કચ્છનો આ યુવાન છે આઈઆરએસ અધિકારી, હજુ પણ રેડની કાર્યવાહીમાં વ્યસ્ત

છેલ્લા ત્રણ દિવસથી કાનપુરમાં થયેલા દરોડા ચર્ચાનો વિષય બન્યા છે. અત્યાર સુધીની સૌથી મોટી જીએસટી અને આઇટી વિભાગની રેડ કાનપુરના કનોજ માં પાડવામાં આવી છે. આ રેડમાં આંખો ફાટી જાય એટલી મોટી રોકડ રકમ સામે આવી છે. આ દરોડામાં પર્ફ્યુમ ના વેપારી પિયુષ જૈન પાસેથી 290 કરોડનું કાળું નાણું જપ્ત કરવામાં આવ્યું છે અને હજુ પણ દરોડાની કામગીરી ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં કાળા નાણાના વ્યવહારો સામે આવે તેવી સંભાવના છે.

image soucre

દેશની સૌથી મોટી રેડમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે મૂળ કચ્છના એવા અમદાવાદ જીએસટી વિભાગમાં ફરજ બજાવતાં આઈ આર એસ અધિકારી ધર્મ વીર સિંહ જાડેજા. અંદાજે 60 કલાકથી વધુ સમયથી ચાલતી રેડમાં આ યુવાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

ધર્મ વીર સિંહ જાડેજા વિશે વાત કરીએ તો તે મૂળ બચાવ તાલુકાના મોટી ચીરાઇ ગામના છે. પરંતુ વ્યવસાય અર્થે રણજિતસિંહ જાડેજા એટલે કે ધર્મ વીર સિંહ ના પિતા અંજારમાં સ્થાયી થયા છે. ધર્મ વીર સિંહ જાડેજા એ ધોરણ 1 થી 10 નો અભ્યાસ અંજારની ખાનગી શાળામાં કર્યો હતો ત્યારબાદ તોરણ 11 અને 12 કોમર્સ તેમણે ગાંધીધામ અને કોલેજ અમદાવાદમાં પૂર્ણ કરી હતી. કોલેજ પૂરી કરીને તેઓ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરવા લાગ્યા.

image soucre

યુપીએસસીની પરીક્ષા પણ કઠોર મહેનત કરીને તેમણે પાસ કરી અને હવે તેઓ અમદાવાદ જીએસટી વિભાગમાં આઈઆરએસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ધર્મ વીર સિંહ જાડેજા એ વર્ષ 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી ત્યારબાદ વર્ષ 2016માં તાલીમ અને 2017 માં તેઓ ફરજ પર હાજર થયા હતા.

જન્મદિવસ જાડેજા યે ધરતી અંગે જણાવ્યું હતું કે હાલ આ કેસ બાબતે વધુ ખુલાસા કરી શકાય તેવી સ્થિતિ નથી પરંતુ રેટમાં જે રકમ અત્યાર સુધીમાં સામે આવી છે તેના કરતાં પણ વધુ મોટો આંકડો સામે આવે તેવી શક્યતાઓ છે દરોડાની કામગીરી કેટલાય દિવસોથી ચાલી રહી છે. .

image soucre

મહત્વનું છે કે કાનપુર ખાતે કનોજ માં અત્યાર સુધીની સૌથી મોટી રેડ પડી હતી આ દરોડામાં 27 અધિકારી જોડાયા હતા અને પિયુષ જૈન 18 લોકરમાંથી ના નીકળ્યા તેને ગણવા માટે 19 મશીન ગોઠવવાં પડયાં હતા. જ્યારે તેના ઘરમાંથી આટલી મોટી રકમ સામે આવી તો અધિકારીઓ પણ જોતા રહી ગયા હતા.