કેસરનું આ દૂધ પીવાથી આવી જાય છે ચહેરા પર ચમક, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

ચહેરાની ચમકદાર ત્વચા મેળવવા માટે મોંઘા ઉત્પાદનો નો ઉપયોગ કર્યા પછી પણ, ઘણી વખત ચહેરા પર ઇચ્છિત ચમક આવતી નથી. એનું કારણ એ છે કે તણાવ અને કામના થાકને કારણે તમારું મન અને શરીર એકસાથે આરામ કરી શકતા નથી. જેની અસર તમારી ત્વચા પર પણ થાય છે.

image soucre

ઘણીવાર તમને એવું લાગતું હશે કે તમારી ઊંઘ પૂરી થઈ જાય છે પણ તેમ છતાં શરીર થાકેલું રહે છે. અને કેટલીક વાર ઘણા કલાકો સુધી ઊંઘ્યાં પછી પણ ઊંઘ આવતી જ રહે છે. જ્યારે આવું થાય છે ત્યારે ત્વચાને પણ થાક લાગે છે અને મોંઘા ક્રિમ, ફેશિયલ અને ફેસ પેક લગાવ્યા બાદ પણ ચહેરો ચમકદાર નથી બની શકતો.

image source

ચમકતી ત્વચા મેળવવા માટે જરૂરી છે કે તમારું મન અને શરીર સંપૂર્ણપણે તણાવ મુક્ત હોય. કેસરનું દૂધ આ સમસ્યામાં ઘણી મદદ કરી શકે છે. કેસર એક આયુર્વેદિક દવા છે, અને તેનો ઉપયોગ માનસિક તણાવ દૂર કરવા માટે પણ થાય છે. ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે સદીઓથી કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે ખૂબ જ અસરકારક ઔષધિ છે. જે મન અને શરીરને એક સાથે સાજા કરવાનું કામ કરે છે.

કેસરનું દૂધ બનાવવાની રીત :

image source

બે ચમચી દૂધ લો અને તેમાં કેસરની બે થી ત્રણ સેર પલાળી દો. દૂધ પીવાના ઓછામાં ઓછા દસ થી પંદર મિનિટ પહેલા આ કરો. જ્યારે તમે દૂધ પીવા માંગો છો, ત્યારે એક ગ્લાસ દૂધ લો અને તેને હૂંફાળું ગરમ કરો. હૂંફાળા દૂધમાં કેસર મિક્સ કરેલું દૂધ ઉમેરો. દૂધમાં કેસર નો રંગ તરત જ આવી જશે. હવે તમે આ એક ગ્લાસ દૂધમાં એક થી બે ચમચી મધ, સાકર અથવા ખાંડ ઉમેરી શકો છો. દૂધ નું પોષણ વધારવા માટે તમે બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ અથવા બદામનો પાવડર પણ ઉમેરી શકો છો. તમારું સ્વાદિષ્ટ કેસર દૂધ તૈયાર છે.

કેસરવાળું દૂધ પીવાનો યોગ્ય સમય :

image source

રાત્રે સૂતા પહેલા દરરોજ એક ગ્લાસ કેસર નું દૂધ પીવો. સૂતા પહેલા દૂધ પીવું એનો અર્થ એ નથી કે તમે પલંગ પર બેસીને દૂધ પીઓ અને પછી ગ્લાસ બાજુ પર રાખીને સૂઈ જાઓ! રાત્રે સૂવાના અડધા કલાક પહેલા દૂધ પીવો જેથી પાચન સરળ રહે અને ગેસની સમસ્યા ન થાય. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે શરીરમાં આરામદાયક હોર્મોન્સ વધારીને મનને શાંત કરે છે અને સારી ઊંઘ લાવે છે.