બચપન કા પ્યાર સોંગથી ફેમસ થયેલ સહદેવ દેખાશે ઇન્ડિયન આઇડલ 12માં, કન્ટેસ્ટન્ટ સાથે કરશે પરફોર્મ

જાને મેરી જાનેમન ગીત ગાનારો છોકરો સહદેવ ડીરડોએ આ ગીતને એ રીતે ગાયું છે કે એ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં આ ગીત બધાના મોઢે ચડી ગયું છે. હવે સહદેવ ડિરડોની લોકપ્રિયતા જોતા ટીવીના જાણીતા સિગિંગ શો ઇન્ડિયન આઇડલના સેટ પર એને બોલાવવામાં આવ્યો છે. હોસ્ટ આદિત્ય નારાયણે એક વિડીયો શેર કર્યો છે. ખબર છે કે સહદેવ ડીરડો વિકેન્ડમાં પવનદીપ રાજન સાથે પરફોર્મ કરવાનો છે. જો કે એના પર કોઈ ઓફિસયલ સ્ટેટમેન્ટ હજી નથી આવ્યું. સહદેવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

image source

આ ફોટામાં સહદેવની સાથે ઇન્ડિયન આઇડલના ક્રુ મેમ્બર દેખાઈ રહ્યા છે. શો દરમિયાન ઇન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણે અનુ મલિક, સોનું કક્કર અને હિમેશ રેશમિયા સાથે મળીને સહદેવનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન આઇડલના સેમિફાઇનલમાં 6 કન્ટેસ્ટન્ટ રહ્યા છે.

image source

આદિત્ય નારાયણે ઇન્ડિયન આઇડલના સેટનો એક વિડીયો કલીપ શેર કર્યો છે વિડીયો શેર કરતા આદિત્ય નારાયણ લખે છે કે બચપન કા પ્યાર ક્યુટિ સહદેવ અને ઇન્ડિયન આઇડલની ટીમની સાથે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

વીડિયોમાં અનુ મલિક, સોનું કક્કર, મોહમ્મદ દાનીશ, અરુણીતા કાંજીવાલા, નિહાર ટાઉરો, શનમુખ પ્રિયા અને સ્યાલી કંબલે દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બચપન કા પ્યાર સોન્ગ વાયરલ થયા પછી રેપર અને સિંગર બાદશાહે સહદેવને પોતાની પાસે બોલાવ્યો અને ગીત રેકોર્ડ કરાવ્યું છે. બાદશાહ જલડો જ સહદેવ સાથે પોતાનું ગીત રિલીઝ કરશે.

image source

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ ઇન્ડિયન આઇડલ શોનો ફિનાલે એપિસોડ પ્રસારિત થશે જેના માટે જજેસનવા ટોપ 3 પસંદ કરવા પડશે. ઇન્ડિયન આઇડલ છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલો શો છે અને દર્શકોની વચ્ચે દર વર્ષે ફેમસ રહે છે. શોને રોચક બનાવવા માટે એમાં ટ્વીસ્ટ પણ નાખવામાં આવે છે. શોમાં સિગિંગ સિવાય ઘણી બધી મસ્તી પણ થાય છે. જેમ જેમ ફિનાલે નજીક આવી રહ્યું છે તેમ તેમ કન્ટેસ્ટન્ટના ધબકારા વધી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

શોમાં પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા, મોહમ્મદ દાનીશ, સાયલી કંબલે, નિહાલ તારો અને શનમુખ પ્રિયા વચ્ચે ટક્કર છે. પવનદીપ અને અરુણીતા શોના સૌથી દમદાર કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહ્યા છે. પણ અંતમાં ઇન્ડિયન આઇડલની ટ્રોફી કોને મળે છે એ તો આવનારો સમય જ જણાવશે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન આઇલ્ડ 12નો ગ્રાન્ડ ફિનાલે 15 ઓગસ્ટે થવાનો છે. ફીનાલે એપિસોડને લઈને ખાસ તૈયારીઓ પણ ચાલી રહી છે.