એડ ફિલ્મ કરીને ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા આ સ્ટાર્સ, જુઓ કેવા આવ્યા લોકોના રિએક્શન

એડ ફિલ્મનું સામાન્ય જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણે કોઈ વસ્તુને ત્યાં સુધી નથી ખરીદતા જ્યાં સુધી એનો રિવ્યુ કે એડ ફિલ્મ સંતોષકારક ન લાગે. બોલીવુડમાં ઘણા બધા સ્ટાર્સ છે જે એડ ફિલ્મ કરીને મોટી કમાણી કરે છે. આ એડ ફિલ્મ લોકોને ઘણી હદ સુધી અસર કરવામાં પણ સફળ સાબિત થાય છે. જેમ કે ફેયરનેસ ક્રીમનું એ કહેવું છે કે એને લગાવવાથી સ્કિનનો રંગ ગોરો થઈ જશે કે પછી કોઈ એડનો એ દાવો કરવો કે આને ખાવાથી તમને કોરોના નહિ થાય. ઘણીવાર આ એડ ફિલ્મનો એ દાવો એમના પર જ ભારે પડે છે અને કોર્ટ કચેરીના ચક્કર કાપવાના થઈ પડે છે.

image source

આજે અમે બોલિવુડના એ સ્ટાર્સની વાત કરીશું જે એડ ફિલ્મથી સારી એવી કમાણી તો કરે છે પણ એના કારણે એ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ પણ થઈ ચૂક્યા છે. એવામાં કાં તો એમને એડથી હાથ ધોવા પડે છે કે પછી કોર્ટ કચેરીના ચક્કર કાપવા પડે છે.

અજય દેવગન- વિમલ પાન મસાલા.

image source

અજય દેવગન ઘણા વર્ષોથી વિમલ પાન મસાલાની એડ કરે ચ3. એમને ઘણીવાર સામે આવીને એ કહેવું પડ્યું છે કે એ ઈલાયચીની એડ કરે છે પણ સમય સમય પર યુઝર્સ એમને ટ્રોલ કરવામાં કોઈ જ કસર નથી રાખતા. હવે અજય દેવગન સાથે શાહરુખ ખાન પણ વિમલની એડમાં દેખાઈ રહ્યા છે.

અક્ષય કુમાર- ચ્યવનપ્રાશ.

image source

અક્ષય કુમાર ગયા વર્ષે ડાબરના બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવ્યા હતા. ડાબર ચ્યવનપ્રાશની લેટેસ્ટ એડમ દાવો કરવામાં આવ્યો છે કે ચ્યવનપ્રાશ કોવિડ 19 સામે લડે છે અને શરીરમાં ઇમ્યુનિટી પાવર વધારવામાં મદદ કરે છે. એડમાં અક્ષય કુમાર કહે છે રોજ બે ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને એ કોવિડથી પ્રોટેક્શન આપે છે. પણ યુઝર્સે એમને ત્યારે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું જ્યારે ખુદ અક્ષય કુમાર જ કોવિડ પોઝિટિવ થઈ ગયા હતા.

સોનમ કપૂર- ફેયરનેસ ક્રીમ

image source

રંગ નિખારનાર ક્રીમની એડ કરવાને લઈને ઘણા સ્ટાર્સ નિશાના પર આવી ચુક્યા છે. શાહરુખ ખાનથી લઈને સોનમ કપૂર સુધી બધાએ ફેયરનેસ ક્રીમની એડ કરી છે. જ્યારે ફેન્સને એમના ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યા તો કોઈએ કંપની પર કોર્ટમાં કેસ કર્યો તો કોઈએ એ કલાકારોને બરાબરની ખરી ખોટી સંભળાવી હતી. આવું જ થયું હતું સોનમ કપૂર સાથે એમને તો ઇન્ડસ્ટ્રીના એકટર અભય દેઓલે જ ખરી ખોટી સંભળાવી હતી.

image source

વર્ષ 2016માં રણવીર સિંહે જેક એન્ડ જોન્સની એક એડ કરી હતી. એમાં રણવીન સિંહે એક સ્કર્ટ પહેરેલી છોકરીને પોતાના ખભે ઉચકી હતી. જેમાં લખ્યું હતું કે Don’t Hold Back. Take Your Work Home. એ પછીથી જ આ બ્રાન્ડને ટ્રોલ કરવામાં આવી હતી કે વર્કપ્લેસમાં સ્ત્રીઓના અધિકારો પ્રત્યે નિમ્ન કક્ષાની માનસિકતાનું આ એડ ઉદાહરણ છે. વિવાદ વધ્યો તો કંપનીએ આ એડને હટાવી દીધી હતી અને રણવીર સિંહે માફી માંગી હતી.