સેલ્ફ કેવાઈસી અપડેટ કરવા ગ્રાહકે ચુકવવા પડશે રુપિયા, જાણો સમગ્ર પ્રક્રિયા અને નવા નિયમો

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનએ ગ્રાહકોની સુવિધા માટે નવા સિમ કાર્ડ ઈશ્યૂ કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોમાં સિમ કાર્ડ લેવા ઉપરાંત પોસ્ટપેડમાંતી પ્રીપેડ કરવાની પ્રોસેસ માટે પણ ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. હવે ગ્રાહકો ડિજિટલ ફોર્મ ભરી અને સરળતાથી આ કામ કરી શકે છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે હાલમાં જ દૂરસંચાર વિભાગે કેવાઈસીના નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો.

image source

ટેલિકોમ ડિપાર્ટમેંટના નવા નિયમો અનુસાર જો તમારે નવો મોબાઈલ નંબર અથવા ટેલીફોન કનેકશન લેવાનું છે તો કેવાઈસી સંપૂર્ણ રીતે ડિજિટલ હશે. બીજા શબ્દોમાં કહીએ તો નવા સિમ માટે તમારે કોઈ ડોક્યૂમેંટ જમા કરાવવા પડશે નહીં. આ સિવાય પોસ્ટપેડ નંબરને પ્રીપેડ અને પ્રીપેડ નંબરને પોસ્ટપેડ કરવાના હોય તો તેના માટે પણ કોઈ ફોર્મ ભરવું પડશે નહીં. તેના માટે ડિજિટલ કેવાઈસીને માન્ય ગણવામાં આવશે. આ સાથે જ ગ્રાહકો ટેલિકોમ કંપનીની એપની મદદથી સેલ્ફ કેવાઈસી કરી શકે છે. તેના માટે તેમણે માત્ર 1 રૂપિયાની ચુકવણી કરવી પડશે. ગ્રાહક આ કામ વેબસાઈટ અથવા એપ વડે કરી શકે છે. તેના માટે થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહે છે.

image source

5 સ્ટેપ્સમાં આ રીતે પુરી કરો સેલ્ફ કેવાઈસી પ્રક્રિયા

  • – સિમ પ્રોવાઈડરની એપ ડાઉનલોડ કરો. પછી પોતાના ફોનને તેમાં રજિસ્ટર કરો.
  • – પોતાનો બીજો કે પરિવારમાંથી કોઈ વ્યક્તિનો નંબર આપો.
  • – ત્યારબાદ વન ટાઈમ પાસવર્ડની મદદથી લોગઈન કરો.
  • – સેલ્ફ કેવાઈસીનો ઓપ્શન પસંદ કરો અને જરૂરી જાણકારી ભરી પ્રક્રિયા પૂર્ણ કરો.
image source

દૂરસંચાર વિભાગના નવા નિયમ અનુસાર હવે ટેલિકોમ ઓપરેટર 18 વર્ષથી ઓછી વયના લોકોને નવા સિમ કાર્ડ આપી શકશે નહીં. જો કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ ઠીક ન હોય તો સિમ કાર્ડ આપવા પર પ્રતિબંધ રહેશે. આવા વ્યક્તિને સિમ કાર્ડ આપવામાં આવે છે તો ટેલિકોમ કંપની દોષી ગણાશે. નવું સિમ લેવા માટે કસ્ટમર એક્યૂઝિશન ફોર્મ ભરવું પડે છે. આ ગ્રાહક અને કંપની વચ્ચેનો કરાર હોય છે. આ ફોર્મમાં કેટલીક શરતો હોય છે.

image source

આ કોન્ટ્રેક્ટને ઈંડિયન કોન્ટ્રૈક્ટ લો 1872 હેઠળ લાગૂ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ કોઈપણ કોન્ટ્રેક્ટ 18થી વધુ વયના લોકો વચ્ચે હોવો જોઈએ. ભારતમાં એક વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ 12 સિમ કાર્ડ ખરીદી શકે છે. તેમાંથી 9 સિમનો ઉપયોગ મોબાઈલ કોલિંગ માટે કરી શકાય છે. જ્યારે 9 સિમનો ઉપયોગ મશીન ટૂ મશીન કોમ્યુનિકેશન માટે કરી શકાય છે.