લાખો રૂપિયાના પગારને છોડી કર્યું ઓનલાઈન વ્યવસાયનું નવું સાહસ, આ કામ કરીને આજે કરોડોમાં મેળવે છે આવક

ઘર શણગારવાનું હોય કે મંદિર, બધી જગ્યાએ ફૂલોની જરૂર પડે છે. તેને મંદીરમાં શ્રદ્ધાપૂર્વક ચઢાવવામાં આવે છે, પરંતુ તે વાસી થયા પછી તેમને ઉતારીને ફેંકી દેવામાં આવે છે. દેવતાઓના દરબારમાં ફૂલોને ચઢાવવાનું અને ઉતારવાનું સદીઓથી ચાલુ છે, અને હંમેશા ચાલુ રહેશે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે વાસી ફૂલો પણ કામમાં આવી શકે છે, અને વ્યવસાયના ઉપયોગમાં લેવાઈ શકે છે.

image soucre

અમે વાત કરી રહ્યા છીએ આઈઆઈટી કાનપુરમાં ભણેલા અંકિત અગ્રવાલની. જે ફૂલો ડોટ કોમ ના સીઈઓ અને સ્થાપક છે. અંકિત આ વાસી ફૂલો એકત્રિત કરે છે અને પછી તેને રિસાયકલ કરે છે અને આપણને નવા રંગમાં રજૂ કરે છે. આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કર્યા બાદ કાનપુરના અંકિત અગ્રવાલને વાર્ષિક ચૌદ લાખ પેક સાથે નોકરી મળી હતી. પરંતુ તે કંઈક એવું કરવાનું વિચારી રહ્યો હતો જે તેને તેમજ ગરીબ પરિવારોને મદદ કરે. આ જ મૂંઝવણ વચ્ચે અંકિતે વિદેશમાં સ્થાયી થયેલા તેના મિત્ર સાથે વાત કરી. અંકિતની મુશ્કેલીઓને સમજીને તે ભારતની મુલાકાત લેવા આવ્યો. બંને મિત્રો વ્યવસાયની ચર્ચા કરતા કરતા ગંગા કિનારે પહોંચ્યા.

image soucre

જ્યાં પાણીમાં ફૂલોનો ઢગલો હતો. આ ફૂલો શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તે ગંગાને એટલું પ્રદૂષિત કરી રહ્યા હતા કે પાણી પર સેલ્યુલોઝનું એક સ્તર એકત્રિત થઈ ગયું હતું. તેના મિત્રે કહ્યું કે તેને સાફ કરવા માટે તે કંઈ કરતો કેમ નથી ? મિત્ર વિદેશ પાછો ગયો. પરંતુ અંકિત ગંગાને કેવી રીતે સાફ કરવી અને આ ફૂલોનું શું કરવું તે વિશે વિચારતો હતો.

image socure

અંકિતે તેના કેટલાક વિદેશી મિત્રોનો સંપર્ક કર્યો અને ખરાબ ફૂલોના રિસાયક્લિંગ ની પ્રક્રિયા સમજી. પછી કાનપુરના મંદિરમાં જઈ ફૂલ એકત્રિત કરવા લાગ્યો. અંકિતે નોકરી છોડીને વાસી ફૂલોને રિસાયકલ કરીને તેની પ્રોડક્ટ બનાવવાનું નક્કી કર્યું. તે મહિલાઓને કામ આપ્યું કે જે ગંગા કાંઠે બેસીને અગરબત્તી બનાવતી હતી. તે સ્ત્રીઓ ફૂલોમાંથી તેમની પાંખડી કાઢી અને પછી રિસાયક્લિંગ ની પ્રક્રિયા પછી તેમાંથી અગરબત્તી, ધૂપ લાકડીઓ, હવન સામગ્રી બનાવતી.

થોડા જ દિવસોમાં આ સ્ટાર્ટઅપ શરૂ થયું. અને તેનું નામ ફૂલ ડોટ કોમ રાખવામાં આવ્યું હતું. આ પ્રયાસને આઇએએન ફંડ દ્વારા 1.4 મિલિયન ડોલરનું રોકાણ કરીને નફાનો સક્ષમ સોદો કરવામાં આવ્યો છે. જે દર વર્ષે બે કરોડથી વધુ નફો કરી રહી છે.એટલું જ નહી ફૂલ ડોટ કોમ ફૂલો ને રિસાયકલ કરી અને પ્રાણીઓના ચામડાનો વ્યાપારી વિકલ્પ રજૂ કર્યો છે. તેનું નામ તેમણે ફ્લેધર રાખ્યું છે. અંકિતની કંપની પોતાના આ પ્રયાસ માટેની શ્રેષ્ઠ નવીનતાને વેગન વર્લ્ડ થી સન્માનિત કરવામાં આવી છે.

યુનાઇટેડ નેશન્સ યંગ લીડર્સ એવોર્ડ, સીઓપી 2018, ધ નેશન્સ મોમેન્ટમ ઓફ ચેન્જ એવોર્ડ, એશિયા સસ્ટેનેબિલિટી એવોર્ડ 2020, હોંગકોંગ, એલ્ક્વિટી ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ એવોર્ડ્સ, લંડન અને બ્રેકિંગ ધ વોલ ઓફ સાયન્સ, બર્લિન એવોર્ડ્સ પણ કંપનીને આપવામાં આવ્યા છે.