પેટ્રોલના ભાવ વધારાની સામે માર્કેટમાં આવ્યો ઈલેક્ટ્રિક સ્કુટરનો ટ્રેન્ડ, જાણો કઈ 5 કંપનીઓ છે બેસ્ટ

ટીવીએસ, અથેર, બજાજ અને ઓલા જેવી કંપનીઓએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધા છે જે 100 થી 150.કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જ્યારે તેની કિંમતની વાત કરીએ તો આ સ્કુટરો એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધીમાં મળી જાય છે.

image source

દેશમાં હાલના સમયમાં ઇલેક્ટ્રીક મોબિલિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમ આપણે ઉપર વાત કરી તેમ ટીવીએસ, અથેર, બજાજ અને ઓલા જેવી કંપનીઓએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધા છે જે 100 થી 150.કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જ્યારે તેની કિંમતની વાત કરીએ તો આ સ્કુટરો એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધીમાં મળી જાય છે. ત્યારે જો તમે પણ એક સારું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગતા હોય તો આજના આ આર્ટિકલમાં અમે તમને ઉપરોક્ત કંપનીના સ્કુટરો વિશે માહિતી આપવાના છીએ જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

image source

TVS iQube : આ સ્કુટરમાં તમને 4.4 kw ની મોટર મળશે જે 2.25 kWh ની લીથીયમ આયન બેટરી પેકમાંથી પાવર મેળવે છે. એ સિવાય આ સ્કૂટરની રેન્જ વિશે વાત કરીએ તો આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 75 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાકની છે.

image source

Bajaj Chetak : બજાજે પોતાના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કુટરમાં 3 kwh નું બેટરી પેક આપ્યું છે જે 3.8 kw ની બેટરીનો પાવર આપે છે. રેંજની વાત કરીએ તો બજાજનું આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 95 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાકની છે. ફીચર્સની વાત કરીએ તો આ સ્કુટરમાં LED લાઈટ, બ્લુટુથ કનેક્ટિવિટી જેવા શાનદાર ફીચર્સ પણ મળે છે.

image source

Ather 450X : અથેરનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 85 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. કંપનીના દાવા અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 3.3 સેકન્ડમાં જ 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કિંમતની વાત કરીએ તો અથેરના આ સ્કુટરની એક્સ શોરૂમ કિંમત 1 લાખ 32 હજાર રૂપિયા છે.

Hero Optima HX : હીરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ને વેરીએન્ટ HX અને LX માં મળે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 122 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કિંમતની વાત કરીએ તો હીરોના આ સ્કુટરની એક્સ શોરૂમ કિંમત 58,980 રૂપિયા છે.

image source

Okinawa iPraise+ : આ ઇલેક્ટ્રિક સ્કુટરમાં ગ્રાહકને 3.3 લીથીયમ આયન બેટરી પેક મળશે. જ્યારે આ સ્કુટરની રેન્જNઇ વાત કરીએ તો આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 139 કિલોમીટર સુધી ચાલી શકે છે અને આ સ્કુટરમાં તમે 150 કિલોગ્રામ સુધીનો વજન પણ સાથે લઈ જઈ શકો છો.