ભારતીય મૂળની નતાશા પેરી બની વિશ્વનાં સૌથી હોશિયાર વિદ્યાર્થીમાંની એક, 11 વર્ષની પેરીએ પાસ કરી આ પરીક્ષા

ઘણી અઘરી પરીક્ષાઓ પાસ કર્યા પછી ભારતીય-અમેરિકન મૂળની 11 વર્ષની એક છોકરીએ જબરદસ્ત કામ કર્યું છે. આજે તેનું નામ વિશ્વના સૌથી ઇન્ટેલિજન્સ વિદ્યાર્થીઓમાં લેવામાં આવે છે. આ 11 વર્ષની ભારતીય-અમેરિકન છોકરીનું નામ છે નતાશા પેરી. નતશાના એસએટી અને એક્ટ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે યુએસની ટોચની યુનિવર્સિટી દ્વારા વિશ્વનાં તેજસ્વી વિદ્યાર્થીઓમાંની એક તરીકે તેનું નામ લેવામાં આવ્યું છે. નાનકડી નતાશાનાં આજે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે?

image source

મળતી માહિતી મુજબ શૈક્ષણિક મૂલ્યાંકન કસોટી (SAT) અને અમેરિકન કોલેજ પરીક્ષણ (ACT) બંને પ્રમાણિત પરીક્ષણો છે જે ઘણી કોલેજો દ્વારા વિદ્યાર્થીને પ્રવેશ માટે પ્રવેશ આપવો કે નહીં તે નક્કી કરવા માટે વપરાય છે. કેટલાક કિસ્સાઓમાં કંપનીઓ અને બિન-લાભકારી સંસ્થાઓ પણ મેરિટ આધારિત શિષ્યવૃત્તિ આપવા માટે આ સ્કોર્સનો ઉપયોગ કરે છે. તમામ કોલેજના વિદ્યાર્થીઓએ SAT અથવા ACT પરીક્ષા આપવાની રહે છે અને તેમના સ્કોર્સ તેમની સબંધિત યુનિવર્સિટીઓમાં સબમિટ કરવાના રહે છે.

પેરી કઈ શાળામાં અભ્યાસ કરે છે?

image source

ન્યૂ જર્સીની થેલમા એલ સેન્ડમીયર પ્રાથમિક શાળાની વિદ્યાર્થી પેરીને SAT, ACTમાં તેના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવી છે. તે 84 દેશોના 19,000 વિદ્યાર્થીઓમાંથી એક હતી જે 2020-21 ટેલેન્ટ સર્ચ યરમાં સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ (CTY)માં જોડાયા હતા. નતાશા વિશે આજે સૌ કોઈ ચર્ચા કરી રહ્યાં છે અને તેના ટેલેન્ટને વધાવી રહ્યાં છે.

નતાશા પેરી એડવાન્સ સ્ટુડન્ટ્સ સાથે જોડાય:

image source

CTY વિશ્વભરના એડવાન્સ સ્ટુડન્ટ્સને ઓળખવા અને તેમની સાચી શૈક્ષણિક ક્ષમતાનું સ્પષ્ટ દ્રશ્ય શોધવા માટેનું કામ કરે છે. નતાશા પેરીએ સ્પ્રિંગ 2021માં જોન્સ હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આપી હતી. આ ટેસ્ટમાં તે ગ્રેડ 5માં હતી. આ પછી મૌખિક અને માત્રાત્મક વિભાગોમાં પેરીનું એડવાન્સ પરફોર્મન્સ ગ્રેડ 8નું રહ્યું અને તે આ સાથે 90 પર્સન્ટાઇલ પર રહી હતી. પેરીએ કહ્યું કે ડૂડલિંગ અને જે.આર.આર. ટોલ્કિઅનની નોવેલઓ વાંચવી તેના માટે મદદરૂપ થઈ શકે છે.

image source

આ અંગે જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વર્જિનિયા રોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવા માટે રોમાંચિત છીએ. એક વર્ષમાં જે સામાન્ય હતું તે તેમના ભણતરના જુસ્સાને કારણે બદલાઈ ગયું છે. અમે હાઈસ્કૂલ, કોલેજ અને તેનાથી આગળના અભ્યાસના વિદ્વાનો અને નાગરિકો તરીકે તેમને મદદ કરવા આતુર છીએ. જાણવા મળ્યું છે કે આ પરીક્ષા માટે પેરી જ્યારે પાંચમા ધોરણની વિદ્યાર્થીની હતી ત્યારે આ સ્પર્ધામાં જોડાઈ હતી. આ પછી પરીક્ષા 2021ના ઉનાળામાં લેવામાં આવી હતી.