જાણો વિકી કૌશલ કેવી રીતે આગળ આવ્યો અને તેને કેટલી સમસ્યાનો સામનો કરવો પડ્યો

એક્ટર વિકી કૌશલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેના સ્ટ્રગલ દિવસો વિશે વાત કરી. તેણે ઘણી ફિલ્મમાં માટે ઓડિશન્સ આપ્યા હતા. વિકીએ પાસે કોઈ સેફ્ટી નેટ કે પ્લાન બી નહોતો. એક્ટરે એક જ નોકરી માટે હજારો લોકો સાથે ઓડિશન્સ આપ્યા હતા અને તે હજારો ઓડિશન્સમાં રિજેક્ટ પણ થયો હતો.

ઓડિશન્સના દિવસો યાદ કર્યા

image source

વિકીએ કહ્યું, જ્યારે તમે ઓડિશન્સ આપવાના શરૂ કરો છો ત્યારે તમને ખબર પડે છે તમે કેટલા પાણીમાં છો. કારણકે તમે એક જ નોકરી માટે મહેનત કરી રહેલા હજારો લોકો સાથે કોમ્પિટિશન કરી રહ્યા છો. હજારો લોકો લાઈનમાં ઊભા રહે છે. તમે સારા એક્ટર સાથે ઓડિશન્સ માટે એક જ રૂમમાં બેઠા છો અને તેઓ તમારાથી પણ સારા છે. આ બધા વિચારો થકવી દે છે અને તેનાથી તમારી ઈનસિક્યોરિટી વધે છે. રોજ તમારે ડ્રીમ જોબ માટે મહેનત કરવી પડશે. તમારું પર્ફોમન્સ સારું થશે તો આત્મવિશ્વાસ પણ આપોઆપ વધશે.

વિકી પાસે કોઈ પ્લાન બી નહોતો

image source

એક્ટરે કહ્યું, ઘણા લોકોને ખબર નથી કે, મેં 10 ઓડિશન ક્રેક કર્યા છે પણ હકીકતમાં તો 1000 ઓડિશનમાં નિષ્ફ્ળ રહ્યો. મને 1000 ઓડિશનમાં રિજેક્ટ કર્યો, પરંતુ 10માં સિલેક્ટ થયો એ જ લોકોને દેખાય છે. મને માત્ર 10 અવસર તક મળી અને લોકોને લાગે છે આ મળવું સરળ છે. મારી પાસે કોઈ ઓપ્શન નહોતો…મને ખબર હતી કે મારી પાસે કોઈ સેફ્ટી નથી, જો હું પડીશ તો ડાયરેક્ટ જમીન પર પડીશ. પ્લાન બી ના હોવાથી તમને વધારે શક્તિ મળે છે.

સરદાર ઉધમ સિંહની બાયોપિકમાં વિકી કૌશલ

image source

વિકી કૌશલની લોન્ગ અવેઇટેડ રિવોલ્યુશનરી બાયોપિક ‘ઉધમ સિંહ’ 16 ઓક્ટોબરના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ. ફિલ્મનું ડાયરેક્શન શુજીત સરકારે કર્યું છે. આ ફિલ્મ માટે વિક્કીએ 15થી 18 કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં 19મી સદીનું અમૃતસર અને લંડન ક્રિએટ કરવા માટે દુનિયાના ખૂણેખૂણામાંથી ટેક્નિશિયન હાયર કરવા પડ્યા હતા. તે એટલા માટે કેમ કે ફિલ્મમાં તે સદીની ઈમારતો, ગાડીઓ વગેરે ક્રિએટ કરવાની હતી. ઉધમ સિંહમાં ટેક્નિકલી રીતે ડિટેલિંગમાં કામ થયું. ઈન્ડિયા સિવાય રશિયા, ઈંગ્લેન્ડ, પોલેન્ડ, હંગેરી અને અન્ય દેશોના ટેક્નિશિયનોએ એ સમયની આખી દુનિયા ક્રિએટ કરી હતી.

image source

વિકી કૌશલ ફરી એકવાર આદિત્ય ધરની ફિલ્મ ‘ઈમ્મોર્ટલ અશ્વત્થામા’માં જોવા મળશે. આ સિવાય તે કોમેડી ફિલ્મ ‘મિસ્ટર લેલે’માં પણ કામ કરશે.