એસીડીટીની સમસ્યાથી જો તમે પણ છો પરેશાન તો આજથી જ લાવો જીવનશૈલીમા આ છ બદલાવ, વાંચો આ લેખ અને જાણો…

ઘણી વખત ખાધા પછી એસિડિટીની સમસ્યા આપણને પરેશાન કરવા લાગે છે પરંતુ, જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે ખોરાકમાં ફેરફાર કરીને આવું કરી શકો છો. ખરેખર, પેટમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે મસાલેદાર ખોરાક અને બેઠાડુ જીવનશૈલીને કારણે એસિડિટી થઈ શકે છે. આ માટે ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

એસિડિટીથી છુટકારો મેળવવા માટે તમારા પાચનતંત્ર ને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ એસિડિટીથી પરેશાન છો તો તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને તેનાથી રાહત મેળવી શકો છો. તો ચાલો જાણીએ એસિડિટી થી છુટકારો મેળવવાના ઉપાયો શું છે.

ઓછી માત્રામાં ખાઓ :

જ્યારે તમે વધુ પડતું ખાઓ છો, ત્યારે સ્ફિન્ક્ટર પર વધુ દબાણ હોય છે અને પાચનતંત્રમાં તણાવ વધતાં એસિડ ખોરાકતંત્રમાં ઉપર ની તરફ વહેવા લાગે છે. તેનાથી એસિડિટી ની સમસ્યા થાય છે. એક સાથે વધારે ન ખાવું પણ થોડું ખાવું.

કેફીનનુ કરો સેવન ઓછુ :

image source

જો તમે વધારે પડતી કોફી કે ચા વગેરે પીતા હો તો તમારું સેવન ઓછું કરો. આમ કરવાથી એસિડ રિફ્લક્સ ઘટાડવામાં મદદ મળે છે. હકીકતમાં, જ્યારે તમે કોફી પીવો છો, ત્યારે તમારા પેટમાં વધુ એસિડ બનવા લાગે છે, અને તે તમારા અન્નનળીમાં ફરી વહી શકે છે. કોફીમાં હાજર કેફીન તમારા એસોફેગિયલ સ્ફિન્ટરની કામગીરીને વિક્ષેપિત કરે છે.

સુપાચ્ય ખોરાકનુ કરો સેવન :

જો તમે પચવાલાયક ખોરાક એટલે કે સરળતાથી પચાવી શકાય તેવા ખોરાક નું સેવન કરો છો. પરંતુ જો તમે ગરમ ખોરાક ખાઓ છો, તો તેઓ તમારા એસિડ રિફ્લક્સ ને તીક્ષ્ણ કરી શકે છે. આનાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે.

એલચીનુ કરો સેવન :

image source

એલચીનું સેવન કરો તો એસિડિટી ઉત્પન્ન થતી નથી. જ્યારે પણ તમને એસિડિટી અથવા પેટમાં બળતરા જેવું લાગે ત્યારે બે ઇલાયચી ચાવી લો. આ ઘરેલુ ઉપાય તમને એસિડિટી થી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

તુલસીના પાંદડાનુ કરો સેવન :

તુલસીનું પાન એસિડિટી દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે. તે માત્ર એસિડિટી ને જ દૂર નથી કરતા પરંતુ તે માનસિક અને ઘણા શારીરિક રોગો ને પણ દૂર રાખે છે. એસિડિટી થી બચવા માટે તમે તેના બનાવેલા અર્કને ગરમ પણ પી શકો છો.

ફુદીનાનો કરો ઉપયોગ :

image source

ફુદીના ને પાચન ની સમસ્યાઓ માટે હંમેશાં ફાયદાકારક માનવામાં આવે છે. આ કિસ્સામાં, જ્યારે પણ તમે મસાલેદાર ખોરાક ખાઓ છો ત્યારે એસિડિટીથી બચવા માટે ફુદીનાના પાંદડા ચાવી લો. તમે લીંબુ પાણી સાથે ફુદીના ને પીસીને તેમાં મીઠું નાખી પી શકો છો, તેનાથી તમને રાહત મળશે.