સુરત પોલીસે કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતા જ મામલો બિચક્યો, સર્જાયા મારામારીના દ્રશ્યો

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને સુરત અને અમદાવાદની સ્થિતિ ઘણી ખરાબ છે. તો બીજી તરફ આટલી સ્થિતિ ખરાબ હોવા છતા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની તકેદારી રાખતા નથી. સામાન્ય લોકો તો ઠીક આપણે ચૂંટણી દરમિયાન જોયું રાજકીય પાર્ટીઓ પણ મોટા મોટા મેળાવડા કરી કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી.

image source

વાત કરીએ સુરતની તો હાલમાં સુરતમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપિલ કરી રહ્યા છે. જો કે આ વચ્ચે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવ પણ બની રહ્યા છે. આવી એક ઘટના સામે આવી છે સુરતના કતારગામ ખાતે. જ્યાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સામે આવ્યા હતાં. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કિન્નરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા તેથી પોલીસે તેમને અટકાવી માસ્ક પહેરવાનું કહેતાં મામલો બિચક્યો હતો. ત્યાર બાદ ગુસ્સે થયેલા કિન્નરોએ જાહેરમાં વસ્ત્રો ઉતારી પોલીસને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી અને ત્યાર બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. વાત બહુ આગળ વધતા કતારગામ ચેકપોસ્ટ પોલીસના મોટા અધિકારીઓ સહિતનો કાફલો પહોંચી ગયો હતો અને મામલાને શાંત પાડવાની કોશીશ કરી હતી.

image source

આ અંહે મળતી માહિતી પ્રમાણે નાઈટ કર્ફ્યૂ દરમિયાન સુરતના અમરોલી વિસ્તારમાંથી આવી રહેલા કિન્નરોને માસ્ક પહેરવાની સાથે પોલીસે કતારગામ ચેકપોસ્ટ પરથી પરત જવા કહ્યું હતું. જોકે આ કિન્નરોએ પોલીસની વાતને ગંભીરતાથી લીધી નહોતી અને દાદાગીરી કરવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ આ કિન્નરોએ તમામ હદ પાર કરી નાખી હતી અને તેઓ પોલીસ સામે નગ્ન થઈ ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. હાલમાં આ કિન્નરોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે.

image source

નોંધનિય છે કે, આ મહામારીમાં કિન્નર હોય કે અન્ય કોઈ માણસ હોય સરકાર દ્વારા કોરોના અંગે બનાવવામાં આવેલા નિયમો તમામ લોકો માટે સરખા હોય ત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના વર્તનની ટીકા થઈ રહી છે. તો બીજી તરફ કિન્નરોનો એક વર્ગ એવો પણ છે જે સમાજમાં સન્માનનું સ્થાન ધરાવે છે, પરંતુ આવાં કેટલાંક તત્ત્વોને કારણે તેમની પણ બદનામી થઈ છે. તો બીજી તચરફ કિન્નરોની આ દાદાગીરી સામે પોલીસે પણ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મારામારી કરવાના ગુન્હામાં કતારગામ પોલીસે 4 જેટલા કિન્નરો સાથે ફરિયાદ નોંધી છે. જો કે અત્રે ઈચ્છનિય છે કે લોકો આ મહામારીમાં કાયદાનું પાલન કરી પોતાને સુરક્ષિત રાખે અને બીજાને પણ સંક્રમણથી બચાવે તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!