‘મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી’ જૂનાગઢની યુવતીએ રાજકોટમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, ભૂવાજીએ 10 મહિના સુધી…

જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ભુવાએ નજર બગાડી યુવતી પર 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યું પછી દીધી. જેને લઇ યુવતીએ ઝેરી દવા પીય લીધી હતી. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું, ‘મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી’ જૂનાગઢની યુવતીએ રાજકોટમાં ઝેરી દવા પી મહિલા પોલસ મથેક જઈને વર્ણવી આપવીતી. ભૂવાજીએ 10 મહિના સુધી આચર્યું દુષ્કર્મ.

image source

ભૂવાએ યુવતી પર સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ તેને છોડી અમદાવાદ ચાલ્યો ગયો છે. જૂનાગઢની યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી ને મહિલા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. યુવતીએ એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીડિતાએ સ્યુસાઈડ નોટ લખતા ઉમેર્યું કે આશરે દસે’ક મહિના પહેલા સૂરજ લાખા સોલંકી પાસે કેટલાક અંગત પ્રશ્નો અને મૂંઝવણને લઈને જોવરાવવા ગઈ હતી. આવખતે જ મારે સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે.