આવી રીતે શરૂ થઈ ટીવીના રામ સીતા એટલે કે ફેમસ કપલ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની લવસ્ટોરી, આજે પણ છે એટલા જ રોમેન્ટિક

ટીવીના ફેમસ કપલ ગુરમીત ચૌધરી અને દેબીનાની લવસ્ટોરી એમની જેમ જ ખાસ છે. નામ, પૈસા, ખુશીઓ… બહુ ઓછા લોકોને આ બધી વસ્તુઓ એકસાથે મળી જાય છે પણ દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી એ ભાગ્યશાળી લોકોમાંથી એક છે, જેમને જિંદગીએ દિલ ખોલીને ખુશીઓ અને પ્રેમ આપ્યો. એમની સફળતાની ચર્ચા કરતી વખતે એ જણાવવું જરૂરી છે કે એ ત્યારે જ શક્ય બન્યું જ્યારે દેબીના અને ગુરમિતે ન ફક્ત એકબીજાનો હાથ પકડ્યો પણ એકબીજાની સ્પોર્ટ સિસ્ટમ બનીને રહ્યા. દેબીના અને ગુરમીત ચૌધરી એ રોમેન્ટિક કપલ્સમાંથી એક છે જે એ સારી રીતે જાણે છે કે બીઝી લાઈફમાં પણ રોમેન્ટિક કઈ રીતે રહી શકાય.

આવી રીતે શરૂ થઈ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની લવસ્ટોરી.

image source

દેબીના- ગુરમીત મારી ફ્રેન્ડના બોયફ્રેન્ડના મિત્ર હતા અને એમના મિત્ર સાથે ઘણીવાર અમારા ઘરે આવતા હતા. પછી મારી ફ્રેન્ડ અને એનો બોયફ્રેન્ડ એમની રોમેન્ટિક વાતોમાં બીઝી થઈ જતા હતા અને અમે બન્ને એકલા પડી જતા. એવામાં અમારી પાસે એકબીજા સાથે વાત કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. દેબીના હસતા હસતા કહે છે કે મજાની વાત એ છે કે એ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું અને અમારા લગ્ન થઈ ગયા.

ગુરમીત- દેબીનાના આવતા જ મારી લાઈફમાં એક સારી મિત્ર આવી જેને હું મારા મનની દરેક વાત કહી શકું છું. દેબીના સાથે મુલાકાત થઈ એના એક મહિના પછી જ હું એને દિલ આપી બેઠો. હું દેબીના વગર જીવી નહીં શકું એ વાતનો અહેસાસ મને એ જ સમયે થઈ ગયો હતો. પછી ખૂબ જ જલ્દી અમે લગ્નનો નિર્ણય કરી લીધો.

ખૂબ જ સારી અન્ડરસ્ટેન્ડિંગ છે ગુરમીત અને દેબીનાની વચ્ચે.

image source

દેબીના- ન હું ગુરમીત વગર એક પગલું ચાલી શકું છે અને ન ગુરમીત મારા વગર. અમે દરેક કામમાં એકબીજાની સલાહ લઈએ છીએ.

એક્ટિંગની બાબતમાં પણ અમે એકબીજાના કામને એક ક્રિટીકની જેમ જોઈએ છે અને પોતાનું મંતવ્ય આપીએ છીએ.

ગુરમીત- દેબીના ખૂબ જ સમજદાર છે, દરેક પરિસ્થિતિને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી લે છે. સફળ લગ્નજીવન માટે પતિ પત્ની વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. અમે લકી છે કે અમારી વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ છે.

એક્સ્ટ્રીમ કપલ છે ગુરમીત અને દેબીના.

દેબીના- ગુરમીતનું દરેક કામ એક્સ્ટ્રીમ હોય છે. પહેલા મને આ બધું સાચું નહોતું લાગતું પણ આજે એમની સફળતા જોઈને લાગે છે કે એક્સ્ટ્રીમ વગર એ શક્ય નહોતું. બેલેન્સ કરવા માટે હું છું ને, પણ એક્સ્ટ્રીમ વગર સક્સેસ નથી મળી શકતી. ગુરમીત જ્યારે ઝલક દિખલા જા કરી રહ્યા હતા તો ઘણીવાર સવારે પાંચ વાગ્યા સુધી રિહર્સલ કરતા હતા, ઘરે આવીને ફક્ત 10 મિનિટ સુતા હતા અને ફરી નાહી ધોઈને પુનરવિવાહ સીરિયલના શૂટિંગ માટે જતા રહેતા હતા.

image source

ગુરમીત- હું જે પણ કરું છું એમાં જીવ રેડી દઉં છું પછી એ એક્ટિંગ હોય કે ડે ટુ ડેના અન્ય કામ. હું સંપૂર્ણ વફાદારીથી વર્કઆઉટ કરું છું, ડાયટ ફોલો કરું છું અને જે દિવસે આળસ કરું છું, તો એને પણ પુરી ઈમાનદારીથી કરું છું. એ દિવસે હું કોઈ કામ નથી કરતો, વર્કઆઉટ નથી કરતો. મારુ દરેક કામ આવું જ હોય છે.

આવું છે ગુરમીત અને દેબીનાનું ટાઈમ મેનેજમેન્ટ.

દેબીના- અમારા બન્નેનું સિડયૂલ બીઝી રહે છે એટલે અમે એકબીજા સાથે સમય પસાર કરવાનો કોઈ મોકો નથી જવા દેતા, જેમ કે ફ્રી ટાઈમમાં મારે જો પાર્લર જવાનું છે પણ ગુરમીત ઘરે છે તો હું પાર્લરમાં નથી જતી. એ ટાઈમ હું ગુરમીતને આપું છું.

ગુરમીત- ઘણીવાર એવું પણ થાય છે કે અમે બન્ને શિફ્ટસમાં કામ કરતા હોય અને ઘણા દિવસ સુફહી સાથે સમય પસાર નથી કરી શકતા. કામના કારણે લાંબી રજા નથી મળી શકતી. એવામાં 2 3 દિવસનો સમય મળે તો એને ટ્રાવેલિંગમાં બરબાદ કરવાને બદલે અમે શહેરના જ કોઈ સારા હોટલમાં રમ બુક કરીને ત્યાં અમારું હોલીડે એન્જોય કરીએ છીએ.

આવું છે ગુરમીત અને દેબીનાનું ઘર.

image source

દેબીના- અમે બન્નેએ અમારા ઘરને ખૂબ જ પ્રેમથી સજાવ્યું છે. ઘરની દરેક વસ્તુ અમે ખૂબ જ શોખથી ખરીદી છે. અમારી પાસે એક ડોગ પણ છે એટલે ઘરનું ઇન્ટિરિયર કરાવતી વખતે અમે એની સહુલિયતનું પણ ધ્યાન રાખ્યું. અમને વ્હાઇટ કલર અને જ્યોમેટ્રિક ડિઝાઇનનું મોર્ડન ડેકોર ગમે છે, બહુ ડાર્ક, હેવી, ફંકી ડેકોર અમને નથી ગમતું.

ગુરમીત- અમને બન્નેને ઘરમાં વ્હાઇટ કલર ગમે છે. એનાથી ઘે સાફ અને મોટું લાગે છે. ઘરે આવીએ તો એક અલગ જ સુકુન મળે છે એટલે તમને અમારા ઘરમાં મોટાભાગે વ્હાઇટ કલર જ દેખાશે.

આવી રીતે મનાવે છે ગુરમીત અને દેબીના દરેક તહેવાર.

દેબીના- અમે તહેવાર સાથે મનાવીએ છીએ. અમે દર વર્ષે દોઢ દીવાના ગણપતિ ઘરે લાવીએ છીએ. એ માટે અમે પહેલેથી રજા લઈ લઈએ છીએ અને સારી રીતે તૈયાર થઈને મિત્રોને ઘરે બોલાવીએ છીએ. આ બધું કરવું અમને ગમે છે.

image source

ગુરમીત- હું આર્મી બેકગ્રાઉન્ડથી છું અને આર્મીમાં દરેક તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે એટલે હું પણ દરેક તહેવાર ધૂમધામથી મનાવું છું. મારી અસર હવે દેબીના પર પણ પડી છે, એ પણ એવું જ કરે છે. દેબીના અને મારા પ્રયત્ન હોય છે કે તહેવારના સમયે અમે શહેરમાં જ રહીએ. તહેવારના સમયે અમે મિત્રોને ઘરે બોલાવીએ છીએ, એ જ અવસર હોય છે જ્યારે અમે અમારી ફેમીલી અને ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરી શકીએ છીએ.

હંમેશા એકબીજાની સાથે રહેવા માંગે છે ગુરમીત અને દેબીના

દેબીના- અમે કરિયરમાં કેટલી સફળતા મેળવી, પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલી લકઝરી અપનાવી, એ બધું અમારા માટે સેકેન્ડરી વસ્તુઓ છે. પ્રોફેશનલ અચિવમેન્ટસથી વધુ જરૂરી અમારો સાથ છે, અમે સાથે છે અને ખુશ છે, એ અમારા માટે સૌથી મોટું અચિવમેન્ટ છે.

ગુરમીત- મારો પરિવાર જ મારા માટે બધું છે એટલે પરિવારમાં કોઈને કંઈપણ થઈ જાય તો હું સહન નથી કરી શકતો. મારો પરિવાર જ મારી તાકાત પણ છે અને મારી એનર્જી પણ.

આ છે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીનો સ્ટાઇલ મંત્ર.

દેબીના- હું મારા મૂડ અને મોકાના હિસાબે કપડાં પહેરુ છું. તહેવાર કે કઈ ખાસ અવસર પર તૈયાર થવું મને ગમે છે.

image source

ગુરમીત- હું દર 2 3 મહિને મારો લુક બદલતો રહું છું. મને એક જ પ્રકારની બોરિંગ લુક નથી ગમતો. મારી પાસે વોચ, પરફ્યુમ અને સનગ્લાસેસનું સારું એવું કલેક્શન છે અને આ બધું મને મારા ફેન્સે આપ્યું છે. હું ખૂબ જ નસીબદાર છું કે મને દર્શકોનો આટલો પ્રેમ મળ્યો.

આ છે ગુરમીત અને દેબીનાનો કરિયર ગ્રાફ.

ગુરમીત ચૌધરી- રામાયણ, ગીત હુઈ સબસે પરાઈ, પુનરવિવાહ, ઝલક દિખલા જા સિઝન 5, નચ બલિયે સિઝન 6 , ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 5.

ફિલ્મ – વજહ તુમ હો, ખામોશીયા, મી. એક્સ, હેટ સ્ટોરી 3, કોઈ આપ સા, હેટ સ્ટોરી 4, લાલી કી શાદી મેં લડડુ દીવાના.

દેબીના- રામાયણ, પતિ, પત્ની ઓર વો, ચીડિયા ઘર, નચ બલિયે સિઝન 6, ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 5, યમ હે હમ અને ખામોશીયા ફિલ્મ.