી શકે છે.

યુનિવર્સિટીના શોધકર્તાઓએ કહ્યું કે આ સ્ટડી ન ફક્ત લોકોને એક હેલ્થી લાઈફ પ્રત્યે જાગૃત કરશે પણ પર્યાવરણ પર પણ સારી અસર પડશે. શોધકર્તાઓએ દરેક ફૂડને એક ટ્રાફિક લાઈટ રેટિંગ આપી છે, જે જણાવે છે કે આપણે કોઈ ફૂડ ઓછું ખાવું જોઈએ કે વધુ.

image source

પોતાની ઉમદા ન્યુટ્રિશનલ વેલ્યુના કારણે સાલમન ફિશે એમાં ગ્રીન સ્કોર કર્યો છે. રિપોર્ટ અનુસાર સાલમન ફિશ માણસની જીંદગીમાં 16 મિનિટ જોડી શકે છે. જો કે પર્યાવરણ પર અસરને જોતા એને ઓવરઓલ પરફોર્મન્સમાં રેડ સ્કોર કર્યો છે.

સ્ટડીનાં મુખ્ય શોધકર્તા કેટરીના સ્ટાઈલિયાનુએ દાવો કર્યો છે કે પ્લાન્ટ બેઝડ ફૂડનું પરફોર્મન્સ વધુ સારું હોય છે. પ્લાન્ટ બેઝડ ફુડ અને એનિમલ બેઝડ ફૂડ એકબીજા કરતા ઘણા અલગ હોય છે. ઘણા એક્સપર્ટ તો પ્લાન્ટ બેઝડ પ્રોટીનને એનિમલ બેઝડ પ્રોટીનથી વધુ સારું ગણાવ્યું છે.

image source

પહેલા પણ ઘણી સ્ટડીઝમાં એવો દાવો કરવામાં આવી ચુક્યો છે કે પ્રોસેસ્ડ મીટમાં રહેલા તત્વોની ઘણીવાર ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. એમાં રહેલા તત્વો કેમિકલ્સ, કલર અને શરીરને નુકશાન પહોંચાડનાર સ્વીટનર્સ હોઈ શકે છે.

મિશિગન યુનિવર્સિટીના એક ગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે કેળું ખાવાથી માણસની જિંદગીની સાડા તેર મિનિટ વધે છે. તો ટામેટું જિંદગીની સાડા ત્રણ મિનિટ વધારે છે. એવોકેડો ખાવાથી પણ જિંદગીની 2 મિનિટ 8 સેકંડ વધે છે. એક સોફ્ટ ડ્રિન્ક પીવાથી તમારી જિંદગીમાં 12 મિનિટ 4 સેકંડ ઘટી જાય છે.