કોરોનાની રસી તો લઈ લીધી પણ ક્યારેય વિચાર્યું છે કે એ ઈન્જેક્શનની ‘સોય’ કઈ રીતે બને છે અને ઉપગોય શું હોય

સરકારે ગઈ કાલે જ ફેંસલો લીધો કે હવે 18 વર્ષથી ઉપરના તમામને 1 મે થી રસી આપવામાં આવશે. ભારતમાં હાલમાં પણ દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. બધા જાણે છે કે રસી આપવા માટે સિરીંઝનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી માત્રામાં સિરીંઝ બનાવવાનો ઓર્ડર કઈ કંપનીને મળ્યો છે અને તે સપ્લાય કેવી રીતે કરે છે. તો આજે આ લેખમાં અમે તમને એ સિરીંઝ વિશેની તમામ માહિતી શેર કરું કે જે તમારે જાણવી જોઈએ.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો ભારત સરકાર તરફથી સિરીંઝ બનાવવાનું કામ હિંદુસ્તાન સિરીંઝેજ એન્ડ મેડિકલ ડિવાઈસીસ લિમિટેડ (HMD) ને મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે HMD કંપનીને ભારત સરકાર તરફથી લગભગ 27 કરોડ સિરીંઝ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર ઓટો ડિસેબલ સિરીંઝ માટે આપવામાં આવ્યો છે. આ કંપની કોઝક સેલિંઝ નામની ઓટો ડિસેબલ સિરીંઝ બનાવે છે. જે અલગ-અલગ સાઈઝમાં વેચવામાં આવે છે. કંપની રસીકરણ માટે 0.1 ML, 0.3 ML, 0.5 ML અને 1 MLની સોય બનાવે છે. જ્યારે જનરલ યૂઝ માટે 2,3,5,10 અને 20 MLની સિરીંઝ બનાવે છે. હાલમાં જ HMDને સરકાર તરફથી ચોથી વાર ઓર્ડર મળ્યો છે. જે 55 કરોડ રૂપિયાની આસપાસનો છે. આ પહેલાં ત્રણ ઓર્ડર 0.5 MLની લગભગ 17.5 કરોડ ઓટો ડિસેબલ સિરીંઝનો હતો, તે માર્ચ સુધી પૂરો થઈ ગયો છે. જો વાત કરીએ આ ચોથા ઓર્ડર વિશેની તો સિરીંઝનો ચોથો ઓર્ડર સપ્ટેમ્બર 2021 સુધી પૂરો કરવાનો છે.

image source

આ વિશે વાત કરતાં HMDના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ નાથે કહ્યું કે દુનિયામાં યલો ફીવર કે શીતળા કે હેપેટાઈટિસ બી કે પેન્ટાવેલેન્ટ કે બીસીજીને જોતાં કંપની 0.1 ML અને 0.5 MLની એડી કોઝક સિરીંઝ તૈયાર કરી રહી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે એસ્ટ્રા જેનેકા, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની માગણી પર સતત સિરીંઝનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ઓટો ડિસેબલ સિરીંઝ માત્ર એકવખત ઉપયોગમાં આવે છે. આ સિરીંઝનો ઉપયોગ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), યૂનિસેફ (UNICEF) અને રેડ ક્રોસ (RED CROSS) તરફથી ચલાવવામાં આવનારા રસીકરણ અભિયાનમાં થાય છે. HMD જો કે દુનિયાના અનેક દેશોને અલગ-અલગ રસીકરણ અભિયાન માટે 0.1 ML અને 0.5 ML સિરીંઝ સપ્લાય કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સપ્લાય માટે ભારત તેમની યાદીમાં પહેલા નંબરે છે. પરંતુ દુનિયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે કંપની પોતાના ઉત્પાદનનનો બે તૃતીયાંશ ભાગ ભારત સરકારને આપે છે.

image source

જો સિરીંઝ વિશે વધારે વાત કરવામાં આવે તો આ સિરીંઝમાં કોઈપણ પ્રકારના સંક્રમણનો ખતરો રહેતો નથી. કોઝક સેલિંગ રિંગ એન્ડ બ્રેક ટેકનોલોજીના આધારે બનાવવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ફરીવખત ઉપયોગ કરવા ઈચ્છો તો આ સિરીંઝની સોય તેની જાતે તૂટી જાય છે. દિલ્લીમાં આવેલી આ કંપની 2020માં કોરોનાની શરૂઆતના સમયે દર વર્ષે લગભગ 50 કરોડ સિરીંઝ બનાવતી હતી. હાલ કંપનીને પોતાનો ટાર્ગેટ વધારીને 80 કરોડ કરી દેવામાં આવ્યો છે. જેને સપ્ટેમ્બર 2021 સુધી સવા અરબની આસપાસ લઈ જવાનો છે.

image source

જો કે સારી વાત એ હતી કે કંપનીએ એપ્રિલ 2020માં જ માહોલ જોઈ લીધો હતો અને આગળ જતાં સિરીંઝની માગ વધવાની છે એવો ટાર્ગેટ રાખ્યો હતો. તેને જોતાં ટેકનોલોજી અને મશીનોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. ગયા વર્ષે કોવિડના કારણે સેંકડો લોકો કામ છોડીને જતાં રહ્યા હતા. પછી તેની ભરપાઈ કરવા માટે 1 હજાર લોકોની ભરતી પણ કરવી પડી હી. જો ભાવ વિશે વાત કરીએ તો રસી માટે ઉપયોગમાં આવનારી એક એડી સિરીંઝની કિંમત 2 રૂપિયાની આસપાસ હોય છે. દુનિયાના મોટા-મોટા દેશોમાં જોવામાં આવી રહ્યું છે કે સંસાધનો હોવા છતાં ત્યાં સિરીંઝની સપ્લાય પૂરી થઈ રહી નથી.

image source

ઉલ્લેખનીય છે કે આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી. કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે વેક્સિન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્રને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *