આપણા દેશના રીયલ હીરો સોનુ સુદે બે વિડીયો શેર કર્યા છે, રોટલી બનાવતા કહ્યું આવું…

સોનુ સૂદે આ ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. પહેલો વીડિયો- સોનુ સુદએ લાક્યું છે કે અરે વાહ મારાથી સારી તંદુરી રોટલી કોઈ ન બનાવી શકે. આ પછી, તે તંદૂરી ચૂલામાં રોટલી રાખે છે અને કહે છે – સોનુ સૂદ શ્રેષ્ઠ તંદૂરી રોટલી બનાવે છે, તેથી સોનુ સુદનાં ઢાબા પર વહેલા આવો.

image source

આ પછી, તે એક વીડિયોમાં તેના બગીચામાંથી લીંબુ તોડીને લીંબુનું પાણી બનાવતા જોવા મળે છે.

image source

વીડિયોમાં સોનુ સૂદ મજાકમાં કહી રહ્યા છે કે તેની નવી લીંબુની દુકાન શરૂ થવા જઇ રહી છે, જેનું નામ સોનુનું લીંબુ પાણી હશે. વીડિયોની શરૂઆતમાં, સોનુ કહેતા નજરે પડે છે – તમે ઘણાં બધાં લીંબુનાં પાણી પીધા હશે, પરંતુ જ્યારે તમે તમારા ઘરે લીંબુ પાણી પિવ છો, એ એકદમ શ્રેષ્ઠ છે. તેણે કહ્યું કે તેના ઘરના ગાર્ડનમાં ખુબ જ સારા લીંબુ છે.

image source

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોને મદદ કરવા આગળ આવ્યા
હોવાથી સોનુ સૂદની ફેન ફોલોઇંગ ખૂબ જ વધી ગઈ છે. મુંબઈ અને દેશની બહાર ફસાયેલા લોકોને તેમના ઘરે લાવવામાં સોનુએ પોતાના ખર્ચે ઘણી મદદ કરી છે. સોનુની આ કામગીરીને કારણે લોકોએ તેમને મજૂરોના મસિહા કહેવા માંડ્યા છે, જો કે આ સાચું પણ છે. સોનુ સુદને ઘણા મુવીમાં વિલનના રોલ મળ્યા છે, પરંતુ હકીકત જોઈએ, તો તે વિલન નથી પરંતુ રિયલ હીરો છે. સોનુ સુદે દરેકને ઘરે લાવવામાં તો મદદ કરી જ છે, પરંતુ જે લોકો બેરોજગાર છે, તેમનામાંના ઘણા લોકોને નોકરી અપાવી અને ઘણા લોકોને નવું કામ પણ ચાલુ કરાવ્યું છે. આ સાથે ઘણા લોકોએ તેમની દુકાનો પણ સોનુ સુદનાં નામ પર ચાલુ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

કોરોનાના દિવસો કેવા હતા, એ વિશે તો કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. પરંતુ આ દિવસો દરમિયાન જે કામ સોનુ સુદએ કર્યું છે, એવું કામ રિયલ હીરો જ કરી શકે છે. તેને કોઈપણ ભેદભાવ રાખ્યા વગર દરેક ભારતીયની મદદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

આ કાર્યોમાં સોનુ સુદને તેની ટીમે પણ ઘણી મદદ કરી છે. પોતાના પૈસાથી દરેક ભારતીયની મદદ કરવા માટે જે હિંમત અને હૃદય જોઈએ, એ માત્ર સોનુ સુદ પાસે જ છે. દરેક વ્યક્તિ જેમ કે, વૃદ્ધ, યુવાન કે બાળકો અત્યારે માત્ર સોનુ સુદને સાચા દિલથી દુવા અને આશીર્વાદ આપે છે.