કુતરાએ આ જોરદાર રીતે પાર્ક કરાવી ગાડી, વિડીયો જોઇને તમને પણ લાગશે નવાઇ, 27 લાખ લોકોએ તો જોઇ પણ લીધો

કુતરાએ એવી રીતે કાર પાર્ક કરાવી છે કે, આ વિડીયો જોઈને ૨૭ લાખ કરતા વધારે યુઝર્સ નવાઈ પામી ગયા છે!

અત્યારના આધુનિક સમયમાં લોકો રૂબરૂ કરતા સોશિયલ મીડિયા પર વધારે સક્રિય રહે છે. ત્યારે થોડાક સમય પહેલા જ ટ્વીટર પર તા. ૧૯ મે, ૨૦૨૧ના રોજ એક કૂતરાનો કાર પાર્કિંગ કરાવતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળતો કુતરો ગોલ્ડન રીટ્રીવર જાતિનો કુતરો છે જે કારને પાર્ક કરવા માટે ડ્રાઈવરને મદદ કરી રહ્યો છે અને અહિયાં આવતા લોકો પણ કૂતરાની મદદથી પોતાની કારને પાર્ક કરી રહ્યા છે.

કુતરાના આવી રીતે કારને પાર્ક કરાવતો વિડીયો જોઈને આપ પણ આ કુતરાના ફેન થઈ જશો. આ વિડીયોને અત્યાર સુધીમાં સોશિય મીડિયા પ્લેટફોર્મ પર ૨૭ લાખ કરતા વધારે યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. ચાલો જોઈએ આ વિડીયોમાં કે, કુતરો કેવી રીતે કાર પાર્ક કરાવે છે.


કારને ચલાવવી જેટલી અઘરી છે તેના કરતા પણ વધારે કપરું કામ છે કારને યોગ્ય રીતે પાર્ક કરવી. એવું એટલા માટે કેમ કે, અત્યારના સમયના ડ્રાઈવર્સ માટે કારને યોગ્ય રીતે પાર્ક કરવી તે અગ્નિપરીક્ષા કરતા ઉતરતું નથી. એમ પણ અત્યારના સમયમાં તો વેહિકલ્સમાં પાર્કિંગ સેન્સર અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પાર્કિંગ સેન્સર અને કેમેરાની મદદથી નવા નવા શીખી રહેલ ડ્રાઈવર પણ સહેલાઈથી પોતાની કારને પાર્ક કરી શકે છે.

image source

અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર પાર્કિંગને સંબંધિત એક સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને આપ પણ કાર પાર્કિંગ સેન્સરને છોડીને બાર્કીંગ સેન્સરના ફેન થઈ જશો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો તા. ૧૯ મે, ૨૦૨૧ના રોજ @humorandanimals નામના પેજ પર ટ્વીટ કરીને શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં બાર્કીંગ સેન્સર વિડીયોને ૨૭ લાખ કરતા વધારે યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે.


બાર્કીંગ સેન્સર કાર પાર્કિંગનો આ ૮ સેકન્ડના વિડીયો ક્લીપમાં ગોલ્ડન રીટ્રીવર જાતિનો એક કુતરો કારને પાર્ક કરાવતો જોવા મળી રહ્યો છે. આ કુતરો સતત ડ્રાઈવરને કારને પાછળ લેવા માટેનો ઈશારો કરી રહ્યો છે. જેના લીધે કાર પાછળની તરફ અથડાઈ જાય નહી. આ કુતરો પોતાના પગના એક પંજાની મદદથી ઈશારો કરીને કાર ડ્રાઈવર્સને પોતાની કાર પાર્ક કરવામાં મદદ કરે છે. પછી જયારે ડ્રાઈવર પોતાની કારને યોગ્ય રીતે પાર્ક કરી દે છે ત્યારે આ કુતરો ડ્રાઈવરને ઈશારો કરીને જણાવી દે છે કે, આપની કાર યોગ્ય રીતે પાર્ક થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!