નરમ અને મુલાયમ ત્વચા મેળવવા માટે આ રીતે નાળિયેરની મલાઈથી ફેસ-પેક બનાવો

નાળિયેર પાણીનું સેવન સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. સાથે જ નાળિયેરની મલાઈ પણ સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી ઓછી નથી. નાળિયેરની મલાઈમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે તમને સ્વસ્થ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે નાળિયેર મલાઈ પણ ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. તમે ઘરે રહીને નાળિયેર મલાઈનો ઉપયોગ કરીને આવા કેટલાક ફેસ પેક તૈયાર કરી શકો છો, જે ત્વચાને ફ્રેશ બનાવવા સાથે, ત્વચા પરના ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ છે. આજે અમે આ વિશે જ વાત કરીશું, આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે નાળિયેરની મલાઈથી ફેસ-પેક બનાવી શકો છો. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

image source

1- નાળિયેર મલાઈ અને દહીં

1- આ ફેસ પેક બનાવવા માટે, દહીં, નાળિયેરનું દૂધ અને નાળિયેર મલાઈ લો.

2- હવે એક વાટકીમાં બે ચમચી નારિયેળનું દૂધ, દોઢ ચમચી દહીં અને અડધી ચમચી નાળિયેર મલાઈ મિક્સ કરો.

3- હવે મિશ્રણને થોડા સમય માટે ઢાંકીને રાખો.

4- હવે ત્વચા પર આ મિક્ષણ લગાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો.

5- હવે તમારી ત્વચા સામાન્ય પાણીથી ધોઈ લો.

આ ઉપાય ત્વચાની શુષ્કતા દૂર થશે, સાથે તમારી ત્વચા પણ ચમકદાર દેખાશે.

image source

2- નાળિયેર મલાઈ અને મધ

1- આ ફેસ પેક બનાવવા માટે, બદામ, મધ તેમજ નાળિયેરનું દૂધ અને નાળિયેર મલાઈ લો.

2- હવે તમે બદામને પીસીને તેનો પાવડર બનાવો અને એક બાઉલમાં બદામના પાવડરમાં બે ચમચી નાળિયેરનું દૂધ, એક ચમચી મધ અને અડધી ચમચી નારિયેળ મલાઈ મિક્સ કરો.

3- હવે કપાસની મદદથી ત્વચા પર બનાવેલું મિશ્રણ લગાવો.

4- 5 થી 20 મિનિટ પછી ત્વચાને સામાન્ય પાણીથી ધોઈ લો.

તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો, અમે તમને જણાવી દઈએ કે આ ફેસ પેક ત્વચાને ચમકદાર રાખે છે.

image soucre

3- નાળિયેરની મલાઈ અને ગુલાબજળ

1- આ ફેસ પેક બનાવવા માટે નાળિયેરમલાઈ, ગુલાબજળ અને નાળિયેરનું દૂધ લો.

2- હવે એક બાઉલમાં ગુલાબજળ સાથે નાળિયેર મલાઈ અને નારિયેળનું દૂધ બંને મિક્સ કરો.

3- હવે કપાસની મદદથી ચહેરા પર આ મિશ્રણ લગાવો.

4- હવે 15 થી 20 મિનિટ પછી મિશ્રણને સાદા પાણીથી ધોઈ લો.

આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે. આમ કરવાથી, ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને ત્વચા ગ્લોઈંગ દેખાઈ છે.

4- નાળિયેર મલાઈ અને ઓટ્સ પાવડર

1- આ ફેસ પેક બનાવવા માટે નાળિયેરનું દૂધ, ઓટ્સ પાવડર અને નાળિયેરની મલાઈ લો.

2- હવે પહેલા તમે ઓટ્સને પીસો અને એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને ક્રીમ સાથે ઓટ્સ પાવડર મિક્સ કરો.

3- હવે બ્રશ દ્વારા ત્વચા પર આ મિશ્રણ લગાવો.

4- થોડીવાર પછી ત્વચાને સામાન્ય પાણીથી ધોઈ લો.

આ ઉપાયથી ત્વચા ચમકદાર દેખાશે, સાથે ત્વચા પરના ડાઘ પણ દૂર થશે.

image source

5- નાળિયેરની મલાઈ અને લીંબુનો રસ

1- આ ફેસ પેક બનાવવા માટે નાળિયેર મલાઈ, મધ અને લીંબુનો રસ લો.

2- હવે એક બાઉલમાં અડધી ચમચી મલાઈ, એક ચમચી મધ અને લીંબુના રસ મિક્સ કરો.

3- તૈયાર મિશ્રણને 10 થી 15 મિનિટ માટે ત્વચા પર લગાવો.

4- હવે ફેસ પેકથી પર માલિશ કરતા-કરતા દૂર કરો.

તમે આ ફેસ પેકનો ઉપયોગ ગરદન, હાથ, કોણી વગેરે પર પણ કરી શકો છો. આમ કરવાથી, સનબર્ન અથવા ટેનિંગની સમસ્યા દૂર થઈ શકે છે, સાથે ત્વચા પણ ગ્લોઈંગ બને છે.

6- નાળિયેર મલાઈ અને બેસન

1- આ ફેસ પેક બનાવવા માટે, નાળિયેર મલાઈ, બેસન અને નાળિયેરનું દૂધ લો.

2- આ ફેસ-પેક બનાવવા માટે આ ત્રણેય ચીજોને મિક્સ કરો અને તેમાં થોડી હળદર ઉમેરો.

3- હવે સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને થોડા સમય માટે રહેવા દો.

4 – હવે આ ફેસ-પેક ચેહરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો.

5 – 20 મિનિટ પછી તમારા ચહેરાને સામાન્ય પાણીથી સાફ કરો.

આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચાની ખોવાયેલી ચમક પાછી આવશે.

image source

અહીં જણાવેલા મુદ્દાઓ દર્શાવે છે કે નાળિયેર પાણી સાથે નાળિયેર મલાઈ પણ ત્વચાને ઘણી સમસ્યાઓથી દૂર રાખવા માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ નાળિયેર મલાઈનો વધુ પડતો ઉપયોગ ત્વચાને તેલયુક્ત બનાવી શકે છે. જે લોકોની ત્વચા પહેલાથી જ તૈલી છે, તેઓએ નાળિયેર મલાઈનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઇએ. જો તેના ઉપયોગને કારણે ત્વચા પર એલર્જી અનુભવાય છે, તો તેનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે ત્વચા સંબંધિત કોઈ ગંભીર રોગથી પીડાતા હોવ તો પણ ડોક્ટરની સલાહ પર નાળિયેર મલાઈનો ઉપયોગ કરો.