વિશ્વના કેટલાક દેશોમાં ઉજવાય છે વિચિત્ર તહેવારો, જાણીને તમે હસવાનું નહીં રોકી શકો

સમગ્ર વિશ્વમાં અનેર તહેવારો ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ કેટલાક દેશમાં ઉજવાતા તહેવારો એટલા વિચિત્ર હોયો છે કે તમને જાણીને આશ્ચર્ય થઈ જાય. આજે અમે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જમાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો.

હેર ફ્રીઝિંગ સ્પર્ધા, કેનેડા

दुनिया भर में मनाये जाने वाले प्रसिद्ध और अजीबोगरीब त्योहार | Weird Festivals Around the World in Hindi
image source

શિયાળામાં દરેકને ખબર જ હોય કે બહાર કેટલી ઠંડી હોય છે અને ઘરની બહાર નીકળવાનું પણ નથી લાગતુ. લોકો ઘરની અંદર પણ જાડા કપડા પહેરીને બેસે છે. પરંતુ કેનેડામાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આવા તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાગ લેનારાઓએ તેના વાળને ઠંડીથી જમાવીને આકાર આપવાનો હોય છે. આ તહેવાર વ્હાઇટહોર્સ શહેરમાં ઉજવવામાં આવે છે જ્યાં લોકો -20 ડિગ્રી તાપમાનમાં Takhini Hot Pool માં ડુબકી લગાવે છે, જો કે આ પૂલનું પાણી ગરમ છે પરંતુ જ્યારે લોકો તેમાં ડૂબકી લગાવે છે અને માથું બહાર કાઢે છે, ત્યારે બહારના ઠંડા તાપમાનને કારણે છે તેમના વાળ જામી જાય છે અને બરફથી જુદા જુદા આકાર રચાય છે. માર્ચ મહિનામાં આ ઉત્સવના વિજેતા જાહેર કરવામાં આવે છે.

ઇંગ્લેન્ડનો વોર્મ ચાર્મિંગ ફેસ્ટિવલ(Worm Charming Festival)

image source

ઇંગ્લેંડના બ્લેકાવ્ટોન(Blackawton )માં દર વર્ષે મે મહિનામાં એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં 3-3 લોકોની ટીમ એક મેદાનમાં આવે છે અને જે ટીમ 15 મિનિટની અંદર સૌથી વધુ જંતુઓ પકડે છે તેને ટીમ વિજેતા જાહેર કરવામાં આવે છે. તેઓ જીવાતોને લાલચ આપવા અને જમીનમાંથી બહાર નીકળવાની વિવિધ પધ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે, જેમ કે કોઈ પક્ષીની જેમ જમીન પર હાથ મારવો અથવા તેમના દરમાં પાણી રેડવું. તે એક આંતરરાષ્ટ્રીય તહેવાર છે અને દર વર્ષે ઘણા લોકો આ ઉત્સવમાં ભાગ લેવા અને જોવા આવે છે. આ દિવસે લોકોનું સારૂ મનોરંજન થાય છે.

વોટર ગન ફેસ્ટિવલ, દક્ષિણ કોરિયા

image source

તે એક એવો તહેવાર છે જેમા ભાગ લેવાનું દરેકને પસંદ આવે છે, ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન. આ તહેવાર દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના સિંચન જિલ્લામાં દર ઉનાળામાં ઉજવવામાં આવે છે. આમાં, બધા લોકો એકબીજા પર વિવિધ પ્રકારની વોટર ગન વડે પાણી ફેંકે છે, જેથી વ્યક્તિ તાપથી છૂટકારો મેળવે અને મનોરંજન પણ મેળવી શકે. આ સિઓલનો ખૂબ પ્રખ્યાત ઉત્સવ છે જેમાં ઘણા લોકો ભાગ લે છે અને બધી દુકાનોને પાણીની બંદૂકોથી શણગારવામાં આવે છે. અને જો તમે પણ અહીંથી જઇ રહ્યા છો તો સામેની કોઈ પણ દુકાનમાંથી વોટર ગન ખરીદીને તમે આ તહેવારની મજા લઇ શકો છો.

મડ ફેસ્ટિવલ, દક્ષિણ કોરિયા

image source

દક્ષિણ કોરિયામાં વધુ એક અનોખો અને મનોરંજક ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં લોકો કાદવમાં સ્નાન કરે છે અને રમે છે. આ તહેવાર બોરિઓંગ શહેરમાં દર વર્ષે જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે જે 2 અઠવાડિયા સુધી ચાલે છે. લોકો ભાગ લેવા વિદેશથી આવે છે કારણ કે દરેક કાદવમાં હાજર કુદરતી સંપત્તિનો લાભ લેવા માંગે છે. આ તહેવારના થોડા દિવસો પહેલા, Daecheon Beach પર કાદવથી ભરેલી ટ્રકો ઠાલવવામા આવે છે અને તહેવારના દિવસે દરેક જણ રમે છે, કુસ્તી કરે છે. ખરેખર, 1990 માં રાજ્યમાં કાદવમાંથી બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ લોકોએ તેનો આનંદ માણવાનું શરૂ કર્યું, તેથી લોકો હજી પણ તેની ઉજવણી કરી રહ્યાં છે.

મંકી બફેટ ફેસ્ટિવલ, થાઇલેન્ડ

image source

આ ઉત્સવ દર વર્ષે નવેમ્બર મહિનાના અંતિમ રવિવારે થાઇલેન્ડના સૌથી પ્રાચીન ગામ લોપબૂરીમાં ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં, સ્થાનિક લોકો શહેરના વાંદરાઓના જમવા માટે વ્યવસ્થા કરે છે અને વાંદરાઓ માટે શેરીઓમાં કેક, ફળો, શાકભાજી અને અન્ય ખાદ્ય વસ્તુઓ રાખે છે. આ સાથે, તેઓ તેમના ઘરોને ફળની મૂર્તિઓથી સજાવટ કરે છે. પ્રાણીઓનો આદર આપવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે, તેમજ સ્થાનિક લોકોનું માનવું છે કે વાંદરાઓને ખવડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

શહેરના તમામ વાંદરાઓ અહીં વસવાટ કરતા હોવાથી લોપબૂરી ગામના જૂના ખંડેરોમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

વાઈફ કેરિંગ ચેમ્પિયનશીપ,ફિનલેન્ડ

image source

ફિનલેન્ડમાં ઉજવાતી ‘વાઇફ કેરિંગ ચેમ્પિયનશીપ’ એ ખૂબ જ મજેદાર ફેસ્ટિવલ અને રમત છે જે દર વર્ષે જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. આ રમત રમવાની રીત એ છે કે તમારે તમારી પત્નીને તમારી પીઠ પર ઉપાડીને ચાલવું પડશે, પરંતુ આ રેસ એટલી સરળ નથી, તમારે રસ્તામાં કેટલાક અવરોધો અને પાણીને પણ પાર કરવું પડશે. રમતના નિયમોનો અર્થ એ નથી કે પત્ની તમારી પોતાની જ હોવી જોઈએ કોઈ પણ ચાલે, તમારા પાડોશીની પત્ની કે મેદાનમાં હાજર કોઈ છોકરી સાથે પણ તમે બાગ લઈ શકો છો, પરંતુ રમતનો નિયમ એ છે કે તમામ લોકોને રમતો આનંદ આવવો જોઈએ. આ રમતની સૌથી વિશેષ બાબત એ છે કે આ રમતમાં વિજેતાને આપવામાં આવતું ઇનામ છે, આ રમતના વિજેતાને તેની પત્નીનું વજન જેટલું બિયર ઇનામ આપવામાં આવે છે. મતલબ તમારી પત્ની જેટલી વધારે વજનવાળી હશે તેટલી બીયર તમને વધારે મળશે.

તે ટ્વિન્સ ડે ફેસ્ટિવલ, ઓહિયો

image source

આ તહેવાર દર વર્ષે ઓહિયોના ટ્વિન્સબર્ગમાં ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે અને 1976 થી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં ભાગ લેવા માટે તમારી પાસે જોડિયા ભાઈ કે બહેન હોય તે જરૂરી છે. આમાં ભાગ લેવા દેશ અને દુનિયાના જોડિયા લોકો અહીં પહોંચે છે. આ ઉત્સવમાં વાર્ષિક ધોરણે જોડિયા એકઠા થાય છે. ઉત્સવ દરમિયાન જોડિયા માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દોડ, ગોલ્ફ, ટેલેન્ટ શો વગેરેનો સમાવેશ થાય છે. આ તહેવાર જોવા માટે ઘણા લોકો આવે છે. એકવાર તો આ તહેવાર દરમિયાન જોડિયા ભાઈઓને જોડિયા બહેનો સાથે પ્રેમ થઈ ગયો પછી તેમના લગ્ન થયા અને તેમના બાળકો પણ જોડિયા હતાં. તો આ રીતે આ ઉત્સવમાં ઘણી વખત લોકોનો હેપી એન્ડ આવ્યો.

યાંશુઇ બીહિવ ફાયરવર્ક, તાઇવાન

image source

આ તહેવાર ચંદ્ર(Lunar) વર્ષની શરૂઆતના 15 દિવસ પછી તાઇવાનના યાંશુઇ શહેરમાં ઉજવવામાં આવે છે. તેને વિશ્વના સૌથી ખતરનાક તહેવારોમાં પણ એક કહી શકાય. આ તહેવારનો ઇતિહાસ એવું માનવામાં આવે છે કે જ્યારે 1875 માં આ શહેરમાં કોલેરાનો રોગચાળો ફેલાયો હતો, ત્યારે લોકોએ છૂટકારો મેળવવા માટે Guan Yu જેને યુદ્ધના દેવતા પણ કહેવામા આવે છે તેમની પૂજા કરી અને તેમની મૂર્તિને પાલખીમાં બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવી અને શહેરમાં ખુબ ફટાકડા પણ ફોડવામાં આવ્યા અને તેનાથી સાચે જ રોગચાળો પણ ખતમ થઈ ગયો, ત્યારથી તે દર વર્ષે એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

આ તહેવારમાં હજારો લોકો ભાગ લે છે અને ફટાકડા અને રોકેટ સળગાવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તમારા શરીરમાં જેટલા વધુ રોકેટ વાગશે તમારું નવું વર્ષ વધુ સારું જશે, કારણ કે આ બોટલ રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે, અને હજારો લોકો રોકેટની સામે ઉભા રહી જાય છે. પરંતુ આ તહેવારમાં ભાગ લેવા માટે ફાયરપ્રૂફ પેન્ટ અને હેલ્મેટ જેવા સલામત ઉપકરણો પહેરવા જરૂરી છે.

બેડ રેસ કાર્નિવલ,સ્પેન

image source

અગાઉનો તહેવાર ભલે ખતરનાક હોય પરંતુ Sitgesમાં ઉજવાતો તહેવાર ખૂબ જ મનોરંજક છે અને દરેક જણને તેમાં ભાગ લેવાનું ગમશે. આ તહેવાર દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્પેનના નાના એવા શહેર Sitges માં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં 5 લોકોની ટીમ હોય છે અને બધા તહેવારોના કપડાંમાં સજ્જ હોય છે, જેમાં એક પૈડાવાળા પલંગ પર બેસે છે અને અન્ય 4 લોકો તેને ખેંચે છે અને જે પણ ટીમ પ્રથમ રેસ પુરી કરી લે છે તે ટીમ વિજેતા બને છે. આ તહેવાર ખેલાડીઓની સાથે સાથે દર્શકોનું પણ મનોરંજન કરે છે.

લા ટોમાટિના ફેસ્ટિવલ, સ્પેન

image source

લા ટોમાટિના એ વિશ્વનો સૌથી પ્રખ્યાત તહેવાર છે જે દર વર્ષે ઓગસ્ટના અંતિમ ગુરુવારે સ્પેનના બૂનોલ સ્થિત વાલેન્સિયન નામના સ્થળે ઉજવવામાં આવે છે. આ તહેવાર 1945 થી ઉજવવામાં આવે છે. આ તહેવાર 1 કલાક ચાલે છે જે ફક્ત મનોરંજન માટે ભજવાય છે અને દેશ-વિદેશમાંથી હજારો લોકો તેમાં ભાગ લેવા આવે છે. આ રમત રમવા માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેમ કે ટમેટા સિવાય બીજું કાંઈ ફેંકી શકતું નથી, હંમેશાં ટમેટાને થોડું દબાવ્યા પછી જ ફેંકવુ જેથી કોઈને ઇજા ન થાય અને કપડાં ફાટી ન જાય વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!