આ દિવસોમા રક્ષાસૂત્ર હાથમાંથી કાઢવુ ગણાય છે અશુભ, વાંચો આ લેખ અને જાણો…

યજ્, પૂજા-પાઠ, શુભ કાર્ય રક્ષાસૂત્ર બાંધ્યા વિના પૂર્ણ થતા નથી. રક્ષાસૂત્ર બાંધવાના ઘણા ફાયદા છે પરંતુ, તેને યોગ્ય રીતે બાંધીને યોગ્ય દિવસે હાથમાંથી છોડવામા આવે તો તે લાભદાયી ગણાય છે. સનાતન ધર્મમા પૂજા દરમિયાન ઘણી વસ્તુઓનો ઉપયોગ ખૂબ મહત્વ ધરાવે છે.

image source

આમાની એક વસ્તુ છે રક્ષાસૂત્ર. ઘણી વખત જ્યારે પૂજા શરૂ થાય છે પંડિતજી આ રક્ષાસૂત્રને યજમાન સાથે જોડે છે. આ સિવાય કેટલાક મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓ માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્ર બાંધવાના ઘણા ફાયદા છે પરંતુ, તેને બાંધતી વખતે અને કાઢતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

image source

રક્ષાસૂત્ર વિવિધ દેવી -દેવતાઓના નામે બાંધીને ભક્તોને મુશ્કેલીઓથી બચાવે છે. આ સિવાય રક્ષાસૂત્ર બાંધવાથી સકારાત્મક ઉર્જા મળે છે.વ્યક્તિનું મન શાંત અને કેન્દ્રિત રહે છે. આ સિવાય વાત, પિત્ત અને કફનું સંતુલન રક્ષાસૂત્ર બાંધીને જાળવવામાં આવે છે. તે ચેતા પર દબાણ લાવે છે જેના કારણે વૃદ્ધ વૈદ્યો હાથ, કમર, ગરદન અને અંગૂઠા પર રક્ષાસૂત્ર બાંધવામા આવતા હતા.

image source

રક્ષાસૂત્ર બાંધતી વખતે તેને ફક્ત ત્રણ વખત લપેટવું જોઈએ. બીજી બાજુ પુરુષો અને અપરિણીત છોકરીઓએ જમણા હાથમાં રક્ષાસૂત્ર પહેરવા જોઈએ. જ્યારે પરણિત મહિલાઓએ તેને ડાબા હાથમાં પહેરવા જોઈએ. રક્ષાસૂત્ર બાંધતી વખતે હંમેશા હાથની મુઠ્ઠી બાંધી રાખો.

image source

પંડિતના મંત્રોચ્ચાર સાથે હાથમા રક્ષાસૂત્ર બંધાય તેવો પ્રયાસ કરવો. જો રક્ષાસૂત્ર બાંધતી વખતે પંડિતની હાજરી ના હોય તો પણ બાંધતી વખતે, ‘યેન બધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલાહ, દશ ત્વમાનુબધનામી રક્ષે મા ચાલ મા ચલ ..’ મંત્ર વાંચો. મંગળવાર અને શનિવાર રક્ષાસૂત્રને હાથમાંથી ઉતારવા માટેના યોગ્ય દિવસો છે. અન્ય કોઇ દિવસે રક્ષાસૂત્ર હાથમાંથી ઉતારવુ અશુભ માનવામાં આવે છે. માટે જો તમે પણ અત્યાર સુધી આ ભૂલ કરતા હતા તો હવે યાદ રાખજો અને ફરીથી આ ભૂલ ના થાય તેવો પ્રયાસ રાખવો.