જો લગ્ન થયાનાં એક વર્ષમાં દંપત્તિએ આ ભૂલ કરી તો ગંભીર અસર થશે, બાળક પર પણ થઈ શકે અસર

હિન્દુ ધર્મમાં મુખ્યત્વે 16 સંસ્કાર વિશેની વાત કરવામાં આવી છે. મહર્ષિ વેદ વ્યાસ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારથી જ આ સંસ્કાર શરૂ થઈ જતાં હોય છે અને છેક મૃત્યુ સુધી આ પવિત્ર 16 સંસ્કાર કરવામાં આવે છે. આ 16 સંસ્કારોની યાદીમાં લગ્ન વિધિનો સમાવેશ થાય છે. કહેવામાં આવ્યું છે કે વિવાહ સંસ્કાર ફક્ત તે જ યુવક-યુવતીઓ કરી શકે છે જેઓ શારિરીક અને માનસિક રીતે પરિપક્વ હોય છે.

image source

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને ફક્ત શારીરિક અથવા સામાજિક સંબંધ તરીકે જ નહીં પરંતુ આધ્યાત્મિક જીવનનું એક સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. આથી જો તમે પણ લગ્ન કરવા જઇ રહ્યા છો તો લગ્નનાં દિવસથી લઈને પ્રથમ વર્ષગાંઠ સુધી કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલીથી પણ ન કરવી જોઈએ.

image source

ચાલો જાણીએ લગ્ન બાદનાં પહેલા વર્ષ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે. જો તમે તમારું આખું જીવન પ્રેમ, ખુશી, વૈભવ અને શાંતિથી જીવવા માંગો છો તો આ બાબતોનું ખાસ તકેદારી રાખજો. જેમાં સૌથી પહેલી બાબત ભગવાન શિવને લગતા કોઈ પણ તીર્થસ્થાનની મુલાકાત એક વર્ષ સુધી કરવાનું ટાળવું જોઈએ.

image source

આ અંગે વાત કરીએ શાસ્ત્રોમાં ઉલ્લેખ વિશે તો તેમાં પણ કહેવામાં આવ્યું છે કે ભોળાનાથ એ એક વૈરાગી અને માતંગ દેવતા છે. જો નવદંપતીઓ તેમનાં મંદિરમાં દર્શન માટે જાય છે તો તેમને માતાપિતા બનવાનાં આર્શિવાદ મળે છે તેવું કહેવાય છે. પરંતુ આ પછી જે સંતાન આવે છે તે ત્યાગ અને સંસારથી દૂર જવાના રસ્તે વળે છે.

image source

કહેવામાં આવ્યું છે કે પુરુષો દર્શન, પૂજા અને અભિષેક કરવા માટે શિવ મંદિર જઈ શકે છે. પરંતુ મહિલાઓએ શિવજીની પૂજા કે અભિષેક ન કરવો જોઈએ. જો મહિલાઓએ પૂજા કરવી જ હોય તો પાર્વતી દેવીની કરવી જોઈએ. આ દરમિયાન તેમના પ્રિય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. દેવી પાર્વતીને પ્રસન્ન કરવા માટેનો મંત્ર ઓમ ઉમામહેશ્વરાભ્યાય નમ: અને ઓમ ગૌર્યે નમ:નો જાપ કરવો જોઈએ. આ સાથે હનીમૂન પર ગયાં હોય તે સમયે કોઈ દંપત્તિએ તીર્થ સ્થળો એ જવાનું ટાળવું જોઈએ.

image source

વિવિધ સંસ્કૃતિ તથા રીત-રીવાજ મુજબ સમાજમાં આજે સગાઇથી માંડીને વિવાહ સુધીની પ્રક્રિયામાં અનેક પ્રકારના વિધિ-વિધાન જોવા મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કન્યા તથા વરની પસંદગી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી જોવા મળે છે. સગાઇ દરમિયાન અથવા વિવાહ દરમિયાન થતી વિધિઓ અનેક રહસ્યોયુક્ત હોય છે.

મંડપ સ્થાપન, પીઠી ચોળવી, પોંખણા, હસ્તમેળાપ, છેડાછેડી, કંસારની વિધિ, કન્યાદાન, હોમ, ફેરા, સપ્તપદી વગેરે વિધિના રહસ્યોને સમજીને જો અમલમાં મુકવામાં આવે તો દાંપત્યજીવન મધુર બની રહે છે. શાસ્ત્રોમાં ક્યાંક વિવાહ સંસ્કાર પછી અગ્ન્યાધાન સંસ્કારનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંસ્કારને પણ સોળ સંસ્કાર અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!