આ વર્ષે આ સ્ટાર કપલ્સમાં ઘરે ગુંજી કિલકારીઓ, માતા પિતા બનવાનું મળ્યું સુખ

વર્ષ 2020ની જેમ 2021 પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યું છે અને તેથી જ સામાન્ય લોકોની જેમ સેલિબ્રિટીઓ માટે પણ આ વર્ષ કઈ ખાસ રહ્યું નથી. પરંતુ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ આ વર્ષે ઘણા સેલેબ્સના ઘરોમાં ઘણી ખુશીઓ આવી. એક તરફ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર કપલ્સે લગ્ન કર્યા, જેમાં કેટરિના કૈફ-વિકી કૌશલ, રાજકુમાર રાવ-પત્રલેખા જેવા સ્ટાર્સના નામ સામેલ છે. બીજી તરફ આ વર્ષે ઘણા સ્ટાર કપલને માતા-પિતા બનવાનો આનંદ પણ મળ્યો છે. આજે આ લેખમાં અમે તમને તે વિશે જણાવીશું કે વર્ષ 2021માં ક્યાં ક્યાં સ્ટાર્સે માતા પિતા બનીને એમના બાળકોનું એમની જિંદગીમાં સ્વાગત કર્યું છે

કરીના કપૂર ખાન-સૈફ અલી ખાન

અભિનેત્રી કરીના કપૂર આ વર્ષે બીજી વખત માતા બની છે. કરીનાએ 21 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. કરીના અને સૈફે તેમના નાના નવાબનું નામ જહાંગીર અલી ખાન પટૌડી રાખ્યું છે. જહાંગીર મુઘલ બાદશાહના પુત્ર મોહમ્મદ સલીમનું નામ હતું અને આ કારણથી અભિનેત્રી તેના પુત્રના નામને કારણે ઘણી ટ્રોલ થઈ હતી. જોકે, તેમણે લોકોની વાત પર ધ્યાન આપ્યું ન હતું.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

image soucre

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને આ વર્ષે માતા-પિતા બનવાનો આનંદ મળ્યો. અભિનેત્રીએ 11 જાન્યુઆરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ મળીને વામિકા રાખ્યું છે. અનુષ્કા અને વિરાટે હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી.

પ્રીતિ ઝિન્ટા-જેન ગુડઇનફ

image soucre

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી અને ‘ડિમ્પલ ગર્લ’ તરીકે જાણીતી પ્રીતિ ઝિન્ટા પણ માતા બની ગઈ છે. પ્રીતિ અને તેના પતિ જેન ગુડઇનફ સરોગસી દ્વારા જોડિયા બાળકો જય અને જિયાના માતા-પિતા બન્યા છે.

અપારશક્તિ ખુરાના

image soucre

લોકપ્રિય અભિનેતા અપારશક્તિ ખુરાનાની પત્ની આકૃતિ આહુજાએ 27 ઓગસ્ટના રોજ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. દંપતીએ સાથે મળીને તેમની પુત્રીનું નામ અર્જોઈ એ ખુરાના રાખ્યું છે, જેનો અર્થ થાય છે ઈચ્છા અથવા પ્રાર્થના.

નેહા ધૂપિયા-અગંદ બેદી

image soucre

નેહા ધૂપિયા અને અંગદ બેદીને પણ આ વર્ષે બીજી વખત માતા-પિતા બનવાનો આનંદ મળ્યો. નેહાએ 3 ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો હતો. આ પહેલા નેહાએ વર્ષ 2018માં દીકરી મેહરને જન્મ આપ્યો હતો

ગીતા બસરા-હરભજન સિંહ

image soucre

આ યાદીમાં હરભજન સિંહ અને ગીતા બસરાનું નામ પણ સામેલ છે. બંનેએ આ વર્ષે તેમના બીજા બાળકનું તેમના ઘરમાં સ્વાગત કર્યું. ગીતાએ 10મી જુલાઈએ તેમના પુત્રને જન્મ આપ્યો, જેનું નામ જોવન વીર સિંહ પ્લાહા છે. આ પહેલા હિનાયા હરભજન અને ગીતાની દીકરી છે.

દિયા મિર્ઝા – વૈભવ રેખી

image soucre

અભિનેત્રી દિયા મિર્ઝા પણ માતા બની ગઈ છે. દિયાએ 14 મેના રોજ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે તેના પતિ વૈભવ સાથે અયાન આઝાદ રેખી રાખ્યું. અયાનનો જન્મ સમય કરતા પહેલા થયો હતો, જેના કારણે અભિનેત્રીના પુત્રને થોડો સમય એનઆઈસીયુમાં રાખવામાં આવ્યો હતો.