રણવીર સિંહના ગેમ શો ધ બિગ પિક્ચરનો નવો પ્રોમો થયો રિલીઝ, કિસ્મત બદલવાનો મોકો આપી રહ્યા છે એકટર

બોલિવુડના જાણીતા અભિનેતા રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના દમદાર અભિનયના કારણે ખૂબ જ જાણીતા છે. ફેન્સ એમની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે અને એમની આવનારી ફિલ્મોની આતુરતાથી રાહ જોવે છે એવામાં કલર્સ ચેનલ પર એક કવિઝ શો ધ બિગ પિક્ચર શરૂ થવાનો છે જેના દ્વારા રણવીર સિંહ ટીવીની દુનિયામાં પગ મુકવાના છે. હાલમાં જ શોનો નવો પ્રોમો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં રણવીર સિંહ ખેલ વિશે એમના અંદાજમાં લોકોને જણાવી રહ્યા છે. આ વીડિયોમાં રણવીર સિંહ એમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્સનમાં આપ્યું છે કે તમારા સપનાને પહોંચાડવા એમની મંજિલ સુધી, લઈને આવી રહ્યો છું હું તસ્વીરોમાંથી હકીકત બદલનાર કવિઝ શો ધ બિગ પિક્ચર બહુ જલ્દી ફક્ત કલર્સ ટીવી પર.

image source

પ્રોમો જોયા પછી લોકો રણવીર સિંહના કવિઝ શો માટે વધુ એક્સાઇટેડ થઈ ગયા છે. આ પ્રોમોને અત્યાર સુધી ઘણા બધા લોકો જોઈ ચુક્યા છે અને એના પર કમેન્ટ પણ કરી ચુક્યા છે. આ શોને લોકો કલર્સ ચેનલ સિવાય વુટ પર પણ જોઈ શકશે. તો પોતાનું ટીવી ડેબ્યુ વિશે એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે વાત કરતા કહ્યું હતું કે એક એકટર તરીકે મને હંમેશા નવા નવા પ્રયોગ કરવા અને એક્સપલોર કરવાની શોધ રહી છે. ઇન્ડિયન સિનેમાએ મને બધું જ આપ્યું છે, મને લોકોને ઘણો પ્રેમ મળ્યો છે. હવે હું કલર્સ ટીવીના ધ બિગ પિક્ચર સાથે પોતાનું ટીવી ડેબ્યુ દ્વારા લોકોની સાથે અનોખા અંદાજથી જોડાવવા માંગુ છું.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

તમને જણાવી દઈએ કે રણવીર સિંહના ગેમ શો ધ બિગ પિક્ચર અમિતાભ બચ્ચનના કોન બનેગા કરોડપતિની જેમ જ લોકોને પ્રાઇઝ જીતવાનો મોકો આપશે. એમાં કન્ટેસ્ટન્ટને 3 લાઈફલાઈન આપવામાં આવશે જેની મદદથી કન્ટેસ્ટન્ટને ફિલ્મો પર આધારિત 12 સવાલના જવાબ આપવાના હશે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

તો જો રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ જલ્દી જ ફિલ્મ 83માં દેખાવાના છે. આ ફિલ્મમાં એમની સાથે એમની પત્ની અને બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં દેખાવાની છે. ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્ક્સમાં પણ દેખાવાના છે. એ સિવાય એ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં પણ દેખાવાના છે.