નણંદના લગ્નમાં સાવ સાદી સાડીમાં કરિના લાગી રહી હતી જાજરમાન, તસવીરોમાં જોઇ લો તમે પણ

નણંદના લગ્નમાં સાવજ સાદી સાડીમાં પણ કરિના લાગી રહી હતી જાજરમાન – જુઓ સીમ્પલ છતાં આકર્ષક દેખાવા માટે કરીનાનો આ લૂક

 

image source

કરિના કપૂર તે અભિનેત્રીઓમાંની એક છે જેના પર કોઈ પણ વસ્ત્ર કોઈ પણ ઘરેણું કંઈ પણ શોભી ઉઠે છે. તેણી સાવ સાદા કફ્તાનમાં પણ આકર્ષક લાગે છે તો જીન્સ – ટીશર્ટમાં પણ સુંદર લાગે છે. તેને જોતાં એવું જ લાગે કે તેણે તૈયાર થવામાં ઘણો સમય લીધો હશે. આવો જ એક સિંપલ લૂક કરીનાનો ત્યારે જોવા મળ્યો હતો જ્યારે તેણીએ પોતાની નણંદ સોહા અલી ખાનના લગ્નમાં હાજરી આપી હતી. તેણીએ ખૂબ જ સિંમ્પલ લૂક અપનાવ્યો હતો તેમ છતાં તેણીના આકર્ષણમાં કોઈ જ ઓછપ નહોતી આવી.

image source

કરીના કપૂરને ભલે તમે હંમેશા ગ્લેમરસ ડ્રેસમાં જ જોતા હોવ, પણ તેમાં કોઈ જ શંકા નથી કે તેણી સિંપલ વસ્ત્રોમાં પણ તેટલી જ આકર્ષક અને સુંદર લાગે છે અને સિંપલ દેખાવમાં પણ તે હાજર બધા જ લોકોની લાઇમલાઇટ ચોરી લે છે. તેણીએ સોહા અલી ખાન એટલે કે તેના પતિ સૈફ અલિ ખાનની બહેનના લગ્નમાં હાજરી આપી ત્યારે તેણીએ કોઈ પણ વધારાની તકલીફ લીધા વગર સિમ્પલ સાડી પહેરીને હાજરી આપી હતી. 2015માં સોહાના લગ્ન થયા હતા. બેબોએ આ અવસર માટે ખૂબ જ સિંપલ લૂક પસંદ કર્યો હતો. જેથી કરીને તેણી આ ઇવેન્ટના મુખ્ય લોકો તેવા દુલ્હા દુલ્હનની લાઇમલાઇટ ન ચોરી લે. અને બધાની નજર તેમની પર જ ટકેલી રહે. જો કે કરીનાનો આ પ્રયાસ નિર્થક રહ્યો હતો કારણ કે સિંમ્પલ સાડીમાં પણ કરીના લોકોને ખૂબ ગમી હતી.

image source

આ અવસર પર કરીનાએ પોતાના મિત્ર અને બોલીવૂડના એક્કો ડિઝાઈનર એવા મનિષ મલ્હોત્રાની ડિઝાઈનર સાડી પહેરી હતી. સાડીનો રંગ બેબી પીંક હતો. તેની બોર્ડર શીયર મેટાલિક હતી તેના પર વ્હાઇટ પર્લ એન્ડ થ્રેડ એમ્બ્રોઇડરી કરવામાં આવ હતી. પાલવને આકર્ષક બનાવવા માટે તેના પર પણ હળવું વર્ક કરવામાં આવ્યું હતું. આ સાડી સાથે કરીનાએ મિરર વર્કવાળો સ્લિવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. અને સાથેની જ્યુલરીની વાત કરીએ તો તેણીએ એમરાલ્ડ એન્ડ ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો અને તેની સાથે મેચ થતી ઇયરીંગ પહેરી હતી. જે તેના લૂકને એક રોયલ ટચ આપતા હતા. મેકઅપની વાત કરીએ તો તેણે ખૂબ જ સિંપલ મેકઅપ કર્યો હતો.

image source

પણ તમને એ વાત નહીં ખબર હોય કે જે મિરર વર્કવાળો બ્લાઉઝ કરિનાએ સોહાના લગ્નમાં પહેર્યો હતો તે જ બ્લાઉઝ તેણે રિસેપ્શન માટે યોજવામાં આવેલી પાર્ટીમાં પણ પહેર્યો હતો. કરીનાએ આ બ્લાઉઝ સાથે વ્હાઇટ લહેંગો અને પિંક રંગની હેવી ઓઢણી પહેરી હતી. તેની સાથે સાથે તેણીએ ડાયમન્ડ અને રૂબીની જ્યુલરી પણ પહેરી હતી. આમ તેણીએ એક બ્લાઉઝમાં બે પ્રસંગ સાંચવી લીધા હતા.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત