ડિઝની પ્લસ હોટસ્ટાર વાપરતા યુઝરો ખિસ્સા હળવા કરવા તૈયાર રહે, પ્લાનના વધ્યા ભાવ

હાલ મોટી સંખ્યામાં મોબાઈલ યુઝરો અને ઘણા ખરા ઘરે ટીવી પર કે ટેબ્લેટની સ્માર્ટફોનની સરખામણીએ મોટી સ્ક્રીન પર ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપશ્ન મેળવી HD ક્વોલિટીનું કન્ટેન્ટ જોતા હોય છે.

image source

OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) એ જાહેરાત કરી છે કે નવા સબસ્ક્રીપશ્ન પેક આગામી 1 સપ્ટેમ્બરથી લાઈવ થઈ જશે.

image source

આ સાથે જ કંપનીએ અમુક VIP સબસ્ક્રીપશ્નને પણ બંધ કર્યા છે અને હવે કંપની ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબના પ્લાન્સ પસંદ કરવા માટે ત્રણ વિકલ્પ આપી રહી છે. ઉપર વાત કરી તેમ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) એ જાહેરાત કરી છે કે નવા સબસ્ક્રીપશ્ન પેક આગામી 1.સપ્ટેમ્બરથી લાઈવ થઈ જશે. હવે કંપની તેનો 399 વાળો VIP સબસ્ક્રીપશ્ન પ્લાનને બંધ કરી દીધો છે અને હવે કંપની તેના ગ્રાહકોને ત્રણ નવા પ્લાન પૈકી ગમે તે પ્લાન પસંદ કરવાનો વિકલ્પ આપી રહી છે. આ ત્રણ નવા પ્લાનની કિંમત અનુક્રમે 499 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયા છે.

image source

આ બધા નવા પ્લાન્સ એટલે કે 499 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયા વાળા પ્લાન બધા નવા યુઝર્સ અને હાલના યુઝર્સને લાગુ પડશે. હાલના એ સબસ્ક્રાઇબર કે જેઓ પાસે પહેલાથી જ સબસ્ક્રીપશ્ન છે તેઓને તેમના પ્લાનની સબસ્ક્રીપશ્ન વેલીડીટી પુરી ન થાય ત્યાં સુધી પહેલા મળતી હતી એ જ સેવા યથાવત રહેશે.

499 રૂપિયા વાળો સબસ્ક્રીપશ્ન પ્લાન

સૌથી સસ્તા પ્લાનની વાત કરીએ તો તેના માટે હવે યુઝરને 499 રૂપિયા ખર્ચવા પડશે. જો કે સ્ટ્રીમિંગ ક્વોલિટી HD સુધી સીમિત કરી દેવામાં આવી છે અને કન્ટેન્ટ માત્ર મોબાઈલ ફોન પર જ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે અન્ય એક પ્લેટફોર્મ પણ આ જ રીતે સ્ટ્રીમિંગ પ્લાન ઓફર કરી રહ્યું છે.

899 રૂપિયા વાળો સબસ્ક્રીપશ્ન પ્લાન

image source

899 રૂપિયા વાળો સબસ્ક્રીપશ્ન પ્લાન એ લોકો માટે લોકપ્રિય બની શકે છે જેઓ ટીવી પર ડિઝની પ્લસ હોટસ્ટાર કન્ટેન્ટ સ્ટ્રીમ કરવા ઈચ્છે છે. તેમાં એક સાથે બે ડિવાઇસ પર HD કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પણ કરી શકાય છે. આ બંને ડિવાઇસ ટેબ્લેટ, ટીવી કર મોબાઈલ પૈકી કોઈપણ હોઇ શકે છે.

1499 રૂપિયા વાળો.સબસ્ક્રીપશ્ન પ્લાન

આ પ્રમુખ પ્લાન યુઝરને 4K કન્ટેન્ટ આપે છે અને આ પ્લાન પાછલા પ્લાનની સરખામણીએ એક મોટો અપગ્રેડ હશે. તેમાં યુઝર્સ ચાર ડિવાઇસ પર એક સાથે કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકશે. એક વખત યુઝર્સની સંખ્યા ચારથી વધુ થઈ જવા પર પાછલા લોગીન અકાઉન્ટ પૈકી એક અકાઉન્ટ ઓટોમેટિક રીતે લોગઆઉટ થઈ જશે.