સુરતમાં પોલીસને દબંગાઇ ભારે પડી, પોલીસ ઇન્સપેક્ટરને હાથ જોડવા પડ્યા

સુરતમાં બેફામ બનેલા ગુનેગારોની જગ્યાએ ખાખીધારી પોતાનો ખૌફ બતાવવા વિદ્યાર્થીઓ પાસે પહોંચી.. પરંતુ કંઇક થયું એવુ કે ઉમરા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરને બે હાથ જોડીને માંફી માંગવી પડી.. અને મામલો ત્યાંથી ન અટક્યો.. આ કેસની તપાસ જોઇન્ટ પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારીને સોંપાઇ.. આખરે એવુ તો શું થયું..? અને ક્યાં..

વાત છે સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની.. જ્યાં યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગરબાનુ આયોજન એક દિવસ પૂરતુ કરવામાં આવ્યું હતું.. તેના માટે અગાઉથી પરવાનગી પણ લેવામાં આવી હતી.. વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી રહ્યા હતા.. અને તેમના રંગમાં પોલીસે ભંગ પાડ્યો.. એકાએક આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સવાલો કર્યાં.. ક્યાં છે માસ્ક..? ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સીંગ.. અને વિવાદની શરૂઆત થઇ.. વિદ્યાર્થીઓએ પોલીસને સામે પૂછ્યું કે તમે કેમ્પસમાં કોની પરવાનગીથી આવ્યા છો..? બસ ખાખી સામે પૂછાયેલા સવાલથી ખાખીધારીઓ આવેશમાં આવી ગયા.. અને વિદ્યાર્થીઓ પર જોર જુલ્મ કરવા લાગ્યા.. વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો.. અને યુનિવર્સિટીનુ તે મેદાન કે જ્યાં વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા મસ્તીથી ગરબે ઘૂમી રહ્યા હતા.. તે સમરાંગણમાં ફેરવાઇ ગયું.. ખાખીએ પોતાનો પાવર બતાવ્યો.. અને વિદ્યાર્થીઓની અટકાયત કરી.. તો વિદ્યાર્થીઓએ પણ પોલીસનો વિરોધ કર્યો.. અને વાત સુરતના ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી.. હર્ષ સંઘવી પોતે યુવા નેતા હોવાથી વિદ્યાર્થીઓની વાત સાંભળી અને પોલીસ અધિકારીઓને ખખડાવ્યા.. જેથી પોલીસે માફી માંગવાનો વારો આવ્યો.. અને તપાસ JCP કક્ષાના અધિકારીને સોંપાઇ.

પોલીસ સાથે અસભ્ય વર્તનની ચર્ચા

image socure

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.

પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર

image socure

વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

  • · વિદ્યાર્થીઓનાં ટોળાંનો ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી હંગામો
  • · ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતાં પકડેલા વિદ્યાર્થીઓને છોડાયા
  • · મંજૂરી વિના પોલીસ કેમ્પસમાં આવી ન શકે

કુલપતિના આદેશ વિના પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં, જેથી જે-તે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ મથકમાં અરજી આપી છે. > ડો. જયદીપ ચૌધરી, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, VNSGU

ખાખીની દબંગાઇ સામે આજે વિરોધ

image socure

અમે વાત કરવા ગયા તો પોલીસે ગાળો આપી. મને કોલર પકડી પોલીસ મથકમાં લઇ આવ્યા, જ્યાં એબીવીપીના કાર્યકર્તાને લાઠી મારી. પોલીસની દાદાગીરી સામે મંગળવારે વિરોધ કરાશે. > ઇશાન મટ્ટુ, કેમ્પસ અધ્યક્ષ, એબીવીપી

કાર્યવાહી કરવા માગ કરાશે

અમે મંગળવારે યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કર્યું છે. આ સાથે જ કલેક્ટર અને કમિશનરને આવેદન આપી પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરાશે. > હિમાલયસિંહ ઝાલા, ABVP પ્રદેશ મંત્રી અને સુરત વિભાગ સંગઠન મંત્રી

રામધૂન થકી વિરોધ

image soucre

4 વિદ્યાર્થીઓને પોલીસ ઘસડીને ઉમરા પોલીસ લઈ આવતાં વિદ્યાર્થીઓનાં ટોળાંએ પોલીસ સ્ટેશન સામેના રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી.