માર્કેટમાં મળતા તૈયાર કેરીના રસનું સેવન કરતા પહેલા ચેતી જજો, અમદાવાદ શહેરમાં કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવ્યું…

જો આપ માર્કેટમાં મળતા ડબ્બાબંધ કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો આપે સાવધાન થઈ જવું જોઈએ. કન્ઝ્યુમર એજ્યુકેશન
રીસર્ચ સેન્ટર તરફથી કરવામાં આવેલ એક રિસર્ચમાં આશ્ચર્યજનક હકીકત સામે આવી છે કે, કેરીના રસમાં ઉચ્ચ સ્તરના
પોષકતત્વો અને ખાંડ જ મળી આવ્યા છે. જે આપને બીમાર કરી શકે છે. માર્કેટમાં વેચાતા કેરીના રસનો સ્વાદમાં જેટલો ટેસ્ટી
હોય છે એટલો જ હાનિકારક પણ હોય છે. જો આપ માર્કેટમાં મળતા પ્રસિદ્ધ બ્રાંડનો કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો આપે
સાવચેત રહેવાની જરૂરિયાત છે.

image source

એક દિવસમાં માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ ખાંડની આવશ્યકતા હોય છે પણ….

મનુષ્યના શરીરને એક દિવસ દરમિયાન માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ ખાંડની આવશ્યકતા હોય છે. પરંતુ માર્કેટમાં અવેલેબલ કેરીના
રસમાં વધારે પ્રમાણમાં ફૂડ કલર અને ખાંડ નાખવામાં આવે છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

image source

સીઆઈઆરસીના મુખ્ય મહાપ્રબંધક આનંદિતા મહેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની કંપની દ્વારા ૧૦ કરતા વધારે
બ્રાન્ડ્સના કેરીના રસ પર રીસર્ચ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના સેમ્પલ હાનિકારક મળી આવ્યા છે.

મોટાભાગના કેરીના રસમાં પ્રતિ ૧૦૦ml રસમાં ૨૦ ગ્રામ કરતા વધારે ખાંડ નાખવામાં આવે છે.

image source

રીસર્ચ કરતા જાણવા મળ્યું છે કે, આપ માર્કેટમાં ઉપલબ્ધ તૈયાર કેરીના રસનું સેવન કરો છો તો આ આપના માટે હાનિકારક
સાબિત થાય છે. મોટાભાગના રસમાં પ્રતિ ૧૦૦ml રસમાં ૨૦ ગ્રામ કરતા વધારે ખાંડ ઉમેરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં
માર્કેટમાં મળી રહેલ ડબ્બાબંધ કેરીનો રસ આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, માર્કેટમાં મળતા
તૈયાર કેરીના રસમાં ડાઈ બેઝ કલર્સ ડેટાજીન, સનસેટ યેલો સહિત ખરાબ પાણી વધારે પ્રમાણમાં મળી આવ્યું છે. આ તમામ
વસ્તુઓની આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવામાં લોકો પર એની વધારે અસર પડે છે જેના લીધે અસ્થમા અને
ડાયાબીટીસ પણ થઈ શકે છે.

કાર્બાઈડની મદદથી પકવવામાં આવેલ કેરી સામાન્ય રીતે ચમકદાર હોય છે.

image source

એટલું જ નહી, માર્કેટમાં મળતી કેરીની ક્વોલીટી વિષે પણ રીસર્ચ કરવામાં આવી છે. તેના વિષે રીસર્ચ કરવામાં આવી છે કે,
સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બાઈડ અને કુદરતી રીતે પાકી ગયેલ કેરીને કેવી રીતે ઓળખ કરી શકાય. સીઆઈઆરસીના જણાવ્યા
મુજબ, પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઈડની મદદથી પકવવામાં આવેલ કેરી સાધારણ રીતે ચમકદાર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *