કેરળમાં કોરોનાનો હાહાકાર, અત્યાર સુધી 41 સગર્ભાઓને ભરખી ગયો કોરોના

કેરળમાં કોરોનાની પ્રથમ લહેરથી અત્યાર સુધીમાં કોવિડ-19થી 41 સગર્ભા મહિલાઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણના રાજ્યમાં દોઢ વર્ષ પહેલાં વાયરસના સંક્રમણ પછી કેરળમાં અત્યાર સુધીમાં 41 સગર્ભા સ્ત્રીઓના મૃત્યુ થયા છે. તે જ સમયે, ચેપનો શિકાર બનેલા 149 દર્દીઓએ આત્મહત્યા કરી છે. પ્રશ્નકાળ દરમિયાન રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ટીજે વિનોદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાને આ જવાબ આપ્યો હતો.

image soucre

કેરળમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે.. અને સગર્ભાઓના જે સમાચાર સામે આવ્યા છે તેનાથી ચિંતા ઔર વધી ગઇ છે.. કેરળમાં કોરોનાએ સગર્ભાઓને પણ શિકારમાંથી બાકાત નથી રાખી.. દેશમાં બીજી લહેરમાં સૌથી વધારે કેસ કેરળમાં નોંધાઇ રહ્યા છે.. સંક્રમણની સાથે કોરોનાથી મૃત્યુના દરમાં પણ વધારો થયો છે.. સરકારે જાહેર કરેલા આંકડા ખરેખર ચોંકાવનારા છે.. જ્યારે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો.. અને તેનો જવાબ જ્યારે આરોગ્યમંત્રીએ આપ્યો ત્યારે સૌ કોઇ ચોંકી ગયા.. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 41 ગર્ભવતી મહિલાઓનો જીવ ગયો છે.. જ્યારે કોરોનાથી ભયભીત થઇ ગયેલા 149 દર્દીઓએ આપઘાત કરીને જીવ ત્યાગી દીધો છે.

image soucre

કોરોના મહામારી દરમિયાન અનેક દર્દીઓને અફવાઓને કારણે સ્ટ્રેસ વધી ગયો હતો, ચિંતાઓને કારણે કેરળમાં આશરે 149 કોરોના દર્દીઓએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે અત્યાર સુધીમાં 41 ગર્ભવતી મહિલાઓ કે જેમને કોરોના થવાથી મોતને ભેટી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરળમાં 41 ગર્ભવતી મહિલાઓનું કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યું છે. જ્યારે 149 કોરોના દર્દીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા કોરોના મહામારી ફાટી નીકળી તે પછીના છે.

image soucre

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9,445 નવા કેસ નોંધાયા છે અને 93 લોકોના મોત થયા છે. રાજ્ય આરોગ્ય બુલેટિન મુજબ, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 76,554 છે. ICMR અભ્યાસ અહેવાલ મુજબ, કેરળમાં સેરોપોઝિટિવિટી દર મે, ઓગસ્ટ અને ડિસેમ્બર 2020માં 0.33%, 0.88% અને 11.6% અને 44.4% હતો. મે 2021 “જ્યારે રાજ્યએ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સેરોપ્રેવેલન્સ અભ્યાસ હાથ ધર્યો હતો, ત્યારે તે વધીને 82.61% થયો હતો. રાજ્યમાં સેરોપોઝિટિવિટીના દરમાં વધારો થવાની ધારણા હતી અને આનું કારણ રસીકરણ અને લોકોની જીવનશૈલીમાં પ્રગતિને આભારી છે.