સબંધ નહિ બનાવવા પર આપતો હતો ટીમમાંથી કાઢી મુકવાની ધમકી, કબડ્ડી કોચને ઉમર કેદ

મહારાષ્ટ્રના અકોલામાં કોર્ટે મહિલા ખેલાડીને લાલચ આપીને તેનું યૌન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં પીડિતા ગર્ભવતી બની હતી. આરોપી કોચ શુદ્ધોધન સહદેવ અંભોર વિરુદ્ધ ઘણા નક્કર પુરાવા મળ્યા છે. જે બાદ કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

હકીકતમાં, આરોપી કોચે મહિલા ખેલાડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ખેલાડી બનાવવાના બહાને તેનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું. આ મામલો 30 જુલાઈ 2018નો છે. પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી કોચે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવા બદલ તેને ટીમમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. જેના કારણે તે કોચની વાત માનવા માટે મજબૂર હતો.

image source

આ બધા વચ્ચે પીડિતા ગર્ભવતી બની ગઈ હતી. તેને જ્યારે પ્રસુતિ માટે સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી તો ત્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓને તે કિશોરી અપરિણીત હોવા છતાં માતા બની હોવાની શંકા જાગી હતી માટે તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પુછપરછ દરમિયાન કિશોરીએ પોલીસને સમગ્ર વાત જણાવી દીધી હતી.

image source

આરોપીનો DNA ટેસ્ટ

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી કોચને કસ્ટડીમાં લીધો હતો. જોકે પુછપરછ દરમિયાન આરોપી કોચે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપો નકારી દીધા હતા અને બાળકી પણ પોતાની ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેનો DNA ટેસ્ટ કરાવ્યો હતો જેમાં બાળકી તેની જ હોવાનું સાબિત થયું હતું.

અન્ય એક કેસમાં પણ સજા

આ કેસમાં કોર્ટે આરોપીને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ 3.10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તે સિવાય અન્ય એક મહિલા કબડ્ડી ખેલાડી સાથે છેડતીના આરોપમાં કોચ શુદ્ધોદનને કલમ 354 અંતર્ગત 5 વર્ષ અને કલમ 506 અંતર્ગત 2 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે.