એઆર રહેમાનની દીકરી ખાતીજાએ કરી સગાઈ, જાણો કોણ છે એમના મંગેતર

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના બાદશાહ એઆર રહેમાનની પુત્રી ખતિજાએ વર્ષ 2022ની શરૂઆતમાં ચાહકોને એક એવું સરપ્રાઈઝ આપ્યું છે, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એઆર રહેમાનની પુત્રી ખતિજાની સગાઈ થઈ ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપી છે. ખાસ વાત એ છે કે ખતિજાએ તેના જન્મદિવસે એટલે કે 29 ડિસેમ્બરે સગાઈ કરી હતી અને હવે તેણે આ વિશે માહિતી આપી છે. ખતિજાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે તેના સુંદર લુક અને તેના પાર્ટનર વિશે જણાવ્યું છે.

image socure

વાત જાણે એમ છે કે, ખતિજાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરોથી બનેલો એક કોલાજ શેર કર્યો છે, જેમાં એક તરફ ખતિજાની તસવીર છે અને બીજી તરફ તેના મંગેતર રિયાસદ્દીન શેખ મોહમ્મદની તસવીર છે. રિયાસદીન વ્યવસાયે એક ઓડિયો એન્જિનિયર છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે ખાતિજા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંક્યો છે પરંતુ તેનો માસ્ક પણ તેના આઉટફિટ સાથે મેચ થઈ રહ્યો છે. તો કોલાજમાં બીજી તરફ રિયાસદિન શેખ મોહમ્મદનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો લગાવવામાં આવ્યો છે જેમાં એ ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

ખતિજાએ આ તસવીર સાથે એક ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે, જેમાં તેણે પોતાની નવી જર્ની માટે ખુશી વ્યક્ત કરી છે. ખતિજાએ લખ્યું છે કે, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે, ઉદ્યોગસાહસિક અને ઓડિયો એન્જિનિયર રિયાસદ્દીન શેખ મોહમ્મદ સાથે સગાઈની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. મારા જન્મદિવસે 29મી ડિસેમ્બરે સગાઈ થઈ હતી, જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ થયા હતા.’ તો, હવે ચાહકોથી લઈને સેલેબ્સ સુધી બધા જ ખતિજાને અભિનંદન આપી રહ્યા છે.

image soucre

થોડા સમય પહેલા એઆર રહેમાનની પુત્રી ખતિજાને તસ્લીમા નસરીન દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. તેણે ખતિજાના હિજાબ પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે જ્યારે શિક્ષિત લોકો હિજાબ પહેરે છે, ત્યારે તેઓ તે કેવી રીતે કરે છે તે જોઈને ખૂબ જ ગૂંગળામણ થાય છે. જો કે, ખતિજાએ તસ્લીના નસરીનને સચોટ જવાબ આપતાં કહ્યું હતું કે મારાં કપડાં જોઈને તને ગૂંગળામણ થાય છે, તો જાવ અને સ્વચ્છ હવા ખાઓ. મને મારા કપડાંમાં ગૂંગળામણ નથી થતી પણ મને ગર્વ થાય છે