કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કર કંપનીઓને આપી એવી સલાહ, જે ગ્રાહક માટે રહેશે ફાયદારૂપ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તમામ કાર ઉત્પાદકોને કારમાં 6 એરબેગ્સ આપવા વિનંતી કરી છે, જેમાં પાછળની સીટના મુસાફરો માટે પણ એરબેગ્સ શામેલ છે. તેમણે કારના તમામ વેરિએન્ટમાં એરબેગ્સ આપવાની વિનંતી કરી છે, પછી ભલે તે કારની કિંમત કે વર્ગ ગમે તે હોય. આ સાથે, તેમણે કંપનીઓને આગામી વર્ષ સુધીમાં 100 ટકા ઇથેનોલ અને ગેસોલિન પર ચાલી શકે તેવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો રજૂ કરવા કહ્યું.

image source

નીતિન ગડકરીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમડી અને સીઈઓ કેનિચી આયુકાવાને પૂછ્યું કે, જાપાની કારમાં કેટલી એરબેગ્સ આપવામાં આવી છે, જેના પર તેમણે કહ્યું કે જાપાની કારમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. આ પછી, કેન્દ્રીય મંત્રીએ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સીઇઓને મળતી વખતે 6 એરબેગ્સ વિશે વાત કરી.

અત્યારે ભારતમાં માત્ર બે એરબેગ જ આપવામાં આવે છે

image source

હાલમાં, ભારતમાં માત્ર બે એરબેગ જ આપવામાં આવે છે, એક ડ્રાઈવર માટે અને બીજી ફ્રન્ટ સીટ પેસેન્જર માટે. આ સૌથી મોંઘી કારો માટે પણ તમામ મોડેલો માટે લાગુ પડે છે. માર્ગ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા કેટલા લોકો મૃત્યુ પામે છે તે અંગે ભારતમાં કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.

image source

અમે તમને જણાવી દઈએ કે એરબેગ કોઈપણ અકસ્માત દરમિયાન તમારા શરીરના ઉપલા ભાગ અથવા માથાને રક્ષણ આપે છે. એર-બેગ સંબંધિત ઈજાને ટાળવા માટે મુસાફરોએ સીટબેલ્ટ પહેરવા જરૂરી છે કારણ કે એરબેગ્સ સીટ બેલ્ટ સાથે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેને બદલવા માટે નહીં. ભારતમાં રીઅર સીટ બેલ્ટ કાયદો ફરજિયાત છે, જોકે મોટાભાગના લોકો તેનું પાલન કરતા નથી.

ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનથી વાહનો બનાવવાની માંગ

image source

નીતિન ગડકરીએ સિયામ અને ઓટોમોબાઈલ કંપનીઓના સીઈઓને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાનું પણ કહ્યું છે જેથી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઓછી થઈ શકે અને રૂલર અર્થતંત્રને વેગ મળી શકે. SIAM એ આવા એન્જિનની રજૂઆત માટે 2027 સુધીનો સમય આપ્યો છે અને આ સાથે અલ્ટરનેટ ફ્યુલ ઉપલબ્ધતા માટે રોડમેપ પણ તૈયાર કર્યો છે, જેથી આવા વાહનોને પ્રોત્સાહિત કરી શકાય.

image source

આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારે ફ્લેક્સ ફયુલની કિંમત ગેરંટી સાથે રોડમેપ તૈયાર કરવો જોઈએ જે સસ્તું છે અને લોકોને આવા વાહનોમાં શિફ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઇથેનોલ ઇંધણ વાહનોનું માઇલેજ પેટ્રોલ કરતા ઓછું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ નિર્ણય ઘણા લોકોને નવું જીવન આપશે. કારણ કે એરબેગ હોવાથી ઘણા લોકોના જીવ બચી શકે છે.