કોહલીને ચીડવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની નિષ્ફળતા ઈંગ્લેન્ડમાં પણ ચાલુ રહી છે. ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં પણ કેપ્ટન કોહલી માત્ર સાત રન બનાવી આઉટ થયા હતા. તેમને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને પોતાના શિકાર બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના બોલરે ભારતીય કેપ્ટનને અગાઉ ઘણી વખત પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. ત્યારે આ વખતે પણ કેપ્ટન કોહલી સસ્તામાં આઉટ થઈ જતાં સ્ટેડિયમમાં સ્લેજિંગ શરુ થઈ હતી.

image socure

ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટમાં પણ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. ત્યારે આ મેચમાં કેપ્ટન કોહલીના આઉટ થતાં દર્શકો દ્વારા ઘણી સ્લેજિંગ કરવામાં આવી હતી. તેની એક ઝલક એક વીડિયોમાં જોવા મળી હતી. ઈંગ્લેન્ડના બોલરે કેપ્ટન કોહલીને આઉટ કર્યા બાદ જ્યારે કોહલી આ વખતે આઉટ થયા અને પેવેલિયનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઇંગ્લેન્ડના ચાહકોએ તેને ટ્રોલ કર્યો હતો. જેનો એક વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

image socure

જેમ્સ એન્ડરસનના બોલ પર સાત રન ફટકાર્યા બાદ વિરાટ કોહલી જોસ બટલર દ્વારા કેચ આઉટ થયો. વિરાટ આઉટ થતાં જ એન્ડરસને ખુલ્લેઆમ ઉજવણી શરૂ કરી અને તેનાથી ઇંગ્લેન્ડના ચાહકો પણ ખૂબ ગેલમાં આવી ગયા હતા. કોહલી જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ઈંગ્લેન્ડના ચાહકોએ તેને ચીડવવાનું શરૂ કર્યું હતું.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને સમર્થન કરતાં બાર્મી-આર્મીના ટ્વીટર પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકો કોહલીને વિવા-વિવા કહીને હાથથી બાય-બાય કહીને ચીડવાનું શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી કોહલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વાત પરથી ફરી એકવાર સાબિત થયું છે કે ઇંગ્લેન્ડના ચાહકો પોતાની ટીમને પ્રોત્સાહન આપવા માટે વિરોધી ટીમને અપમાનિત કરવામાં ક્યારેય પાછળ રહેતા નથી.

image socure

ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ 151 રનથી જીત્યા બાદ, ત્રીજી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાના ચાહકો ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખતા હતા, પરંતુ પ્રથમ ઇનિંગમાં જે થયું તે અપેક્ષા કરતાં ઉલટું થયું. ભારતનો પ્રથમ દાવ માત્ર 78 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત માટે માત્ર રોહિત શર્મા (19) અને અજિંક્ય રહાણે (18) રન બનાવી બે અંક સુધી પહોંચી શક્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને ક્રેગ ઓવરટોને ત્રણ -ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ઓલી રોબિન્સન અને સેમ કુરાને બે -બે વિકેટ લીધી હતી.