કોમેડિયન સુગંધા મિશ્રાની વધી મુશ્કેલીઓ, કોરોના કાળમાં કરી બેઠી કંઇક એવું કે.. નોંધાઇ એફઆઈઆર

ધ કપિલ શર્મા શોની કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેએ એકબીજા સાથે 26 એપ્રિલે લગ્ન કર્યા હતા. અને એમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયા હતા. પણ હવે સુગંધા મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એમના લગ્નમાં કોવિડ પ્રોટોકોલ તોડવાની બાબત પર એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ આ અંગે વધુ વિગતો.

Sugandha Mishra
image source

કોરોનાએ સમગ્ર દેશ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો વધતો નોંધાઇ રહ્યો છે. પણ આ કોરોનાકાળમાં ફક્ત સામાન્ય લોકો જ નહીં ઘણા સેલિબ્રિટીઝ પણ લગ્ન બંધનમાં જોડાયા છે અને આ લિસ્ટમાં હાલમાં જ કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેનું નામ પણ સામેલ થયું છે. તેમને હાલમાં જ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી છે. કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે 26 એપ્રિલે લગ્ન બંધનમાં જોડાયા અને સોશિયલ મીડિયા પર પણ સુગંધા અને સંકેટના લગ્નના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા. પણ લગ્નના 9 દિવસ બાદ જ ખબર આવી છે સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્ન અંગે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

Sugandha Mishra
image source

તમને જણાવી દઈએ કે સુગંધા મિશ્રાના લગ્ન જલંધર, પંજાબમાં આવેલા ફાગવડામાં આવેલ ક્લબ કબાનામાં ખૂબ જ શાહી રીતે સંપન્ન થયા હતા. જણાવવામાં આવ્યું હતું કે સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્નમાં ફક્ત કપલના નજીકના સગા વ્હાલા અને મિત્રો જ સામેલ થયા હતા પણ લગ્નના નવ દિવસ પછી આ કપલ વિરુદ્ધ લગ્નમાં કોરોનાના નિયમોનું પાલન ન કરવાની બાબતમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. અને એની તપાસ પણ શરૂ થઈ ગઈ છે.. સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્નમાં કોવિડ પ્રોટોકોલ તોડવાની બાબતે એફઆઈઆર નોંધાવી હોવાની ખબર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.

Sugandha Mishra
image source

ખબરો અનુસાર ફાગવડા પોલીસે એમના વિરુદ્ધ વેડિંગ સેરેમની દરમિયાન કોવિડ પ્રોટોકોલ તોડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ બન્નેના લગ્નને લઈને આરોપ એ છે કે લગ્નમાં કોવિડ નિયમોને તોડીને ભીડ ભેગી થઈ હતી અને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન નહોતું કરવામાં આવ્યું.

Sugandha Mishra
image source

કોવિડ પ્રોટોકોલ અનુસાર લગ્નમાં ફક્ત 40 લોકો જ હાજર રહી શકે તેવી અનુમતિ હતી પણ આરોપ એ છે કે સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્નમાં 100થી વધુ લોકો સામેલ થયા હતા.

Sugandha Mishra
image source

આ બાબતમાં અત્યારે બસ આટલી જ જાણકારી મળી છે, આગળ શું થાય છે એ તો તપાસ થશે પછી જ ખબર પડશે.