ઘણી ખમ્મા, રેલવે ટ્રેક પર પડેલાં બાળકને જોઈ સ્વીચમેન બન્યો રીયલ હીરો, પછી જે થયું એ જોઈને સલામી આપશો

ઘણાં એવા કિસ્સાઓ સામે આવતાં હોય છે જ્યાં લોકો પોતાનાં જીવની પરવા કર્યા વગર અન્યનો જીવ બચાવવા દોડી જતા હોય છે. આવો જ કિસ્સો હાલમાં મુંબઇ થી સામે આવ્યો છે. મુંબઈનાં રેલવે વિભાગમાં સ્વીચમેન તરીકે ફરજ બજાવી રહેલા એક માણસે એક બાળકનો એવી રીતે જીવ બચાવ્યો છે કે જે તેનાં માટે ખૂબ જોખમભર્યું કામ હતું. આ માણસનું નામ મયુર શેલ્ખે છે. મયુરે કરેલા આ કામ માટે લોકો તેને તે બાળકનાં જીવનનો હીરો છે તેવું કહી રહ્યાં છે. મળતી માહિતી મુજબ રેલ્વે ટ્રેક પર પડતાં બાળકને તેણે તે સમયે બચાવ્યો હતો કે જ્યારે ટ્રેન તેને કચડી નાખવાની તૈયારીમાં હતી.

image source

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના વાંગાણી રેલ્વે સ્ટેશનના પર બની હતી. વાંગાણી પ્લેટફોર્મ નંબર 2 પર બની જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે આ આખી ઘટના બની હતી. આ વીડિયોને એનઆઈ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો કે બાળક પ્લેટફોર્મ પર એક વ્યક્તિ સાથે ચાલી રહ્યું હોય છે અને આ વ્યક્તિ બીજુ કોઈ નહીં તેનાં જ પિતા હોય છે.

image source

આ દરમિયાન તે બાળક લપસી પડ્યો અને રેલ્વે ટ્રેક પર જઈને પડ્યો. આ સમયે જ બીજી તરફથી ટ્રેન આવી રહી હતી. આ બધું જોઈને તેના પિતા તો ખુબ જ ડરી ગયાં હતાં. તેને હવે આટલાં ઓછાં સમયમાં બાળકને બચાવવાં માટે શું કરવું તે સમજાતું ન હતું. બાળકનાં પિતા હાથ લાંબો કરીને બાળકને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તેવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. આમ પણ એવું થાય છે કે અચાનક જ્યારે કંઇક અશુભ થાય ત્યારે માનવ મગજ સામાન્ય રીતે કામ કરવાનું બંધ કરે છે.

image source

આ સમય દરમિયાન સ્વીચમેન હીરોની જેમ અચાનક જ એન્ટ્રી કરે છે અને તેના જીવ દાવ પર લગાવીને બાળકને બચાવી લે છે. વીડિયોમાં તમે સ્પષટ જોઈ શકો છો કે સ્વીચમેન જે સમયે રેલ્વે ટ્રેક ઉપર આવે છે તેનાથી જો એક સેકંડ પણ મોડું થાય તો સ્વીચમેનને બાળક અને સ્વીચમેન બને આ ટ્રેન ની જપેટમાં આવી જાત અને બન્નેનાં મોત થાત.

જાણવા મળ્યું છે કે આ વીડિયો એએનઆઈ દ્વારા આજે સવારે 10.49 વાગ્યે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. વીડિયો જોયા પછી લોકો સ્વીચમેન મયુર શેલ્ખને વાસ્તવિક હીરો ગણાવી રહ્યા છે અને આ કામ માટે તેમનું સન્માન કરવાની માંગ કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે જે માણસ પોતાનાં જીવની ચિંતા કર્યા વગર બાળક નો જીવ બચાવ્યો તેનાં માટે તેને જરૂર વધાવવો જોઈએ કારણ કે આજનાં સમયમાં બહુ ઓછાં લોકો આવું કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!