જાણો ન્યુયોર્કની આ મોંઘીદાટ આઈસક્રીમમાં શું હોય છે ખાસ અને ભારતમાં ક્યાં મળે છે આ ડેઝર્ટ

આઈસક્રીમ એવી વસ્તુ છે જેનું ખાસ સ્થાન દરેક ભારતીયના દિલમાં હોય છે. એવું ભાગ્યેજ કોઈ મળે જેને આઈસક્રીમ ન ભાવતું હોય. ભારતમાં તો લોકો આઈસક્રીમ પાછળ એ હદે દિવાના છે કે ઠંડીની ઋતુમાં પણ આઈસક્રીમ ઠુઠવાતા હાથે પણ ખાતા જોવા મળે છે. સામાન્ય રીતે વધારે આઈસક્રીમ ઉનાળામાં ખવાતો હોય છે.

image source

પરંતુ કેટલાક લોકો હોય છે જેને કોઈપણ સમયે, કોઈપણ ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે. આપણે ત્યાં વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ, વિવિધ ફ્લેવર્સ અને કિંમતના મળે છે. પરંતુ આ બધા સામાન્ય આઈસક્રીમ વચ્ચે એક આઈસ્ક્રીમ એવું પણ છે જે તેની કિંમતના કારણે વિશ્વભરમાં ચર્ચામાં છે.

image source

જો તમારે પણ આ આઈસ્ક્રીમનો સ્વાદ લેવો હોય તો તમારે સૌથી પહેલા તો 80,000 જેટલી રકમની વ્યવસ્થા કરવી પડશે. આ વાત સાંભળીને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે પણ આ આઈસક્રીમ પણ અનોખું છે અને તેને ખાવા માટે 1000 ડોલર આપવા પડે છે.

તમને જણાવી દઈએ કે આ આઈસક્રીમ દુનિયાની સૌથી મોંઘી આઈસક્રીમમાંથી એક છે. આ આઈસક્રીમની કીંમત એક કપના 1000 ડોલર છે. આજે તમને જણાવીએ આ આઈસક્રીમની ખાસિયતો વિશે જેના કારણે તે આટલી ઊંચી કિંમતે વેંચાય છે.

image source

આ આઈસક્રીમ મળે છે ન્યૂયોર્ક શહેરમાં. અહીં મળતી આ આઈસક્રીમ દુનિયાની સૌથી મોંઘી આઈસક્રીમમાંથી એક છે. આ આઈસક્રીમને ન્યૂયોર્કની પ્રખ્યાત રેસ્ટોરન્ટ Serendipity 3 માં પીરસવામાં આવે છે. હાલના સમયમાં આ આઈસક્રીમની કિંમત 76,000 જેટલી છે. રેસ્ટોરન્ટમાં આ આઈસક્રીમને જામેલી હોટ ચોકલેટ સાથે સર્વ કરવામાં આવે છે. જો કે આ આઈસક્રીમ મુંબઈમાં પણ હવે મળે છે.

આ આઈસક્રીમને ધ ગોલ્ડન ઓપુલેંસ નામ આપવામાં આવ્યું છે. આ આઈસક્રીમને સૌથી પહેલા રેસ્ટોરન્ટની ગોલ્ડન જ્યુબેલીની ઉજવણી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારથી આ આઈસક્રીમ સતત મીડિયામાં ચર્ચામાં રહે છે. આ આઈસક્રીમને રેગ્યુલર આઈસક્રીમની જેમ ખરીદી શકાતી નથી. આ આઈસક્રીમની મજા માણવી હોય તો તેના માટે 48 કલાક પહેલા બુકીંગ કરાવવું પડે છે.

image source

આ શાહી આઈસક્રીમને સર્વ કરતી વખતે તેમાં 23 કેરેટ સોનાના પાંદડાની જરૂર પડે છે જેને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાં 3 સ્કૂપ્સ વેનિલા આઈસક્રીમ, ટસ્કની અને ઈટલીની અમેડેઈ પોર્નલાના ડાર્ક ચોકલેટનો ઉપયોગ થાય છે. આ આઈસક્રીમ ખાવા માટે 18 કેરેટ સોનાની ચમચી આપવામાં આવે છે.