કરણ કુન્દ્રાએ કહ્યું શમિતા શેટ્ટીને આંટી, શમીતાની માતાએ ખખડાવી નાખ્યો
ટીવીનો સૌથી કોન્ટ્રોવરશિયલ રિયાલિટી શો ‘બિગ બોસ 15’ શરૂ થઈ ગયો છે. આ વખતે શોની થીમ જંગલ છે, જેના કારણે ઘર બે ભાગમાં વહેંચાયેલું છે. એક બાજુ ઘરના સ્પર્ધકો છે જે બહાર જંગલમાં રહે છે અને બીજી બાજુ શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ અને નિશાંત ભટ્ટ છે, જે સીધા જ OTT થી ‘બિગ બોસ 15’ માં આવ્યા છે, જેઓ ઘરની અંદર રહે છે. આવી સ્થિતિમાં પ્રતીક, નિશા અને શમિતા ઘરમાં એક બાજુ થઈ ગયા છે અને અન્ય તમામ સ્પર્ધકો બીજી બાજુ છે. આવી સ્થિતિમાં ઘરમાં ભારે હોબાળો મચી ગયો છે.
વીતેલા એક એપિસોડમાં ઘરમાં થયેલા લડાઈ ઝગડા પછી કરણ કુન્દ્રાએ શમિતા શેટ્ટુને આંટી કહી દીધું હતું એ પછી એમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા. તો હવે કરણ કુન્દ્રાના આ સ્ટેટમેન્ટ પર શમિતા શેટ્ટીના રીએક્સન સામે આવ્યા છે. સુનંદાએ શોના હોસ્ટ સલમાન ખાનને વિકેન્ડ કા વારમાં કરણ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક યુઝરે શમિતા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીનું ટ્વીટ શેર કર્યું છે, જેમાં એમને કરણ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી છે. સુનંદાએ એમના ટ્વીટમાં લખ્યું છે કે કયા એંગલથી શમિતા આંટી દેખાય છે કરણ કુન્દ્રાને? ઇઝ શેમિંગ અને ફિઝિકલ અટેક સહન નહિ કરવામાં આવે. એની આગળ એક્ટ્રેસની માતાએ લખ્યું છે કે અમુક દંડનીય ઉપાયો સાથે આવી વાતો પર અંકુશ લગાવવો જોઈએ. સુનંદા શેટ્ટીએ એમના આ ટ્વીટને સલમાન ખાનને ટેગ કર્યું છે.
આવી રીતે શરૂ થયો સમગ્ર મામલો
એક ટાસ્ક દરમિયાન ઘરમાં જય ભાનુશાલી અને પ્રતિક સહજપાલ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન, બંને વચ્ચેનો મામલો એટલો આગળ વધી ગયો હતો કે પ્રતીકે જયનો કોલર પકડ્યો ત્યારે જયે પ્રતિક સામે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ બધા હંગામો વચ્ચે, કરણ કુંદ્રાને લાગ્યું કે શમિતા શેટ્ટીએ તેને ‘ક્લાસલેસ’ કહ્યો છે, ત્યારબાદ કરણે નિશા ભટ્ટ સાથે વાત કરતી વખતે શમિતા માટે ‘આન્ટી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો
લોકોએ કર્યા હતા ટ્રોલ
જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શમિતા શેટ્ટીની માતા પહેલા કરણ કુન્દ્રાને ઠપકો આપ્યો હતો. એક યુઝરે લખ્યું, હસવું આવે છે કે લોકો વાત પણ સરખી રીતે નથી જાણી શકતા. નિશાંતે ક્લાસલેસ શબ્દનો ઉપયોગ કર્યો, શમિતાએ નહીં. આ સિવાય એક યુઝરે કરણ કુંદ્રાની ઉંમર વિશે પણ વાત કરી હતી.
આ કન્ટેસ્ટન્ટ છે ઘરમાં હાજર
આ વર્ષે બિગ બોસ 15 માં શમિતા શેટ્ટી, નિશાંત ભટ, પ્રતીક સહજપાલ, કરણ કુન્દ્રા, જય ભાનુશાળી, ડોનલ બિષ્ટ, ઉમર રિયાઝ, તેજસ્વી પ્રકાશ, ઈશાન સહગલ, સિમ્બા નાગપાલ, સાહિલ શ્રોફ, અફસાના ખાન, અકાસા સિંહ, મિશા અય્યર, વિધિ પંડ્યા જેવા સ્ટાર્સ સ્પર્ધકો તરીકે જોવા મળી રહ્યા છે.