હજારો સુરંગોથી સજ્જ છે ભારતનો આ કિલ્લો, જાણો કેમ લોકો થઇ જાય છે આ કિલ્લાના નામથી પણ ભયભીત…?

ભારત પ્રાચીન સમયથી રાજાઓ અને રાજકુમારો નો દેશ રહ્યો છે. જેમણે પોતાની ભવ્યતા અને સલામતી દર્શાવવા માટે ઘણા કિલ્લા બનાવ્યા. રાજાઓ અને સુલતાનો દ્વારા બાંધવામાં આવેલા ઘણા કિલ્લાઓ વિવિધ કારણોસર પ્રખ્યાત હતા. આમાંથી ઘણા કિલ્લાઓ એવા છે, જે રહસ્યમય માનવામાં આવે છે અને લોકો હજુ પણ તેમાં પ્રવેશતા ડરે છે. આવો જ એક કિલ્લો બિહારમાં પણ છે, જેના વિશે આજે અમે તમને વિગતવાર જણાવીશું.

image source

આ કિલ્લો બિહારના રોહતાસ જિલ્લામાં છે. તેને ‘શેરગઢ કિલ્લો’ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ કિલ્લો અફઘાન શાસક શેરશાહ સૂરીએ બનાવ્યો હતો. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેને પર્વતની ટોચ કાપીને અંદરથી બનાવવામાં આવ્યો છે. તેમાં સેંકડો સુરંગો અને અંધાર કોટડી જેવી જગ્યાઓ છે, જેના વિશે કહેવામાં આવે છે કે આજ દિન સુધી કોઈ તેમનું રહસ્ય ઉજાગર કરી શક્યું નથી. આ કિલ્લાને લગતી ઘણી રહસ્યમય વાર્તાઓ પણ પ્રચલિત છે.

image source

આ કિલ્લો શેરશાહ સૂરીએ પોતાના દુશ્મનો થી બચવા માટે બનાવ્યો હતો. તે અહીં તેના પરિવાર અને લગભગ દસ હજાર સૈનિકો સાથે રહેતો હતો. અહીં સુરક્ષા થી લઈને તેમના માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી. આ કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે દુશ્મન કોઈપણ દિશામાં દસ કિલોમીટર દૂર હોય તો પણ તે કિલ્લા પર થી સ્પષ્ટ જોઈ શકાય છે.

image source

કૈમુરની ટેકરીઓ પર બનેલા આ કિલ્લાનું બંધારણ અન્ય કિલ્લાઓ થી સાવ અલગ છે. આ કિલ્લો ત્રણ બાજુ એ જંગલો થી ઘેરાયેલો છે, જ્યારે તેની એક બાજુ દુર્ગાવતી નદી વહે છે. આ કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે બહારથી કોઈ તેને જોઈ ન શકે.

image source

આ કિલ્લાનું નિર્માણ ૧૫૪૦ થી ૧૫૪૫ ની વચ્ચે કરવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અહીં સેંકડો ટનલ બનાવવામાં આવી હતી. આ સુરંગોનું રહસ્ય માત્ર શેર શાહ સૂરી અને તેના વિશ્વાસુ સૈનિકો ને જ ખબર હતી. આ ભૂગર્ભ કિલ્લામાં પ્રવેશવા માટે, વ્યક્તિ એ ટનલ માંથી પસાર થવું પડે છે. કહેવાય છે કે જો આ સુરંગો બંધ હશે તો કિલ્લા કોઈ ને દેખાશે નહીં.

image source

શેર શાહ સુરીનું વર્ષ ૧૯૪૫માં અવસાન થયું. એવું કહેવાય છે કે વર્ષ ૧૫૭૬માં મુગલોએ આ કિલ્લા પર હુમલો કર્યો હતો અને ત્યાં રહેતા શેર શાહ સૂરીના સંબંધીઓ અને સેંકડો સૈનિકોની નિર્દયતાથી હત્યા કરીને કિલ્લાને કબજે કર્યો હતો. શેર શાહ નો અમૂલ્ય ખજાનો પણ આ કિલ્લામાં છુપાયેલો છે પરંતુ, આજ સુધી કોઈ તેને શોધી શક્યું નથી.

image source

અહીં સુરંગો અને ભોંયરાઓ નું નેટવર્ક એવી રહસ્યમય રીતે ફેલાયેલું છે, કે લોકો હજી પણ તેમાં પ્રવેશતા ડરતા હોય છે. જેના કારણે આજે પણ આ કિલ્લો લોકોમાં ડરામણો બની રહ્યો છે.