3 ઇડિયટ્સના આ સીનના કારણે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો આ અભિનેતા, પોતાના શબ્દોમાં કહેલી આ વાત જાણીને તમારો પણ છૂટી જશે પરસેવો

બોલિવુડ ફિલ્મોમાં કામ કરનાર કલાકાર પોતાના પાત્રને અમુક સમય સુધી જીવે છે એટલે ઘણીવાર એવું થાય છે કે એ પોતાના પાત્રોમાં રંગાઈ જાય છે. રણવીર સિંહ, આમિર ખાન જવા ઘણા એવા કલાકારો છે જે પોતાના રોલ્સને લઈને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે . તો ઘણીવાર એવું થાય છે કે અમુક પાત્રોની એ કલાકારો પર ઊંડી અસર પડે છે. હાલમાં જ ફિલ્મ અને વેબ સિરિઝના જાણીતા અભિનેતા અલી ફઝલે લન ખુલાસો કર્યો કે ફિલ્મ 3 ઇડિયટ્સમાં પોતાના પાત્રને કારણે એ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

image source

વાત જાણે એમ છે કે અલી ફઝલે ફિલ્મ 3 ઇડિયટ્સથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જો કે ફિલ્મમાં એમની ખૂબ જ નાનો રોલ હતો. પણ લોકોને એ રોલ ઘણો પસંદ આવ્યો હતો. આમિર ખાન, આર માધવન, શરમન જોશી, કરીના કપૂરની આ ફિલ્મમાં અલીએ જોય લોબો નામના એક એન્જીનીયરિંગ સ્ટુડન્ટની રોલ કર્યો હતો જેનાથી એક્ઝામની ડેડલાઈન મિસ થઈ જાય છે અને એનાથી એ ડિપ્રેશનમાં જતો રહે છે એ વાતથી એ હદે એ નિરાશ થઈ જાય છે કે આત્મહત્યાનું પગલું ભરી લે છે. અલી ફઝલે જણાવ્યું કે આ સીન પછી એ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા

image source

અલી ફઝલ એ સમયે કોલેજના સેકન્ડ યરમાં હતા. અલીએ કહ્યું કે જાણો છો શુ થયું હતું? અચાનક એવી ખબર આવવા લાગી હતી કોલેજના સ્ટુડન્ટ પોતાની જાતને ઇજા પહોંચાડવા લાગ્યા છે. મારી પાસે ન્યૂઝ ચેનલમાંથી ફોન આવવા લાગ્યા કે તમે એવો રોલ કર્યો છે હવે લોકો એવું જ કરી રહ્યા છે. હું એ સમયે ખૂબ જ ભાંગી પડ્યો હતો. મારી અંદર બેચેની થઈ ગઈ હતી. આ વાતોની એ અસર થઈ કે અલીને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે ડૉક્ટરોનો સહારો લેવો પડ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે 3 ઇડિયટ્સ બોક્સ ઓફીસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. રાજકુમાર હીરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં બધા જ કલાકારોનું કામ દર્શકોને ખૂબ જ ગમ્યું હતું. આ ફિલ્મ ચેતન ભગતના પુસ્તક પર આધારિત હતી. આ ફિલ્મને લોકોનો ખૂબ જ પ્રેમ તો મળ્યો જ સાથે જ એના પાત્રો રાજુ, ફરહાન, રેંચો, વાયરસ અને સાઇલેન્સર ઘણા જ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મ પછી અલી ફઝલે બોબી જાસૂસ, ફૂંકરે, હેપ્પી ભાગ જાયેગી જેવી ઘણી ફિલ્મો કરી હતી.

image source

અલી ફઝલને એમની વેબ સિરીઝ મિર્જાપુર માટે ઘણા જ પસંદ કરવામા આવ્યા હતા. એમને ગુડડુ ભૈયાનો રોલ કર્યો હતો જે કાલીન ભૈયા અને મુન્ના ત્રિપાઠી સાથે પોતાના ભાઈની મોતનો બદલો લે છે અલી ફઝલનું કામ લોકોને ખૂબ જ ગમ્યું હતું.

image source

અલી ફઝલ પોતાના કામની સાથે સાથે રિચા ચઢ્ઢા સાથેના અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. અલી અને રિચાએ ફિલ્મ ફૂંકરેમાં સાથે કામ કર્યું હતું. એ છેલ્લા કેટલાય સમયથી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે પણ લોકડાઉનના કારણે એમના લગ્ન નથી થઈ શક્યા. એવામાં બન્ને જેમ બને એમ જલ્દી લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યા છે જેથી એ ધૂમધામથી લગ્ન કરી શકે.