VIDEO: કૂતરો બરફની થીજેલી નદીની અંદર ફસાઈ ગયો, આ ફાયર ફાઇટર બચાવવા કૂદી પડ્યો અને પછી…

માનવતા અને ફરજ આ બન્ને અલગ અલગ વાત છે. છતાં ઘણા લોકોને પોતાની ફરજ બજાવતાં બજાવતાં જ માનવતા બતાવવાનો મોકો મળી જાય છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માનવતાના દર્શન થયા છે. આ વીડિયો એક કૂતરાના રેસ્ક્યૂનો. હાલમાં એક સરસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમાં દેખાઈ રહેલા શખ્સના વખાણ કરી રહ્યા છે.

image source

ફસાયેલા એક કૂતરાને બચાવવા માટે અગ્નિશામકે સ્થિર તળાવમાં કૂદીને ઓનલાઇન પ્રશંસા મેળવી છે. યુ.એસ. ના કોલોરાડોમાં સ્ટર્ન પાર્ક ખાતે બનેલી ઘટનાની વીડિયો ફૂટેજ સાઉથ મેટ્રો ફાયર રેસ્ક્યૂના સત્તાવાર એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

સાઉથ મેટ્રો ફાયર રેસ્ક્યૂએ ટવીટ કરતા વીડિયોમાં લખ્યું છે કે, ‘લીટલટનના સ્ટેટિન પાર્ક સિટીમાં ગઈકાલે સાંજે એક ખુબ પ્યારો નાનો કૂતરો બરફ દ્વારા સ્થિર નદીમાં ફસાઈ ગયો હતો. નદી કિનારે બેઠેલા લોકોએ 911 પર કોલ કર્યો અને ફાયર ફાઇટર ઝડપથી ત્યાં ગયા અને તેને બહાર કાઢ્યો હતો. હવે કૂતરો એકદમ ઠીક છે. કૂતરાને સ્વસ્થ અને રમતા જોઈને સૌ કોઈને આનંદ થઈ રહ્યો છે અને લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જાણે કે કોઈ માણસનો જીવ બચી ગયો હોય એમ લોકો હરખાઈ ગયા હતા અને કૂતરાની ખુશીમાં સહભાગી થયા હતા.

image source

35-સેકંડની વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કૂતરાને મદદ કરવા માટે તળાવની અંદર કૂદકો મારતા પહેલા અગ્નિશામક રસીને પકડતો જોવા મળી રહ્યો છે. એક ક્ષણ પછી પ્રેક્ષકો પણ તેને ઉત્સાહિત કરવા લાગ્યા હતા અને કૂતરો બહાર આવે છે અને બર્ફીલા પાણીમાં રમવા લાગે છે. ઓનલાઇન શેર કર્યા પછી, ફાયરફાઇટર કૂતરાના જીવનને બચાવવા માટે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

આ પહેલાં પણ કંઈક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો અને લોકોએ તેને ખુબ વખાણ્યો બતો. જેમાં 8 મહિનાનો કૂતરો જર્મન શેફર્ડ બરફમાં ફસાઈ ગયો. કૂતરો બર્ફીલા પાણીમાંથી બહાર નીકળી શકતો ન્હોતો. તેનું અડધુ આશરીર બરફમાં ફસાઈ ગયું હતું. આખરે ફાયર ફાઇટરો દ્વારા કૂતરાને બચાવી લેવામાં આવ્યો હતો કે જેનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો શેર થતાંની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. લોકો ફાયર ફાઈટરોની કામગીરીને વખાણી રહ્યાં હતા. ત્યારે હવે ફરીથી એવો જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો હરખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત